ETV Bharat / city

Gujarat Budget 2022: આજથી શરૂ થશે વિધાનસભા સત્ર, 3 માર્ચે રજૂ થશે બજેટ

author img

By

Published : Mar 1, 2022, 12:45 PM IST

Updated : Mar 2, 2022, 11:10 AM IST

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર (Gujarat Assembly Budget Session) આજથી (2 માર્ચ) શરૂ થઈ રહ્યું છે. ત્યારે વિધાનસભામાં 3 માર્ચે બજેટ રજૂ (Gujarat Budget 2022) થશે. બીજી તરફ વિપક્ષ પણ વિધાનસભામાં સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે.

Gujarat Budget 2022: આજથી શરૂ થશે વિધાનસભા સત્ર, 3 માર્ચે રજૂ થશે બજેટ
Gujarat Budget 2022: આજથી શરૂ થશે વિધાનસભા સત્ર, 3 માર્ચે રજૂ થશે બજેટ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બીજી માર્ચથી (Gujarat Assembly Budget Session) શરૂ થઈ રહ્યું છે ત્યારે 28 ફેબ્રુઆરીએ વિધાનસભાનાં અધ્યક્ષ નીમાબેન આચાર્યના નેજા હેઠળ કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કામકાજ સલાહકાર સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો- Gujarat Students Return from Ukraine : યુક્રેનથી ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ પરત ફરશે : ભુપેન્દ્ર પટેલ

3 માર્ચે રજૂ થશે બજેટ

રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ 3 માર્ચે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2022-23 માટેનું બજેટ (Gujarat Budget 2022) રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા બજેટના 2 મહિના પહેલા જ તમામ વિભાગો સાથે બેઠક કરી નવી યોજનાઓ અને નવા પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરીને બજેટમાં (Gujarat Budget 2022) સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે અગાઉ પણ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ (Kanu Desai will present the budget) સ્પષ્ટતા કરી હતી કે, આ વર્ષનું બજેટ લોકોની સુખાકારીનું બજેટ હશે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં બજેટ (Kanu Desai will present the budget) રજૂ કરશે.

આ પણ વાંચો- Indian students evacuation: યુક્રેનમાં 584 લોકો ફસાયા, 100 જેટલા યુવાનો પ્રથમ તબક્કામાં પાછા ફરશે

કયા બિલ થશે પસાર, જાણો

ગુજરાત વિધાનસભાની કાર્યવાહી (Gujarat Assembly Budget Session) અને વિદાયની બાબતે વાત કરવામાં આવે તો, બજેટ સત્રમાં (Gujarat Assembly Budget Session) ગુજરાત ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવશે. આ બંને વિધેયક રાજ્યની જનતા અને સરકાર માટે ખૂબ જ મહત્વના છે. આ ઉપરાંત ડ્રોન માટેના નવા નિયમો, કૃષિ માટેના નવા નિયમો તથા અનેક સુધારાવધારા સાથેના મહેસૂલના કાયદાના પણ વિધાયકો પણ પસાર કરવામાં આવશે.

વિપક્ષે દિવસો વધારવાની કરી માગ

વિધાનસભા સત્ર દરમિયાન દર વખતે વિપક્ષ દ્વારા દિવસો વધારવાની રજૂઆત સાથે માગ કરવામાં આવે છે. ત્યારે આ બાબતે રાજ્યના પ્રધાન જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, બેઠકનો સમય વધારવાની માગ ગેરવાજબી છે. સરકારે તો પૂરતો સમય જ આપ્યો છે. જ્યારે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં કોંગ્રેસની આંતરિક જૂથવાદ પણ જોવા મળ્યો હતો તેવું પણ નિવેદન રાજ્યના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ આપ્યું હતું. આ ઉપરાંત સભ્યોને રજાના દિવસોમાં પ્રજાના વિવિધ પ્રશ્નો ઉકેલ માટે પોતાના મતવિસ્તારમાં જવાનું હોવાથી રજાના દિવસે પણ ગૃહ ચાલુ રાખવા કોંગ્રેસે માગ કરી હતી. આ કોંગ્રેસની રાજનીતિ છે.

વિધાનસભા લાઈવ બાબતે જ્યુડિશિયલ પ્રશ્ન

વિરોધ પક્ષ દ્વારા વિધાનસભાની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવે છે. ત્યારે આ બાબતે પ્રધાન જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ગુરૂના જીવંત પ્રસારણ કરવા અંગે આખી બાબત સબજ્યુડિશિઅલ છે. કોંગ્રેસ આ માગ સાથે કોઈ ચર્ચા થઈ શકી નથી. જ્યારે કોંગ્રેસ બેઠકમાં ભાગ લેવાને બદલે બહાર રહીને માત્ર રાજનીતિ કરી રહી હોવાનું નિવેદન પણ જિતુ વાઘાણીએ આપ્યું હતું.

31 માર્ચે વિધાનસભાનો છેલ્લો દિવસ

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચે (Gujarat Assembly Budget Session) શરૂ થશે અને 31 માર્ચે સરકારી વિધાયક અને સરકારી કામકાજ સાથે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આમ, બુધવાર 31 માર્ચે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો (Gujarat Budget 2022) છેલ્લો દિવસ હશે ત્યારબાદ સપ્ટેમ્બરમાં ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાશે.

Last Updated : Mar 2, 2022, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.