ETV Bharat / state

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની ગતિવિધિ તેજ, 47 બેઠક પર મહિલા ઉમેદવાર સાથે 3 દાવેદારોના નામ નક્કી નક્કી

author img

By

Published : Nov 3, 2022, 8:39 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (GujaratElections2022 )ની ડાંડી પીટાઇ ગઇ છે. એવામાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની ગતિવિધિ તેજ બની છે. ગાંધીનગરમાં અમિત શાહ ( Amit shah ) ની ઉપસ્થિતિમાં શીર્ષસ્થ નેતાઓની ( BJP Parliamentary Meeting in Gandhinagar ) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 47 બેઠકો પર ત્રણ ત્રણ ઉમેદવારોના નામ (BJP Candidate panel List )ને ફાઈનલ કર્યા હોવાનું જાણવા મળે છે. આ યાદી પરથી અંતિમ લિસ્ટ મોવડીમંડળ નક્કી કરશે.

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની ગતિવિધિ તેજ, 47 બેઠક પર મહિલા ઉમેદવાર સાથે 3 દાવેદારોના નામ નક્કી નક્કી
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની ગતિવિધિ તેજ, 47 બેઠક પર મહિલા ઉમેદવાર સાથે 3 દાવેદારોના નામ નક્કી નક્કી

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત (GujaratElections2022 ) કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ત્યારે 182 વિધાનસભાની બેઠક ( Gujarat Assembly Election 2022 ) પર ઉમેદવારને લઇ કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ (Amit shah) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતા બેઠક ( BJP Parliamentary Meeting in Gandhinagar )યોજાઇ હતી. આજે પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત 47 બેઠકના ઉમેદવારોના ભાવિ નક્કી કરવામાં આવ્યા છે.

પ્રતિ બેઠક 3 ઉમેદવારો પૈકી એક મહિલા ભાજપની સેન્સ પ્રક્રિયા ( BJP sense process ) દરમિયાન જિલ્લા અને મહાનગરના પાર્લામેન્ટ્રી બોર્ડ ( BJP Parliamentary Meeting in Gandhinagar )ના સભ્યોએ 10 જેટલા સંભવિત ઉમેદવારોના લિસ્ટ મોવડીમંડળ પાસે મૂક્યું છે. ત્યારે આજથી 3 દિવસ સુધી અમિત શાહ ( Amit shah )ની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. જેમાં પ્રથમ દિવસે 47 બેઠકો પર સતત 8 કલાક સુધી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રતિ બેઠક એક મહિલા ઉમેદવારના નામ સાથે કુલ 3 નામ કેન્દ્રીય મોવડીમંડળને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે દરેક વિધાનસભા બેઠકદીઠ નિરીક્ષકો પાસેથી મહિલા દાવેદારોનું નામ મંગવામાં આવ્યું હતું.

પ્રતિ બેઠક એક મહિલા ઉમેદવારના નામ સાથે કુલ 3 નામ કેન્દ્રીય મોવડીમંડળને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું
પ્રતિ બેઠક એક મહિલા ઉમેદવારના નામ સાથે કુલ 3 નામ કેન્દ્રીય મોવડીમંડળને મોકલવાનું નક્કી કરવામાં આવ્યું

જિલ્લો અને બેઠકની સંખ્યા આજે ચર્ચા કરવામાં આવી તે બેઠકોમાં અરવલ્લી 3 બેઠક સાબરકાંઠા 4 બેઠક મહીસાગર 3 બેઠક બનાસકાંઠા 9 બેઠક સુરેન્દ્રનગર 5 બેઠક પોરબંદર 2 બેઠક ડાંગ 1 બેઠક વલસાડ 05 બેઠક તાપી 02 બેઠક નર્મદા 02 બેઠક મોરબી 03 બેઠક રાજકોટ જિલ્લો 05 બેઠક રાજકોટ શહેર 03 બેઠક શામેલ છે.

ઝોન પ્રમાણે દાવેદારી વિગતો જોઇએ તો 1490 દાવેદારીઓ ઉત્તર ગુજરાતમાંથી આવી છે. 1163 સૌરાષ્ટ્રમાંથી, 962 મધ્ય ગુજરાતમાંથી અને 725 દક્ષિણ ગુજરાતમાંથી સામે આવી છે.

બેઠકમાં કોણ રહેશે હાજર સી આર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, રત્નાકર, વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સુરેન્દ્ર પટેલ, રાજેશ ચૂડાસમા, ડોક્ટર કિરીટ સોલંકી, જશવંતસિંહ ભાભોર, કાનાજી ઠાકોર ઉપરાંત મહિલા અધ્યક્ષ દીપિકા હાજર રહ્યાં હતાં.

બેઠક બાદ 3 નેતાની ઉચ્ચસ્તરીય ખાનગી બેઠક મળતી માહિતી પ્રમાણે ભાજપ ખાતે સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડ ( BJP Parliamentary Meeting in Gandhinagar ) ની બેઠક મળી હતી અને 47 જેટલી વિધાનસભા બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. ત્રણ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ (Amit shah) તથા ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલની વચ્ચે એક કલાક ખાનગી બેઠક ચાલી હતી. આ બેઠકમાં ચૂંટણીલક્ષી ( Gujarat Assembly Election 2022 ) ચર્ચાઓ સાથે કયા નામો હજુ રહી જાય છે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી.

જીતે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય મળતી માહિતી પ્રમાણે કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit shah)ની હાજરીમાં એક એક બેઠક માટે નિરીક્ષકોના અહેવાલના આધારે જીતે તેવા ઉમેદવારના નામ અલગ તારવીને છઠ્ઠી અથવા તો સાતમી નવેમ્બરે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડમાં 14 સભ્યોનો સમાવેશ થયો હતો. જ્યારે છેલ્લી ઘડીએ તેમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયા તેમજ રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આ તમામ લોકો જે બેઠક પર ઉમેદવાર મજબૂત હોય અને જીતનો પ્રબળ દાવેદાર હશે તેને જ ભાજપ મેન્ડેટ આપશે.

10 નવેમ્બર આસપાસ પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવશે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની ( Gujarat Assembly Election 2022 ) જાહેરાત કરવામાં આવી છે. જેમાં પાંચ નવેમ્બરના દિવસે પ્રથમ જાહેર કરવામાં આવશે અને પ્રથમ તબક્કામાં 14 નવેમ્બર સુધીમાં ઉમેદવારો દાવેદારી કરી શકશે. ત્યારે મળતી માહિતી પ્રમાણે 10 નવેમ્બરની આસપાસ પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના દિવસે યોજાશે ત્યારે પ્રથમ ફેઝમાં આવતી બેઠકોની યાદી પ્રથમ જાહેર કરવામાં આવશે. આમ 10 નવેમ્બરની આસપાસ પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર 182 વિધાનસભાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

શું કહ્યું ઋત્વિજ પટેલે ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલે તેવી જણાવ્યું હતું કે આજે પાર્લામેન્ટ્રી બોર્ડ ( BJP Parliamentary Meeting in Gandhinagar ) નો પ્રથમ દિવસ છે. જેમાં 47 બેઠકો ઉપર ઉમેદવારોના ભાવિ નક્કી કરવામાં આવશે. પ્રતિ બેઠક ઉપર ત્રણ જેટલા ઉમેદવારો નક્કી થશે અને ત્યારબાદ સ્ટેટ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરેલા ઉમેદવારોનું લિસ્ટ કેન્દ્રીય પાર્લામેન્ટમાં જશે. ત્યાંથી અંતિમ લિસ્ટ એટલે કે ફાઇનલ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.