ETV Bharat / state

વિધાનસભામાં કેગનો રિપોર્ટ ફાઈલ, કરવેરાની કુલ 42,539 કરોડની રકમ વસુલવાની બાકી

author img

By

Published : Dec 12, 2019, 12:00 PM IST

ગાંધીનગર: વિધાનસભાના અંતિમ દિવસે સત્તા પક્ષ દ્વારા વિધાનસભાના મેજ પર વર્ષ 2017-18નો કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારને કરવેરામાં વસુલવાના કુલ 42,539 કરોડની રકમ હજુ સુધી વસુલવામાં આવી નહીં હોવાનો રિપોર્ટ કેગ દ્વારા ફાઈલ કરવામાં આવ્યો હતો. જ્યારે 791 કરોડ રૂપિયાની કરચોરી પણ સામે આવી છે.

વિધાનસભામાં કેગનો રિપોર્ટ ફાઈલ, કરવેરાની કુલ 42,539 કરોડની રકમ ફસાઈ
વિધાનસભામાં કેગનો રિપોર્ટ ફાઈલ, કરવેરાની કુલ 42,539 કરોડની રકમ ફસાઈ

કેગના રિપોર્ટમાં જણાવ્યાં પ્રમાણે 13,240 કરોડ રૂપિયાનું સરકારી લેણું છેલ્લા 5 વર્ષથી સતત બાકી હોવાનું સામે આવ્યું છે. જેમાં સરકારે પૈસા વસુલ કરવામાં ઢીલી નીતિ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે કારચોરીના 64 હજારથી વધુ કેસો પડતર હોવાનું પણ કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2017-18 ના કુલ 32 હજારથી વધુ કેસો પડતર છે. જેમાં રાજ્ય સરકારને કરવેરાની કુલ 791 કરોડની કરચોરી પણ કેગ દ્વારા ઝડપી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 31 માર્ચ 2018 સુધીમાં જીએસટી અને અન્ય કરવેરામાં રાજ્ય સરકારે 40,221 કરોડ પૈકી 3971 કરોડની રકમ વસુલાત કરી છે. જ્યારે 14, 992 કરોડની રકમ વસુલવાની બાકી હોવાનું સામે આવ્યું છે.

જ્યારે કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેમ્પ ડ્યુટી 809, વીજ પર કરવેરા અને જકાતના 147 કરોડ, વાહનોના કર, ઉતારુના કર 229 કરોડ અને ગેસ નેચરલગેસની આવક પરના કરવેરાની કુલ 1133 કરોડ રૂપિયા પણ વસુલવાના બાકી છે. આમ, કેગ દ્વારા જીએસટી અને વાણિજ્ય વિભાગમાં કરવામાં આવેલી ઓડિટ GSTમાં કરવામાં આવેલા ફેરફાર, વેરાનો અયોગ્ય દર, ગ્રાહકોને રાહત અને દંડની ઓછી રકમની વસુલાત કરવામાં આવી છે. જેથી 138 કરોડની ઓછી આવક ઉભી થઇ છે.

જ્યારે રકમ વાપરવાની વાતમાં પણ કેગ દ્વારા રાજ્ય સરકારને ટીપ્પણી કરવામાં આવી છે. રાજ્ય સરકારના સાયન્સ & ટેકનોલોજી વિભાગમાં કુલ 110 કરોડની રકમ વણવપરાયેલી પડી રહી છે. જ્યારે આ રકમ જે તે સંસ્થાઓ પાસે એમ જ પડી રહી છે. જેને લઇને રાજ્ય સરકારને 110કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આમ, રાજ્ય સરકાર અનેક વિભાગોને ગ્રાન્ટ ફાળવણી કરતી હોય છે, ત્યારે તે ગ્રાન્ટનો કયા કયા ઉપયોગ કરે તે અંગેનો રિપોર્ટ પણ મંગાવવાનો રાજ્ય સરકારને હક છે. પરંતુ, રાજ્ય સરકારે કોઈ રિપોર્ટ ન મંગાવ્યો હોવાનું પણ કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Intro:Approved by panchal sir


