ETV Bharat / state

કેબિનેટ બેઠકમાં ચર્ચા; રાજ્યમાં વર્ષ 2035 સુધી 60 ટકા શહેરીકરણ થશે, અમદાવાદમાં 35થી 50 માડની બિલ્ડીંગો બનશે, ફાયર NOC ઓનલાઈન આવશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 7:47 PM IST

ગાંધીનગર ખાતે આજે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં 'ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટ સમિટ'ને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડેવલોપમેન્ટ, NOC તથા ભવિષ્યના શહેરીકરણ, આર્થિક અને વેપારી તકોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

કેબિનેટ બેઠકમાં ચર્ચા
કેબિનેટ બેઠકમાં ચર્ચા

રાજ્યમાં વર્ષ 2035 સુધી 60 ટકા શહેરીકરણ થશે

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 9 થી 11 જાન્યુઆરીના રોજ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટ સમિટ યોજાવા જઈ રહી છે. પ્રથમ વખત 10મી વાઇબ્રન્ટમાં ડેવલપમેન્ટ બાબતે ખાસ પ્રકારની ચર્ચા કરવામાં આવશે. જે અંતર્ગત આજે શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારે વાઇબ્રન્ટ બાબતે ડેવલોપમેન્ટ અંગેની ખાસ જાહેરાત કરી હતી, જેમાં આગામી દિવસોમાં અમદાવાદમાં 7 જેટલી બિલ્ડીંગો 100 ફૂટથી ઉંચી બનવાની સરકારે મંજૂરી આપી છે જ્યારે આ બાબતે સરકાર સાથે ખાનગી કંપનીઓ MOU કરશે.

ફાયર NOC ઓનલાઈન પ્રાપ્ત થશે: વર્તમાન સમયમાં બિલ્ડીંગ વધે અથવા તો કોમર્શિયલ પ્રોપર્ટીમાં ફાયરની એનઓસી લેવા માટે ઓફલાઈન પ્રોસેસ કરવાની હોય છે. ત્યારે હવે આ બાબતે પણ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત રાજ્ય સરકારે દ્વારા ગુજ ફાયર સેફ્ટી કોપ નામથી ફાયર સેફ્ટી કી બોટલનું લોન્ચિંગ પણ કરવામાં આવશે. જેથી હવે ફાયર એનઓસી પણ ઓનલાઇન પ્રાપ્ત થઈ શકશે. સાથે જ શેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગિફ્ટ સિટીના વિસ્તૃતિકરણના વિસ્તારનો ડ્રાફ્ટ ડેવલપમેન્ટનું પણ લોન્ચિંગ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 15 ડિસેમ્બરના રોજ પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટ અંતર્ગત કરવામાં આવશે.

'ગુજરાતમાં અંદાજિત હાલમાં 48% શહેરીકરણ છે અને વર્ષ 2035 સુધીમાં 60 ટકા શહેરીકરણ થવાની શક્યતાઓ છે. ત્યારે લોકોની વધતી જતી વસ્તીને ધ્યાનમાં લઈને રાજ્યના શહેરી આયોજન, ડિઝાઇન અને કાર્યક્ષમ કચરાના વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રીન સ્પેસની સ્થાપના સાથે શેરી વિકાસ માટે સતત ટકાઉ મોડલ બનાવવું જરૂરી છે. જેથી ગિફ્ટ સિટી અને ડ્રીમ સિટી જેવી નોંધપાત્ર પહેલો ભવિષ્યલક્ષી અર્બન સેન્ટરની રચના માટે ગુજરાત એ શ્રેષ્ઠ ઉદાહરણ આપે છે. આમ ભવિષ્યના શહેરીકરણને લઈને પણ વાઇબ્રન્ટ સમિટમાં ખાસ ચર્ચા કરવામાં આવશે. - અશ્વિનીકુમાર (સચિવ, શહેરી વિભાગ)

100 મીટરથી વધુ ઊંચાઈ માટે 7 બિલ્ડરોને મંજૂરી: અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં 70 ફૂટની અનેક બિલ્ડીંગોની મંજૂરી આપવામાં આવી છે. 100 મીટરથી વધુ ઊંચાઈ માટે 7 બિલ્ડરોને મંજૂરી આપવામાં આવી છે. આમ રાજ્ય સરકારના નિયમો મુજબ 150 મીટર સુધી જ બિલ્ડીંગ બનાવી શકાય. જ્યારે 22 જેટલી બિલ્ડીંગ 100 મીટરથી ઉપરની બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોમર્શિયલ અને રેસીડેન્સીયલનો પણ સમાવેશ કરાયો હોવાનું અશ્વિની કુમારે જણાવ્યું હતું.

800 વધુ લોકો રહેશે હાજર: ભવિષ્યના શહેરીકરણ, આર્થિક અને વેપારી તકોને એક્સપ્લોર કરવા માટે રાજ્ય સરકારે દ્વારા 15મી ડિસેમ્બરના રોજ ફ્રી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો પર ખાસ ચર્ચા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાતના આઠ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કમિશનર અને શહેરોની રહેવાની યોગ્યતામાં વધારો કરતી સંસ્થાના 15 જેટલા પેનાલિસ્ટ સહિત 800થી વધુ એક્સપોટરોની હાજરીમાં ખાસ શેરીકરણ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

  1. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂપિયા 1 લાખ કરોડના સંભવિત રોકાણ સાથે 23 MoU સંપન્ન
  2. ધારાસભ્ય ભાયાણીના રાજીનામાને લઈને લોકો લઇ રહ્યા છે મજા, આમ આદમી પાર્ટીએ પણ શેર કર્યા મીમ્સ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.