ETV Bharat / state

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા નવસારીના વિદ્યાર્થીઓના વાલીઓને મળ્યા પ્રાંત અધિકારી, શું કહ્યું જુઓ

author img

By

Published : Mar 2, 2022, 8:51 AM IST

નવસારી પ્રાંત અધિકારી યુક્રેનમાં (Russia Ukraine War) ફસાયેલા વિદ્યાર્થીઓના માતા-પિતાની મુલાકાત લીધી હતી. નવસારી જિલ્લાના 17 વિદ્યાર્થીઓ યુક્રેનમાં (Students from Navsari in Ukraine) ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે.

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા નવસારીના વિદ્યાર્થીઓના વાલીઓને મળ્યા પ્રાંત અધિકારી, શું કહ્યું જુઓ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા નવસારીના વિદ્યાર્થીઓના વાલીઓને મળ્યા પ્રાંત અધિકારી, શું કહ્યું જુઓ

નવસારી : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા (Operation Ganga Flight) આરંભ્યું છે. જેમાં જમીની સ્તરે વિદ્યાર્થીઓના માતા-પિતાને મળી, તેમની સ્થિતિ (Russia Ukraine War) જાણવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા પ્રયાસ કર્યો હતો. નવસારી પ્રાંત અધિકારીએ નવસારી અને જલાલપોર તાલુકાના વિદ્યાર્થીઓને ઘરે જઈ, તેમના માતા-પિતાને મળી, તેમના બાળકોને સુરક્ષિત અને વહેલા પરત લાવવા સરકાર પ્રયાસ કરી રહી હોવાનું આશ્વાસન આપ્યું હતું.

યુક્રેનમાં ફસાયેલા નવસારીના વિદ્યાર્થીઓના વાલીઓને મળ્યા પ્રાંત અધિકારી

આ પણ વાંચો: Russsia Ukarin War: પૂર્વ મિસ યૂક્રેનનો જોવા મળ્યો જોશ, ઉતરી મેદાનમાં

રશિયાની બોર્ડર નજીક જ રહેતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ નવસારી સહિત સમગ્ર રાજ્યમાંથી બિઝનેસ મેનેજમેન્ટ અને MBBS કરવા ગયેલા હજારો વિદ્યાર્થીઓ યુક્રેનના અલગ અલગ પ્રાંતમાં ફસાયા છે. ત્યારે નવસારીના કબીલપોરમાં રહેતી હાર્દી કિરણ પટેલ (22) તેમજ આનંદ પાર્ક સોસાયટીમાં રહેતી ખ્યાતિ નિલેશસિંહ પરમાર (22) બંને યુક્રેનમાં મેડીકલ કોલેજમાં 5 માં વર્ષમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ યુદ્ધને (Students from Navsari in Ukraine) કારણે બંને યુવતીઓ સુમીમાં ફસાઈ જતા તેમના માતા-પિતા ચિંતિત બન્યા છે. કિરણ સુમીથી રશિયન બોર્ડર 35 કિમી દૂર છે. પોલેન્ડ, હંગેરી અને રોમાનિયા 900થી 1200 કિમી દૂર છે. ત્યારે યુક્રેન સરકાર ટ્રેન સેવા શરૂ કરી, વિદ્યાર્થીઓને પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરે એવા પ્રયાસો ભારત સરકાર દ્વારા થાય અને તેમની દિકરીઓ સુરક્ષિત અને વહેલી પરત ફરે તેવી માંગણી કરી રહ્યા છે.

આ પણ વાંચો: UKRAINE CRISIS : યુક્રેન સંકટ વચ્ચે વડાપ્રધાને કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત, જાણો કઇ બાબત પર કરવામાં આવી ચર્ચાઓ

નવસારી જિલ્લાના 17 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા

યુક્રેનમાં ફસાયેલા નવસારીના વિદ્યાર્થીઓને સુરક્ષિત (Students from Gujarat in Ukraine) પરત લાવવા માટે ઓપરેશન ગંગા હેઠળ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓની માહિતી ભેગી કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે નવસારીના કબીલપોર સ્થિત સમર્થ પાર્કમાં હાર્દી પટેલ અને ખ્યાતિ પરમારના માતા-પિતાને નવસારી પ્રાંત અધિકારી આર.આર. બોરડ સહિત મામલતદાર, નવસારી-વિજલપોર પાલિકાના સીઓ સહિતના અધિકારીઓએ મળીને તેમની સ્થિતિ જાણી હતી. સાથે જ બંને વિદ્યાર્થીનીઓ સાથે વિડીયો કોલ દ્વારા વાત કરી, ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં રહી, તેમને સુરક્ષિત પરત લાવવા માટેના પ્રયાસો કરી રહી હોવાનું આશ્વાસન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.