ETV Bharat / state

Gujarat Budget 2023: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઇ

author img

By

Published : Feb 24, 2023, 11:36 AM IST

Updated : Feb 24, 2023, 12:05 PM IST

વર્ષ 2022-23ના ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બજેટમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. સામાજિક સુરક્ષાની આવી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મળી રહેશે.

Gujarat Budget 2023 Big Announcements in panchayat and gram vikas
Gujarat Budget 2023 Big Announcements in panchayat and gram vikas

ગાંધીનગર: નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ શુક્રવારે ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બજેટ રજુ કર્યું હતું. બજેટમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઇ કરાઈ છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે રૂ.2538 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને બાકી રહેલા તમામ પ્રોજેક્ટને આવાસ ખાતેની સહાય આપવાનો ધ્યેય છે. સામાજિક સુરક્ષાની આવી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મળી રહેશે.

બજેટપોથીની ખાસ વિશેષતા: દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટ પોથીમાં કૃષિ અને પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વિભાગ જેવા દરેક ક્ષેત્રોની ડિઝાઈનનો બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.

આ પણ વાંચો Gujarat Budget: બજેટમાં આદિવાસીઓ માટે નવી યોજનાઓની જાહેરાત

દેશના વિકાસમાં ગુજરાતનો ફાળો: ગુજરાતે 8.36 ટકાનો ફાળો દેશની જીડીપીમાં છે. વિકાસનો પહેલો સ્તંભ પાયાની સુવિધા પહોંચાડવાનો છે. તેઓ આ વિકાસમાં સહભાગી થાય એ અમારો પ્રયાસ છે. જનસુકાખાકારીને વધારે સમૃદ્ધ કરી આંતરમાંળખું વિકાસવવા એક માપદંડ છે. રોજગારી પેદા કરવી એ ચોથો સ્તંભ છે.

આ પણ વાંચો Gujarat Budget Update : દ્વારકા નગરીનું પુન નિર્માણ થશે

ગુજરાતે વિકાસનો મજબુત પાયો નાંખ્યો: છેલ્લે બે દાયકામાં ગુજરાતે વિકાસનો મજબુત પાયો નાંખ્યો છે. આર્થિક અને સામાજિક વિકાસ ગુજરાતે કર્યો છે. આવનારી પેઢીના ઉજ્જવળ ભાવિ માટે કેટલીક જોગાવઈઓ પર સરકાર ધ્યાન આપે છે. આગામી પાંચ વર્ષમાં આ માટે 2 લાખ કરોડનો ખર્ચ કરશે. વર્ષ 2023-23 દરમિયાન ગુજરાતનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આગામી 5 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે.

Last Updated :Feb 24, 2023, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.