ETV Bharat / state

Gujarat Corona Update:રાજ્યમાં 30થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા, 4 કોર્પોરેશનમાં 20 કેસો આવ્યા સામે

author img

By

Published : Nov 26, 2021, 7:55 AM IST

Updated : Nov 26, 2021, 1:42 PM IST

દિવાળી બાદ રાજ્યમાં કોરોના કેસોમાં(Gujarat Corona Update) પહેલા કરતા વધારો જોવા મળ્યો છે. તેમાં પણ અમદાવાદમાં કોરોના(Ahmedabad Corona case) ફરી એકવાર માથું ઊંચકી રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 કોરોના કેસ સામે આવ્યા છે. 33 જિલ્લામાંથી 4 કોર્પોરેશન અને 4 જિલ્લામાં કોરોનાના કેસો સામે આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની(corona cases in gujarat) સામે 32 લોકોને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Corona Update:રાજ્યમાં 30થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા, 4 કોર્પોરેશનમાં 20 કેસો આવ્યા સામે
Corona Update:રાજ્યમાં 30થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા, 4 કોર્પોરેશનમાં 20 કેસો આવ્યા સામે

  • રાજ્યમાં 30થી વધુ કોરોના પોઝિટિવ કેસો, 10 કેસો અમદાવાદમાં નોંધાયા
  • અત્યાર સુધી 7,89,52,203 લોકોને વેક્સિન આપવામાં આવી
  • રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી 32 લોકોને રજા અપાઈ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ(corona cases in gujarat)એપ્રિલથી જૂન મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ જુલાઈ અને ઓગષ્ટમાં કેસ ઓછા આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ(Corona transition) કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી. જો કે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં(Gujarat Corona Update) ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 35થી નીચે કેસો આવ્યા છે. 25મી નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન- અમદાવાદમાં સૌથી વધુ 10 કેસો, સુરતમાં 3, બરોડા 6 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 કોરોનાનો કેસ નોંધાયો છે.

32 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા ડીશ્ચાર્જ કરાયા

33 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની(corona positive cases in gujarat) વાત કરવામાં આવે તો 33 જિલ્લામાંથી જામનગરમાં 2, કચ્છ 2, નવસારી 2, વડોદરા 2, ભરૂચ, સોમનાથ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હતા. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ(Department of Health) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 32 દર્દીઓને રિપોર્ટ નેગેટિવ આવતા ડીશ્ચાર્જ કરાયા તેમાં સૌથી વધુ 15 અમદાવાદ માંથી છે.

5.16 લાખથી વધુ નાગરિકોને વેક્સિન આપવામાં આવી

અમદાવાદ અને વડોદરામાં કોરોનાનાં કેસોમાં સતત ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે વેક્સિન(vaccination in gujarat) પ્રક્રિયા વધારવામાં આવી છે હર ઘર દસ્તક(har ghar dastak) અંતર્ગત પણ રોજના હજારો લોકો વેક્સિન લઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 5,16,054 લોકોને વેક્સિન આપવામાં આવી હતી અને અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 7,89,52,203 લોકોને વેક્સિન આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 3.35 લાખથી વધુ લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ(Gujarat Health Department) તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 315 જેટલા એક્ટિવ(active corona Cases in Gujarat) કેસ છે, જેમાં 06 દર્દીઓ વેન્ટિલેટર પર અને 309 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,092 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,920 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ(Corona recovery rate in Gujarat) 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ ગાંધી આશ્રમમાં મુખ્ય 1 એકરની અંદરના એરિયાને રી-ડેવલોપમેન્ટ નહીં થાયઃ રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું

આ પણ વાંચોઃ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજ 2ની કરશે જાહેરાત; માવઠામાં કોઈ નુકશાની નહીં : Agriculture Minister Raghavji Patel

Last Updated : Nov 26, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.