ETV Bharat / state

Gandhinagar News: ગુજકોમાસોલ રાજ્યભરમાં 150 ખેડૂતલક્ષી મોલ શરૂ કરશે, ગુજકોમાસોલ અને નાફેડ સાથે ઓઇલ મિલના એમઓયુ કરવામાં આવ્યા

author img

By

Published : Jun 18, 2023, 3:13 PM IST

ગુજકોમાસોલ દ્વારા રાજ્યમાં 150 ગુજકોમોલ શરૂ કરવામાં આવશે જેમાં સસ્તા દરે તમામ ચીજવસ્તુ મળશે. તાલુકા પ્રમાણે કો-ઓપરેટીવ સંસ્થા ઊભી કરાશે જેમાં સહકાર ક્ષેત્રના માધ્યમથી તમામ ચીજ વસ્તુ વેચવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં મોલ શરૂ કરાશે જે બાદ તાલુકા વિસ્તારમાં પણ આ મોલ શરૂ કરાશે.

gujkomasol-start-150-farmer-oriented-malls-across-the-state-oil-mill-mous-signed-with-gujkomasol-and-nafed-dilip-sanghani
gujkomasol-start-150-farmer-oriented-malls-across-the-state-oil-mill-mous-signed-with-gujkomasol-and-nafed-dilip-sanghani

ગુજકોમાસોલ રાજ્યભરમાં 150 ખેડૂતલક્ષી મોલ શરૂ કરશે- દિલીપ સાંઘાણી, ચેરમેન, ગુજકોમાસોલ

ગાંધીનગર: ખેડૂતોને ક્વોલિટી વાળું બિયારણ મળી રહે તે માટે ગુજકોમાસોલ દ્વારા સતત કાર્યરત અને આસો કરવામાં આવે છે. આવનારા દિવસોમાં ખેડૂતોને તમામ ચીજ વસ્તુઓ એક જ સ્થળ ઉપર પ્રાપ્ત થઈ શકે તેને ધ્યાનમાં લઈને ગુજકોમાસોલ દ્વારા ગુજરાતના મોટા શહેરોમાં મોલ ખોલવામાં આવશે. તાલુકા-જિલ્લા કક્ષાએ સહકારી સંસ્થાઓ સાથે મળીને નાની દુકાનો પણ શરૂ કરવામાં આવશે.

ગુજકોમાસોલ અને નાફેડ સાથે ઓઇલ મિલના એમઓયુ
ગુજકોમાસોલ અને નાફેડ સાથે ઓઇલ મિલના એમઓયુ

સમગ્ર ગુજરાતમાં 150 મોલ: ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ મોટા શહેરો જિલ્લા અને તાલુકા સહિત કુલ 150 થી વધુ ગુજકોમાંસોલ મોલ શરૂ કરવામાં આવશે. ગુજકોમાસોલ તાલુકા પ્રમાણે કો-ઓપરેટીવ સંસ્થા ઊભી કરાશે જેમાં સહકાર ક્ષેત્રના માધ્યમથી તમામ ચીજ વસ્તુ વેચવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં મોલ શરૂ કરાશે ત્યારબાદ તબક્કાવાર રાજ્યના તાલુકા વિસ્તારમાં પણ આ મોલ શરૂ કરાશે.

'ગુજકોમાસોલ અને નાફેડ સાથે ઓઇલ મિલના એમઓયુ કરવામાં આવ્યા છે. આ ઓઇલ મિલના કારણે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે નાફેડ દ્વારા દિવાળીના સમયે રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. ખરીદેલી મગફળીનું હવે ગુજકોમાસોલ દ્વારા ઓઇલ તૈયાર કરવામાં આવશે અને તેને ગુજરાતની બહાર વેચાણ અર્થે મોકલવામાં આવશે.' -દિલીપ સાંઘાણી, ચેરમેન, ગુજકોમાસોલ

ખેડૂતોની આવક વધારવાનું આયોજન: ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ વધુમાં જાહેરાત રહેતા જણાવ્યું હતું કે ભરૂચ ખાતે કેળાના પડમાંથી કાગળ, ચોકલેટ, કાપડ બનાવી નીકળતા તેલનું ફર્ટિલાઈઝર તરીકે ઉપયોગ કરીએ છીએ જેને ધરા અમૃત નામ આપવામાં આવ્યું છે. આમ આગામી સમયમાં ખેડૂતો જો થડ આપશે તો તેનું વળતર આપી અને ખેડૂતો માટે આવક ઊભી કરવામાં આવશે.

ગુજકોમાસોલનો વિકાસ: દિલીપ સંઘાણીએ વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે 2017-18 માં ટર્ન ઓવર 2239 કરોડથી વધીને 2022-23માં 4700 કરોડ એટલે કે 110 ટકા વધ્યું છે. ગ્રોસ નફો 2017-18માં 39.86 કરોડથી વધીને 2022-23માં 70 કરોડ એટલે કે 76 ટકા વધ્યો છે. નેટ નફો 7.77 કરોડથી વધીને 24 કરોડનો થયો છે. ખાતર વેચાણ 1585.01 કરોડથી વધીને 1821.73 કરોડ એટલે કે 15 ટકા, બિયારણ વેચાણ 11.56 કરોડથી વધીને 107 કરોડ એટલે કે 82.6 ટકા વધ્યુ છે, ઉપરાંત જંતુ દવા વેચાણ 1.73 કરોડથી ઘટીને 1.27 કરોડ એટલે કે 27 ટકા ઘટ્યું છે. ગુજકોમાસોલ ઈન્વેસ્ટમેન્ટ 18.53 કરોડથી વધીને 29.50 કરોડ એટલે કે 59 ટકા વધ્યું છે. જ્યારે ફિક્સ ડીપોઝીટ 38 કરોડથી વધીને 108 કરોડ એટલે કે 184 ટકાનો વધારો અનેડિવિડન્ડ ૨૦ ટકાથી વધીને 22 ટકા એટલે કે 47 ટકા વધારો થયો છે.

ધરા અમૃત: નાફેડ સાથે એમઓયુ કરીને ઓઈલ મીલ શરૂ કરીને ગુજરાત બહાર તેલ મોકલવા કાર્યવાહી ચાલી રહી છે. ભરૂચ ખાતે કેળાના પડમાંથી કાગળ, ચોકલેટ, કાપડ બનાવી નીકળતા તેલનું ફર્ટિલાઈઝર તરીકે ઉપયોગ કરીએ છીએ જેને ધરા અમૃત નામ આપવામાં આવ્યું છે. આગામી સમયમાં ખેડૂતો જો થડ આપશે તો તેનું વળતર આપી અને ખેડૂતો માટે આવક ઊભી કરવામાં આવશે.

  1. Gyan Sadhna Project : જ્ઞાનસેતુ પ્રોજેકટ પડતો મૂકી શરુ કરાયો જ્ઞાન સાધના સ્કોલરશિપ પ્રોજેક્ટ, શું છે નિયમો જાણો
  2. Gandhinagar News: હવે સૂક્ષ્મ સિંચાઇના ઉપયોગ માટે મહત્તમ 5 હોર્સ પાવરનું અલાયદું ખેત વીજ જોડાણ મળશે- કનુભાઈ દેસાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.