ETV Bharat / state

Gujarat Budget Session 2022 : પ્રથમ દિવસે કોંગ્રેસનો વિરોધ : કોંગ્રેસના સભ્યોએ ગોવિંદ પટેલને પાઠવી શુભેચ્છા..!

author img

By

Published : Mar 2, 2022, 2:11 PM IST

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના (Gujarat Budget Session 2022) પ્રથમ દિવસે 12:00 રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પ્રવચન કર્યું હતું. પરંતુ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પ્રવચન શરૂ થતાં કોંગ્રેસના સભ્યો (2022 Congress in Gujarat Assembly) નારા સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના સભ્યોએ ગોવિંદ પટેલને શુભેચ્છા પાઠવી હતી.

Gujarat Budget Session 2022 : પ્રથમ દિવસે કોંગ્રેસનો વિરોધ : કોંગ્રેસના સભ્યોએ ગોવિંદ પટેલને પાઠવી શુભેચ્છા..!
Gujarat Budget Session 2022 : પ્રથમ દિવસે કોંગ્રેસનો વિરોધ : કોંગ્રેસના સભ્યોએ ગોવિંદ પટેલને પાઠવી શુભેચ્છા..!

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના (Gujarat Budget Session 2022) પ્રથમ દિવસે 12:00 રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય વિધાનસભાગૃહમાં પ્રવચન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય વિધાનસભાગૃહમાં પોતાનું પ્રવચન શરૂ કરતાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં જ હોબાળો મચાવ્યો હતો.તો સાથે જ ગુજરાતમાં ભાજપના રાજમાં ડ્રગ્સ માફિયા રાજમાં જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીનું રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી.

પ્રવચન અટકાવ્યું

રાજ્યપાલ દ્વારા વિધાનસભાગૃહમાં 12:00 પ્રવચન શરૂ થયું હતું. જે પાંચ મિનિટ પ્રવચન ટૂંકાવી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભાગૃહમાં જેવી રીતના સૂત્રોચ્ચાર અને વિરોધ (2022 Congress in Gujarat Assembly) કરવા લાગ્યા હતા. જેને ધ્યાનમાં લઈને ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પોતાનું પ્રવચન પણ ટૂંકાવ્યું હતું.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: આજથી શરૂ થશે વિધાનસભા સત્ર, 3 માર્ચે રજૂ થશે બજેટ

ભાજપના રાજમાં ડ્રગ્સ માફિયા

ઉલ્લેખનીય છે કે ગુજરાતની દરિયાઈ પટ્ટી ઉપર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તે બાબતે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ (Congress Opposition in Assembly 2022) દર્શાવ્યો હતો. જેને લઈને રાજ્યપાલના પ્રવચન દરમિયાન "ભાજપના રાજમાં ડ્રગ્સ માફિયા" જેવો સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

રાજકોટ તોડકાંડ : ગોવિંદ પટેલ અભિનંદન

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 75 લાખ રૂપિયાની કટકી કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જે સમગ્ર બાબતે રાજ્ય સરકારે તપાસ પણ કરી હતી. જ્યારે આ જ ફરિયાદ વિજય રૂપાણી સરકારમાં પણ કરવામાં આવી હતી. ત્યારે ભુપેન્દ્ર પટેલની સરકારમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને ગૃહ વિભાગના રીપોર્ટ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને જૂનાગઢ બદલી કરવામાં આવી. તે બદલ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં જ ગોવિંદ પટેલને અભિનંદન આપ્યા હતા. ગોવિંદભાઈ "તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે"ના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચોઃ Gujarat Budget Session 2022: આજે વિધાનસભા સત્ર પહેલા યોજાશે કેબિનેટ બેઠક, નવા પ્રોજેકટ પર થશે ચર્ચા

નવા પ્રધાનમંડળના સભ્યો પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળ્યા

વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના પ્રવચન બાદ 15 મિનિટનો વિરામ હતો. તે દરમિયાન ભુપેન્દ્ર પટેલની સરકારના તમામ પ્રધાનો રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani in Assembly) અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.