ETV Bharat / state

પ્રવાસન માટે ગુજરાત બન્યું હોટ સ્પોટ, 20 વર્ષમાં આવ્યા 16 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ

author img

By

Published : Jan 3, 2023, 2:20 PM IST

ગુજરાત એ વિદેશી પ્રવાસીઓ માટે ફરવા માટેનું હોટ સ્પોટ બનતું (Foreign Tourist increased in Gujarat) જાય છે. અહીં છેલ્લા 20 વર્ષમાં 16 લાખથી પણ વધુ વિદેશી પ્રવાસીઓ મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે આ અંગે કેબિનેટ પ્રધાન મુળુભાઈ બેરાએ વધુ (Cabinet Minister Mulubhai Bera) માહિતી આપી હતી.

પ્રવાસન માટે ગુજરાત બન્યું હોટ સ્પોટ, 20 વર્ષમાં આવ્યા 16 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ
પ્રવાસન માટે ગુજરાત બન્યું હોટ સ્પોટ, 20 વર્ષમાં આવ્યા 16 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ

ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન સ્થળોના વિકાસ માટે (Tourist Places development in Gujarat) અનેક નવા નવા પ્રોજેક્ટ અને નવા સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે (Gujarat Tourism) વધુ પડતો વિકાસ થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક ઇવેન્ટો અને મોટી જાહેરાતો પણ આપવામાં આવે છે. ત્યારે છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં 16.35 લાખ વિદેશી પ્રવાસીઓ (Foreign Tourist increased in Gujarat) મુલાકાતે આવ્યા હતા.

વર્ષ 2019-20માં સૌથી વધુ પ્રવાસીઓ આવ્યા ગુજરાતમાં ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગે (Gujarat Tourism) આ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2019 20 માં સૌથી વધુ એટલે કે કુલ 6.09 કરોડ પ્રવાસીઓ આવ્યા છે. જ્યારે વર્ષ 2022-23માં નવેમ્બર મહિના સુધીમાં કુલ 10.55 કરોડ પ્રવાસીઓ ગુજરાતમાં નોંધાયા છે. આમાં વિદેશી પ્રવાસીઓ (Foreign Tourist increased in Gujarat) ગુજરાતમાં આવતા ગુજરાત સરકારને પણ કરોડો રૂપિયાની આવક થઈ છે, પરંતુ કેટલી આવક થઈ છે તે ગુજરાત સરકારે સ્પષ્ટતા (from foreign tourists Government get Income) કરી નથી.

કેબિનેટ પ્રધાને આપી માહિતી રાજ્યના કેબિનેટ પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાએ (Cabinet Minister Mulubhai Bera) ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હજી 10થી વધુ પ્રવાસન ક્ષેત્રે વિકાસનું કામ કરવામાં આવી રહ્યું છે. હજી આવનારા દિવસોમાં વધૂમ વધુ પ્રવાસીઓ ગુજરાતમાં આવે તે માટે માધવપુર બીચ (Madhavpur Beach), નડાબેટ સીમા દર્શન (Nadabet Seema Darshan), દ્વારકા, સોમનાથમાં ઘણા કામો કારવામાં આવશે. જ્યારે જૂનાગઢના ઉપરકોટનું કામ પૂર્ણતાને આરે છે. ત્યારે હવે આગામી દિવસોમાં વધુ પ્રવાસીઓ આવે તે રીતનું આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય પ્રવાસનમાં ગુજરાત પ્રથમ ક્રમે કેન્દ્ર સરકારના ઉત્સવ પોર્ટલ (utsav portal ministry of tourism) પરથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે. જ્યારે ઉત્સવ પોર્ટલ અંતર્ગત ગુજરાતના મોટા મંદિરોની લાઈવ આરતી કરવામાં આવે છે અને લાઈવ દર્શન પણ પ્રવાસીઓ પોતાના પોર્ટલ ઉપરથી કરી શકે છે. ત્યારે ગુજરાત ટૂરિઝમ (Gujarat Tourism) પર 9 ઈવેન્ટ, તહેવારો, અને 4 લાઈવ દર્શન જેવા કે, અંબાજી, દ્વારકા, સોમનાથ અને મહાકાળી મંદિરથી લાઈવ દર્શનની સુવિધાઓ કરવામાં આવી છે, જેથી ઓનલાઈન પ્રવાસીઓમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે.

