ETV Bharat / state

તૌકતે સાઈકલોન અસર : વડાપ્રધાન મોદી આજે અસરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ

author img

By

Published : May 18, 2021, 10:49 PM IST

Updated : May 19, 2021, 5:37 AM IST

ગુજરાતના દરિયા કિનારે દિવ અને ઉનાની નજીક તૌકતે વાવઝોડું 17 મેના રોજ ટકરાયું હતું. જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી છે, જ્યારે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાનો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વધી પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારના રોજ સવારે 11.30 કલાકે ભાવનગર આવીને હવાઈ નિરીક્ષણ કરશે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

  • વડાપ્રધાન મોદી લેશે ગુજરાતની મુલાકાત
  • તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ
  • સવારે 11.30 કલાકે સીધા આવશે ભાવનગર એરપોર્ટ
  • ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનું કરશે નિરીક્ષણ

ગાંધીનગર: ગુજરાતમાં તૌકતેે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું વડાપ્રધાન મોદી દ્વારા આજે બુધનારે હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી બુધવારે 19 મે 2021ના નવી દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર આવશે. જ્યાંથી તેમને અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે અને ત્યાર બાદ અમદાવાદ આવશે.

આ પણ વાંચો - તૌકતે વાવાઝોડાના કારણે 3નાં મોત, 1953 ગામોમાં વીજળી ગુલ,16,500 ઝૂંપડાને અસર

મુખ્યપ્રધાન રૂપાણી સાથે યોજાશે બેઠક

તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યમાં કઈ રીતની પરિસ્થિતિ છે, રાજ્ય સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવ્યા છે અને વાવાઝોડા બાદ રાજ્ય સરકારનું કેવું આયોજન છે, તે તમામ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે. આ બેઠક બાદ વડાપ્રધાન મોદી અમદાવાદથી હવાઈ માર્ગે નવી દિલ્હી જશે.

આ પણ વાંચો - સુરતમાં વાવાઝોડાની અસર: શહેરના અલગ-અલગ વિસ્તારમાં વૃક્ષોની સાથે વીજળીના પોલ થયા ધરાશાયી

કેબિનેટ બેઠક રદ્દ

દર બુધવારે મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષ સ્થાન હેઠળ પ્રધાન મંડળની કેબિનેટ બેઠક યોજવામાં આવે છે, પરંતુ વાવાઝોડાને પગલે મુખ્યપ્રધાન રૂપાણીએ તમામ કેબિનેટ પ્રધાનોને અલગ અલગ જિલ્લાની ફાળવણી કરીને ઝીરો કેઝ્યુલ્ટીના મંત્ર સાથે જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી તમામ કેબિનેટ પ્રધનો પોતાના જવાબદાર જિલ્લામાં હાજર હતા. વડાપ્રધાન મોદી બુધવારે હવાઈ નિરીક્ષણ માટે આવતા હોવાને કારણે પણ કેબિનેટ બેઠક રદ્દ કરવામાં આવી છે.

આ પણ વાંચો - તોકતે વાવાઝોડાની વર્તમાન સ્થિતિ માટે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

Last Updated : May 19, 2021, 5:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.