ETV Bharat / state

Gujarat Assembly 2022: રાજયમાં તાલુકા શિક્ષકોની 93 અને કેળવણી નિરીક્ષકોની 563 જગ્યાઓ ખાલી

author img

By

Published : Mar 14, 2022, 8:49 PM IST

વિધાનસભાગૃહમાં શિક્ષણ વિભાગના પ્રશ્નો કોંગ્રસના (Gujarat Assembly 2022)ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક શિક્ષણ અધિકારી કેળવણી નિરીક્ષક સાથે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજ અને સરકારી પોલીટેકનીક કોલેજમાં શિક્ષકોની અને અધિકારીઓની ઘટ છે તે બાબતના પ્રશ્નો કર્યા હતાં. જેમાં સરકારે રાજ્યના જિલ્લાઓમાં કુલ 93 જેટલી જગ્યા પર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ઘટ છે. જ્યારે કેળવણી નિરીક્ષકમાં 563 જગ્યા ખાલી છે.

Gujarat Assembly 2022: રાજયમાં તાલુકા શિક્ષકોની 93 અને કેળવણી નિરીક્ષકોની 563 જગ્યાઓ ખાલી
Gujarat Assembly 2022: રાજયમાં તાલુકા શિક્ષકોની 93 અને કેળવણી નિરીક્ષકોની 563 જગ્યાઓ ખાલી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન (Gujarat Assembly 2022) શિક્ષણ વિભાગના અનેક પ્રશ્નો કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા હતા. જેમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી કેળવણી નિરીક્ષક સાથે જ રાજ્યની સરકારી ઇજનેરી કોલેજ અને સરકારી પોલીટેકનીક કોલેજમાં કેટલા શિક્ષકોની અને અધિકારીઓની ઘટ છે તે બાબતના પ્રશ્નો કર્યા હતાં. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ (Gujarat Education Department)આપતા આંકડો સામે આવ્યો હતો તે પ્રમાણે રાજ્યના 33 જિલ્લામાં કુલ 93 જેટલી જગ્યા પર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ઘટ છે જ્યારે કેળવણી નિરીક્ષકમાં 563 જગ્યા ખાલી છે.

શિક્ષણ વિભાગના પ્રશ્નો

શિક્ષણપ્રધાનના જિલ્લામાં 42 માંથી 41 જગ્યાઓ ખાલી - કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને કેળવણી નિરીક્ષકોની મંજૂર જગ્યા બાબતની માહિતી માંગી હતી. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની માહિતી માંગી હતી તે પ્રમાણે રાજ્ય સરકારે જવાબ આપતા લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની 193 જગ્યા ઉપર આવેલ છે અને 93 જગ્યાઓ ખાલી છે. જ્યારે કેળવણી નિરીક્ષકોની જગ્યાઓ પર આવેલ છે અને 563 જગ્યા ખાલી છે. આમ કેળવણી નિરીક્ષકની પાંચ ટકા જગ્યા જ ભરેલ છે અને 95 ટકા જગ્યાઓ ખાલી છે ત્યારે રાજ્યના 17 જિલ્લાઓમાં એક પણ કેળવણી નિરીક્ષક નથી જ્યારે રાજ્યના શિક્ષણ પ્રધાનના ભાવનગર જિલ્લામાં કેળવણી નિરીક્ષકની 42 જગ્યાઓ પૈકી 1 જ જગ્યા ઉપર આવેલ છે અને 41 જગ્યાઓ ખાલી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

પોલિટેક્નિક અને ઈજનેર કોલેજમાં જગ્યાઓ ખાલી - જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યની સરકારી ઇજનેરી કોલેજો અને સરકારી પોલીટેકનીક કોલેજમાં પણ એક બે અને ત્રણની ખાલી જગ્યા બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં સરકારી ઇજનેરી કોલેજમાં વર્ગ 1માં 300 જગ્યાઓ ખાલી છે. વર્ગ 2માં 557 અને વર્ગ-૩માં 297 જગ્યાઓ ખાલી છે. જ્યારે સરકારી પોલિટેકનિક કોલેજોમાં 76 વર્ગ 1 ની 124 વર્ગ 2ની અને 290 વર્ગ 3ની જગ્યાઓ ખાલી છે. આમ રાજ્યની સરકારી પોલીટેકનીક કોલેજ અને ઇજનેરી કોલેજમાં પણ અનેક જગ્યાઓ ખાલી હોવાનું વિધાનસભાગૃહમાં સામે આવ્યું છે. આમ માણસાના ધારાસભ્ય સુરેશ પટેલે કરેલા પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજમાં વર્ગ 1 મંજુર થયેલ કોઈ 534 જગ્યા સામે 234 જગ્યાઓ પર આવેલ છે અને 300 જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: અતિવૃષ્ટિથી પીડિત ઉપલેટાના ગામો હજુ પણ સહાયથી વંચિત

કોલેજોમાં વ્યાયામ શિક્ષક નહીં, 10 વર્ષ થી ભરતી નહીં - પ્રવીણ મુસડીયાએ કરેલ પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ કોલેજોની સંખ્યા 358 છે. આ કોલેજોમાં શારીરિક તાલીમ શિક્ષકની 283 જગ્યા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે તે પૈકી 137 જગ્યા ભરાયેલ છે અને 146 જગ્યાઓ ખાલી છે. આમ પી ટી આઈની ભરતી છેલ્લે 2011માં કરવામાં આવેલ એટલે કે 50 ટકા કરતાં વધુ જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લાં દસ વર્ષથી ભરતી નહીં કરતા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. ત્યારે તમે ગુજરાત ખેલે ગુજરાત જીતશે ગુજરાતનું સૂત્ર છે.

કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે - વિધાનસભા ગૃહમાં શિક્ષણ અને અનેક જગ્યા ખાલી હોવાથી બાબતે કોંગ્રેસે વિધાનસભાગૃહમાં પણ અનેક આક્ષેપ કર્યા હતા. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ બાબતે પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષકોની અને ખાલી પડી રહેલ જગ્યાઓ પર સદંતર પ્રતિબંધ પ્રક્રિયા શરુ જ છે જ્યારે કોંગ્રેસના સમયમાં આ તમામ પ્રક્રિયા બંધ થઈ હતી. કોંગ્રેસ વિધાનસભાની પ્રશ્નોત્તરીના જવાબથી ગુજરાતની જનતાને અલગ દિશામાં લઈ જઈ રહ્યા હોવાની નિવેદન પણ જીતુ વાઘાણીએ કર્યું હતું

2 વર્ષમાં એક પણ ઇજનેર કોલેજ સ્થાપવાની મંજૂરી નહીં - વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજ બાબતે પ્રશ્ન કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2021 ની સ્થિતિએ રાજ્યમાં કેટલી સરકાર ઇજનેર કોલેજ આવેલ છે કે જ્યારે છેલ્લા બે વર્ષમાં કયા જિલ્લામાં નવી સરકાર ઇજનેર કોલેજ આપવામાં આવી છે. જેના પ્રત્યુત્તરમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 16 જિલ્લાઓમાં સરકાર ઇજનેર કોલેજ છે જ્યારે છેલ્લા બે વર્ષમાં એક પણ કોલેજને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, નર્મદા, નવસારી, તાપી, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, તથા બરોડામાં એક પણ સરકારી ઇજનેર કોલેજ નથી.

આ પણ વાંચોઃ Anil Joshiyara Passes Away: કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના નિધન પર ધારાસભ્યોએ દુઃખ વ્યક્ત કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.