સ્ટેટ GDPમાં 4 ટકાનું યોગદાન ગુજરાત પ્રવાસન વિભાગે (Gujarat Tourism) ગુજરાતની કુલ આવકમાં 4 ટકાનું યોગદાન કરે છે. રાજ્યના ગુજરાત ટુરિઝમ વિભાગ જણાવ્યા અનુસાર, GDPના કુલ 5.40 ટકાનું યોગદાન વર્ષ 2022માં નવેમ્બર મહિના સુધીમાં રહ્યું છે. જ્યારે હજી ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે વાત કરવામાં (Tourist Places development in Gujarat) આવે તો, ગીર અભયારણ્ય, કચ્છનું રણ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, બોર્ડર દર્શન જેવા અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને પ્રવાસન સ્થળ પર પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારની આવકમાં (from foreign tourists Government get Income) સતત વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો વડોદરા દર્શન બસ માટે લોકો જોઈ રહ્યા છે કાગડોળે રાહ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં

ગુજરાત ટુરિઝમ બનાવશે સેન્ટ્રલ સિસ્ટમ ગુજરાત પ્રવાસન વિભાગ (Gujarat Tourism) દ્વારા રાજ્યમાં જે જગ્યા પર પ્રવાસન ક્ષેત્ર આવેલા છે. ત્યાં લોકો ફરવા આવે છે અને વધુમાં વધુ મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા જેતે સ્થળનું ધ્યાન રાખવા અને તેનું યોગ્ય જાળવણી થાય છે કે નહીં પ્રવાસીઓ હેરાન પરેશાન થાય છે કે નહીં. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં એક સેન્ટર સિસ્ટમ તૈયાર કરવામાં આવશે, જેમાં ગુજરાતના તમામ પ્રવાસન સ્થળ પર CCTV કેમેરા લગાવવામાં આવશે. ગુજરાત પ્રવાસન વિભાગની ઓફિસમાં જ એક જ જગ્યા ઉપરથી તમામ એક ક્લિકમાં જોઈ શકાય અને તેનું સર્વેલન્સ પણ કરી શકાય.

વર્ષ 2003થી 2022 સુધી આટલા પ્રવાસીઓ આવ્યા ગુજરાત (પ્રવાસીઓની સંખ્યા લાખમાં છે)

વર્ષસ્થાનિક પ્રવાસીવિદેશી પ્રવાસી
2003-0479.160.65
2004-0575.520.60
2005-06105.291.74
2006-07121.362.07
2007-08138.942.29
2008-09155.122.95
2009-10167.013.10
2010-2011194.173.95
2011-12219.044.60
2012-13248.925.17
2013-14282.225.66
2014-15320.576.33
2015-16375.797.33
2016-17438.769.24
2017-18499.1710.61
2018-19563.1012.35
2019-20596.1013.19
2020-21177.970.05
2021-22289.282.17
2022-23નવેમ્બર 2022 સુધીમાં1,039.1216.35

ગુજરાત સરકારમાં 2022ની આવક (આવક કરોડ રૂપિયામાં છે)

મહિનોઆવક (કરોડ રૂ.માં)
જાન્યુઆરી5,994
ફેબ્રુઆરી7,592
માર્ચ8,269
એપ્રિલ7,322
મે6,412
જૂન9,291
જુલાઈ7,053
ઓગસ્ટ10,290
સપ્ટેમ્બર11,126
ઓક્ટોબર12,028
નવેમ્બર11,104
કુલ સરેરાશ 8,771
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.