ગાંધીનગર : વિધાનસભાના અંતિમ દિવસે સત્તા પક્ષ દ્વારા વિધાનસભા ના મેજ પર વર્ષ 2017-18નો કેગ નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં રાજ્ય સરકાર ને કરવેરામાં વસુલવાના કુલ 42, 439 કરોડની રકમ હજુ સુધી વસુલવામાં નથી આવી હોવાનો રિપોર્ટ કેગ દ્વારા ફાઈલ કરવામાં આવ્યો હતો. જ્યારે 791 કરોડ રૂપિયાની કરચોરી પણ સામે આવી છે. Body:કેગ ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 13,240 કરોડ રૂપિયાનું સરકારી લેણું છેલ્લા 5 વર્ષથી સતત બાકી હોવાનું સામે આવ્યું છે. જેમાં સરકારે પૈસા વસુલ કરવામાં ઢીલી નીતિ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે કારચોરીના 64 હાજર થી વધુ કેસો પડતર હોવાનું પણ કેગ ના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આબ્યો છે. જ્યારે વર્ષ 2017 18 ના કુલ 32 હજાર થી વધુ કેસો પડતર છે જેમાં રાજ્ય સરકાર ને કરવેરા ની કુલ 791 કરોડ ની કરચોરી પણ કેગ દ્વારા ઝડપી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 31 માર્ચ 2018 સુધીમાં જીએસટી અને અન્ય કરવેરા માં રાજ્ય સરકારે 40,221 કરોડ પૈકી 3971 કરોડ ની રકમ વસુલાત કરી છે જ્યારે 14, 992 કરોડ ની રકમ વસુલવાની બાકી હોવાનું સામે આવ્યું છે.


જ્યારે કેગ ના રિપોર્ટમાં ઉલેક્ખ કારવામાં આવ્યો છે જેમાં સ્ટેમ્પ ડ્યુટી 809, વીજ પર કરવેરા અને જકાત ના 147 કરોડ, વાહનોના કર, ઉતારુના કર 229 કરોડ અને ગેસ નેચરલગેસ ની આવક પરના કરવેરા ની કુલ 1133 કરોડ રૂપિયા પણ વસુલવાના બાકી છે. આમ કેગ દ્વારા જીએસટી અને વાણિજ્ય વિભાગમાં કરવામાં આવેલ ઓડિટ જીએસતીમાં કરવામાં આવેલ ફેરફાર, વેરાનો અયોગ્ય દર , ગ્રહકોને રાહત અને દંડ ની ઓછી રકમ ની વસુલાત કરવામાં આવી છે. જેથી 138 કરોડ ની ઓછી આવક ઉભી થઇ છે.

જ્યારે રકમ વાપરવાની વાતમાં પણ કેગ દ્વારારાજ્ય સરકાર ને ટીપણી કરવામાં આવી છે રાજ્ય સરકાર ના સાયન્સ & ટેકનોલોજી વિભગમાં કુલ 110 કરોડ ની રકમ વણવપરાયેલી પડી રહી છે. જ્યારે આ રકમ જેતે સંસ્થાઓ પાસે એમ નેમ જ પડી રહી છે. જેને લઇને કેગ દ્વારા પણ કરવામાં આવી છે કે વપરાયેલી રકમ જે તે સંસ્થા માં જ પડી રહી છે તેથી રાજ્ય સરકારને ૧૧૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.
Conclusion:આમ રાજ્ય સરકાર અનેક વિભાગો ને ગ્રાન્ટ ફાળવણી હોય છે ત્યારે તે ગ્રાન્ટનો કયા કયા ઉપયોગ કરો તે અંગેનો રિપોર્ટ પણ મંગાવવાનો રાજ્ય સરકારને હક છે પરંતુ રાજ્ય સરકારે કોઈ રિપોર્ટના મંગાવ્યો હોવાનું પણ કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે..


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.