ETV Bharat / state

રૂપાણી કેબિનેટનો યુ-ટર્ન, નવરાત્રિ વેકેશન રદ, જાણો કોંગ્રેસની પ્રતિક્રિયા

author img

By

Published : Jun 6, 2019, 3:28 PM IST

Updated : Jun 6, 2019, 4:47 PM IST

ગાંધીનગરઃ નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે, ત્યારે આ પર્વ નિમિત્તે રાજ્ય સરકારે શાળાઓમાં વેકેશન જાહેર કર્યુ હતુ. પરંતુ વિરોધ બાદ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય પરત લેવાયો છે.

hd

રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાંએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરાકરની આજે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સર્વસંમતિથી નવરાત્રિ વેકેશન રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.

ભારે વિરોધ બાદ નવરાત્રિ વેકેશન રદ્દ

આજે વહેલી સવારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં નવ દિવસનું નવરાત્રિ વેકેશનની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ગણતરીના કલાકો બાદ મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય રદ્દ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિનું વેકેશન જાહેર કરાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના કારણે સરકારે દિવાળીનું વેકેશન પુનઃ લંબાવીને નવરાત્રિનું વેકેશન રદ્દ કરવાનો નિર્ણય કરવો પડ્યો છે.

Intro:નોંધ : ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને નવરાત્રીના ફાઈલ ફોટો વાપરવા વિન્નતીજી...

હેડિંગ : વિરોધ બાદ નવરાત્રી વેકેશન રદ, કેબિનેટમાં લેવાયો નિર્ણય...

સમગ્ર વિશ્વમાં નવરાત્રી નો તહેવાર ગુજરાતમાં ધામધૂમથી ઉજવાય છે ત્યારે આવું જોગણી માં સ્કૂલના બાળકો પણ બાકાત ના રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નવરાત્રિ દરમ્યાન શાળામાં વેકેશન આપવાની જાહેરાત કરી હતી પરંતુ અનેક વિરોધ થયો હતો જ્યારે આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં વેકેશન આપવાની જાહેરાત હતી પરંતુ ફરીથી વિરોધ ની આંધી જોવા મળતાં રાજ્યસરકારે આજે કેબિનેટ બેઠકમાં નવરાત્રિ વેકેશન વધારો કરવાનો નિર્ણય કર્યો છે.


Body:આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની આજે મળેલી કેબિનેટ બેઠકમાં સર્વ સંમતિથી નવરાત્રી વેકેશન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં નવ દિવસનું નવરાત્રિ વેકેશન ની પણ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ગણતરીના કલાકો બાદ મળેલી કેબિનેટ બેઠકમાં આ નવરાત્રિ વેકેશન રદ કરવાના નિર્ણય કારણે હવે શિક્ષણ બોર્ડ દ્વારા પણ શૈક્ષણિક કેલેન્ડર માં સુધારો કરવામાં આવશે...
ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ વેકેશન ની જાહેરાત કરવાની સાથે જ અનેક જગ્યાએ રાજ્ય સરકારનો વિરોધ સામે આવ્યો હતો શૈક્ષણિક સંચાલકો અને વાલી મંડળ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે આ નવરાત્રી વેકેશન ના કારણે અનેક બાળકોનું શિક્ષણ બગડે તેવી રજૂઆત પણ શૈક્ષણિક સંસ્થાઓ તથા વાલી મંડળ દ્વારા કરવામાં આવી હતી...


Conclusion:આમ આ વર્ષે પણ અનેક જગ્યાએ સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે નવરાત્રિ વેકેશન બાદ શાળામાં તરત જ ગણતરીના દિવસોમાં જ પરીક્ષા લેવામાં આવે છે જેના કારણે બાળકના પરિણામ ઉપર પણ અસર પડતી હોવાના કારણે વાલીમંડળ અને શાળા સંચાલકોએ રાજ્ય સરકારને નવરાત્રી વેકેશન રદ કરવા અંગેની ભલામણ કરી હતી આ બાબતે રાજ્ય સરકારે વિચારણા કરતા આજની કેબિનેટ બેઠકમાં નવરાત્રી 2019 મા નવરાત્રી નું વેકેશન શાળામાંથી રદ કરવામાં આવ્યું હતું જ્યારે દિવાળી વેકેશન હવે લંબાવવામાં આવશે કે નહીં તે અંગે નિર્ણય રાજ્ય સરકાર આગામી સમયમાં કરશે...
Last Updated : Jun 6, 2019, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.