ETV Bharat / state

Viral Video : ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડી રમ્યા ગલી ક્રિકેટ, વિડીયો થયો વાયરલ

author img

By

Published : May 4, 2023, 6:04 PM IST

ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના 3 ખેલાડીઓ ગલી ક્રિકેટ રમતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. હોટેલની બારીમાંથી સ્થાનિકોને ક્રિકેટ રમતા જોઈને ગુજરાત ટાઈટન્સ ટીમના ત્રણ ખેલાડીઓ નીચે ઉતરીને ક્રિકેટ રમ્યા હતા. જેને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ક્રિકેટ ચાહકો માણી રહ્યા છે.

Viral Video : ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડી રમ્યા ગલી ક્રિકેટ, વિડીયો થયો વાયરલ
Viral Video : ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડી રમ્યા ગલી ક્રિકેટ, વિડીયો થયો વાયરલ

ગાંધીનગરમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડી રમ્યા ગલી ક્રિકેટ

ગાંધીનગર : 2 મે એટલે કે મંગળવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPLની મેચ રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઇટલની પાંચ રને હાર થઈ હતી, ત્યારે ગુજરાત ટાઇટલની ટીમને ગાંધીનગરની હોટલ લીલામાં રહેઠાણ આપવામાં આવ્યું હતું, ત્યારે બુધવારે સાંજે હોટલ લીલાને પાસે આવેલા ગ્રાઉન્ડમાં ગાંધીનગર વાસીઓ ક્રિકેટ રમી રહ્યા હતા. જ્યાં ગુજરાત ટાઇટન્સના ત્રણ ખેલાડીઓ રશીદ ખાન, નૂર અહેમદ અને ઓડિયન સ્મિથ ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Rishabh Pant Health Update : વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતના સ્વાસ્થ્ય વિશે જાણો, નવી તસવીર શેર કરી

હોટેલની બારીમાંથી સ્થાનિકોને ક્રિકેટ રમતા જોયા : ગુજરાત ટાઇટન્સની ટીમને ગાંધીનગરની હોટલ લીલામાં ઉતારો આપવામાં આવ્યો છે, ત્યારે ત્રણ તારીખના રોજ સાંજે હોટલ લીલા પાસે આવેલા ખાલી પ્લોટમાં ગાંધીનગરના યુવાનોને ક્રિકેટ રમી રહ્યા હતા. આ સીન રસીદ ખાન નૂર અહેમદ અને ઓડિયન્સ મિથે તેમના રૂમની બારીમાંથી જોયો હતો અને તાત્કાલિક ધોરણે નીચે આવીને ક્રિકેટરોએ તેમની સાથે ક્રિકેટ રમી હતી.

આ પણ વાંચો : Wrestlers protest: શું આ દિવસ જોવા માટે અમે મેડલ જીત્યા? વિનેશ ફોગાટે વેદના ઠાલવી

સોશિયલ મીડિયામાં વિડિયો વાઇરલ : ગુજરાત ટાઇટન્સના ત્રણ ખેલાડીઓએ સ્થાનિક ગલી ક્રિકેટ રમતા ગાંધીનગરના યુવાઓનો જોશ વધ્યો હતો અને ત્યાં હાજર રહેલા યુવાનોએ રશીદ ખાન બેટિંગ કરી રહ્યા હતા. તેનો વીડિયો પણ મોબાઇલમાં ઉતાર્યો હતો અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે, ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં હોટલ લીલામાં પ્રથમ વખત ગુજરાત ટાઇટન્સની ટીમને ઉતારો આપવામાં આવ્યો હતો અને આવા દ્રશ્યો સામે આવ્યા છે. જેથી હવે આવનારા દિવસોમાં આવા દ્રશ્યો ફરીથી સામે આવી શકે છે. જોકે, આ પ્રમાણે ક્રિકેટરો સ્થાનિકો સાથે ક્રિકેટ રમ્યા તેથી લોકોમાં પણ આનંદનું મોજુ ફરી વળ્યું હતો. તો બીજી તરફ હાલ આ વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ક્રિકેટ રસિકો માટે ફેવરીટ બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.