ETV Bharat / state

નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂપિયા 683.3 કરોડની વહીવટી મંજૂરી: રાજેન્દ્ર ત્રિવેદી

author img

By

Published : Oct 14, 2022, 12:53 PM IST

ન્યાયતંત્રને શ્રેષ્ઠ માળખાકીય સુવિધા ઉપ્લબ્ધ કરાવવાની નેમ સાથે નવી કોર્ટ બિલ્ડિંગના (new court building) બાંધકામ માટે રૂપિયા 683.3 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે.

નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂપિયા 683.3 કરોડની વહીવટી મંજૂરી: રાજેન્દ્ર ત્રિવેદી
નવી કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂપિયા 683.3 કરોડની વહીવટી મંજૂરી: રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગર રાજય સરકારે કાયદા વિભાગ અને ન્યાયતંત્રને હંમેશા પ્રાથમિકતા આપી તેની તમામ માંગણીઓને સંતોષી છે. તેથી જ આ વિભાગને સર્વ-સમાવિષ્ટ બજેટ ફાળવણી કરવામાં આવે છે. જેમાં રાજયના કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ છે કે, કોર્ટ બિલ્ડીંગ તથા ન્યાયિક અધિકારીઓ કર્મચારીઓના સ્ટાફ કવાર્ટસ માટે છેલ્લા એક વર્ષમાં ન્યાયતંત્રને માળખાકીય સુવિધા મળી રહે તે માટે નવી કોર્ટ બિલ્ડિંગના (new court building) બાંધકામ માટે વિભાગની ચાલુ વર્ષની રૂપિયા 1740 કરોડની કુલ બજેટ જોગવાઈ સામે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા 683.3 કરોડની વહીવટી મંજૂરી તાજેતરમાં આપવામાં આવી છે.

કોર્ટ બિલ્ડીંગ વિવિધ જિલ્લામાં કોર્ટ બિલ્ડિંગ બનશે રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે અંદાજીત રૂપિયા 100 કરોડના ખર્ચે રાજયના વિવિધ તાલુકા જીલ્લા મથકોએ બહુમાળી પ્રકારના કોર્ટ બિલ્ડીંગ તૈયાર થયા છે, જેમા ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા, રાજપીપળા, ગાંધીધામ, આંકલાવ, વડોદરા જીલ્લાના દેસર તેમજ પંચમહાલ જીલ્લાના હાલોલ કોર્ટ બિલ્ડીંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજયના વિવિધ-17 જીલ્લા- તાલુકા મથકે કુલ રૂપિયા 435 કરોડના ખર્ચે કોર્ટ બિલ્ડીંગ તૈયાર થનાર છે. જેમાં ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, સુત્રાપાડા, રાજકોટ જિલ્લાના ભાયાવદર, ફેમીલી કોર્ટ અમદાવાદ, કડાણા, ગોધરા, ઉમરાળા, ટંકારા, સાણંદ, માંડલ, હિંમતનગર, છોટાઉદેપુર જિલાના કવાંટ, તાપી જિલ્લાના ઉચ્છલ, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, દાહોદ જિલ્લાના ઝાલોદ અને ભાવનગર જિલ્લા કોર્ટ બિલ્ડિંગના નિર્માણની મંજૂરીનો સમાવેશ થાય છે.

આયોજનયુક્ત સુવિધા કર્મચારીઓ માટે રહેણાંક મકાનો રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ન્યાયાલયો સાથે ન્યાયાધીશો તથા સ્ટાફની પણ ચિંતા કરે છે. તેમને પણ આધુનિક અને વ્યવસ્થિત આયોજનયુક્ત સુવિધા પુરી પાડવા માટે સરકાર સુસજ્જ છે. જેથી વિવિધ 20 તાલુકા-જીલ્લા મથક ખાતે ન્યાયાધિશો તથા સ્ટાફને રહેઠાણની સુવિધા પૂરતા પ્રમાણમાં મળે તે માટે કુલ રૂપિયા 57 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં સિદસર, રાજકોટ, સિનોર, ધોળકા, માંડલ, કડાણા, ગોધરા, પ્રાંતિજ, ઉચ્છલ, કરજણ, ડભોઈ, દેદિયાપાડા, થરાદ અને હિંમતનગર ખાતે ન્યાયિક અધિકારીશ્રી તથા કર્મચારીઓના રહેણાંક મકાનોના બાંધકામ તૈયાર કરવામાં આવશે.

હાઈકોર્ટને હસ્તક તાત્કાલિક વ્યવસ્થા તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ બદલી થઈને આવેલ ન્યાયાધીશોને તાત્કાલીક રહેઠાણના આવાસ મળે તે હેતુથી અમદાવાદ ખાતે કોમનપુલના આવાસોમાંથી ન્યાયાધિશો માટે કુલ 104 આવાસો ઈયરમાર્ક કરી નામ. હાઈકોર્ટને હસ્તક સોંપાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.