ETV Bharat / state

ગાંધીનગર સિવિલ કેમ્પસમાં 196 સીસીટીવી કેમેરા લગાવાશે, ગુનાઓ વધતા નિર્ણય લેવાયો

author img

By

Published : Nov 15, 2021, 1:18 PM IST

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં (Gandhinagar Civil Hospital )નવા 196 સીસીટીવી કેમેરા (196 CCTV cameras)લગાવવામાં આવશે. જોકે આ પહેલા સીસીટીવી કેમેરા કમ્પાઉન્ડની આઉટડોર સાઈડ ના હોવાથી દારૂનું વેચાણ પણ આ પહેલા પકડાયું હતું. આ સિવાય પણ પોલીસને પણ આ પ્રકારના કેસોમાં સીસીટીવી કેમેરા ના હોવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેથી આ સીસીટીવી કેમેરા વધુ લગાવવા માટે સિવિલ તંત્ર (Civil system)દ્વારા નક્કી કરાયુ છે.

ગાંધીનગર સિવિલ કેમ્પસમાં 196 સીસીટીવી કેમેરા લગાવાશે, કેમ્પસમાં સીસીટીવીના અભાવને કારણે ગુનાઓ વધ્યા હતા
ગાંધીનગર સિવિલ કેમ્પસમાં 196 સીસીટીવી કેમેરા લગાવાશે, કેમ્પસમાં સીસીટીવીના અભાવને કારણે ગુનાઓ વધ્યા હતા

  • ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવા 196 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે
  • સિવિલમાં ટોટલ 340થી વધુ કેમેરા લાગેલા જોવા મળશે
  • પ્રાયોરિટીવાળી જગ્યાએ બેથી ત્રણ મહિનામાં લગાવવામાં આવશે નવા કેમેરાઓ

ગાંધીનગરઃ સિવિલ કેમ્પસમાં (Civil Campus)પ્રાયોરિટીવાળી જગ્યાએ સીસીટીવી ના હોવાના કારણે ગુનેગારો સુધી પહોંચવા માટે પોલીસને મુશ્કેલીઓ પડતી હતી. ગુનાહિત અને ગેરકાયદેસર પ્રત્તિઓ આ પહેલા સામે આવી હતી. એ જગ્યા પર સીસીટીવી જ લાગેલા નહોતા. પોલીસ સીસીટીવીના આધારે ગુનેગારો સુધી સરળતાથી પહોંચી શકે છે. ગાંધીનગર સિવિલમાં સીસીટીવી કેમેરાનો (CCTV cameras in Gandhinagar Civil)અભાવ હતો પરંતુ હવે નવા સીસીટીવી કેમેરા બે થી ત્રણ મહિનામાં લગાવવામાં આવશે. ખાસ કરીને સિવિલ કેમ્પસમાં વિવિધ વિભાગોની બહાર ઉપરાંત કેમ્પસના ફરતે આઉટડોર સાઈડ તેમજ તમામ ગેટની બહાર વધુ કેમેરા લગાવવામાં આવશે.

સિવિલ હોસ્પિટલમાં અત્યારે 145 જેટલા કેમેરા લગાવવામાં આવેલા છે

આ અંગે વધુમાં જણાવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ(Civil Superintendent) નિયતી લાખાણીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે 145 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે. જોકે કમ્પાઉન્ડમાં વધુ કેમેરા આઉટસાઇડ તેમજ અંદરની સાઈડના બિલ્ડિંગમાં જયાં પ્રાયોરિટી છે ત્યાં લગાવવામાં આવશે. જે માટે અમે તજવીજ હાથ ધરી છે. આગામી બેથી ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન નવા 196 કેમેરા લગાવવામાં આવશે. એટલે કે સિવિલ કેમ્પસમાં 340થી વધુ કેમેરા ટોટલ થશે. સીસીટીવી કેમેરાથી સિવિલને કોર્ડન કરવામાં આવશે. જેથી સિવિલમાં દરેક ગતિવિધિઓ પર નજર રહેશે. આ ઉપરાંત સિવિલ કેમ્પસમાં ચારે બાજુ લાઇટિંગ કરવામાં આવશે. ઘણી જગ્યાઓ પર સિવિલમાં અંધારું જોવા મળતું હોય છે. ત્યારે તમામ જગ્યાને લાઇટિંગ રાત્રી દરમિયાન કરવામાં આવશે.

કેમેરાના હોવાથી ગુમ થયેલા બાળક શોધવામાં પોલીસને મુશ્કેલી પડી હતી

ગાંધીનગર સિવિલ કેમ્પસમાં છેલ્લા છથી આઠ મહિનામાં જુદી જુદી ઘટનાઓ સામે આવી હતી. જેમાં કમ્પાઉન્ડમાં ચાર મહિના પહેલા સીસીટીવીના અભાવે ખુલ્લેઆમ ગાડીમાં દારૂ વેચતા બે શખ્સ આ પહેલા ઝડપાયા હતા. આ પ્રકારની દારૂ વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ છેલ્લા કેટલાક સમયથી થતી હતી સિવિલના નવા કેમ્પસમાં પાર્કિંગના સામેના ભાગમાં કારમાં બેસી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું. જ્યાં સીસીટીવી કેમેરા ના હોવાથી ગુનેગારોને પણ મોકળાશ મળી હતી.

સિવિલ કેમ્પસમાંથી નવજાત શિશુનું અપહરણ થયાની ઘટના બની હતી

ત્યારે આ પહેલા 5થી 6 મહિના પહેલા સિવિલ કેમ્પસમાંથી નવજાત શિશુનું અપહરણ થયાની ઘટના પણ બની હતી. સિવિલ ગેટ પાસે જ સીસીટીવી કેમેરા ના હોવાથી પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલતા મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જ્યાં રાજસ્થાન સુધી પોલીસ પહોંચી હતી. બીજી લહેરમાં કોરોના માટે નવી બિલ્ડિંગમાં પેશન્ટને રાખવામાં આવતા હતા. જ્યાં આજથી ચાર મહિના પહેલા એક પેશન્ટ બિલ્ડિંગમાંથી નાસી છૂટયો હતો સીસીટીવીના અભાવે આ પ્રકારે કોરોના પોઝિટિવ પેશન્ટ આસાનીથી છટકી ગયો હતો. આમ આ પ્રકારે છેલ્લા 6થી 8 મહિનામાં અનેક મોટી ઘટનાઓ સિવિલ કેમ્પસમાં બની છે. જ્યાં સીસીટીવી પ્રાયોરિટીવાળી જગ્યાએ ના હોવાથી પોલીસને પણ આરોપીઓ સુધી પહોંચતા મુશ્કેલીઓ પડી હતી.

આ પણ વાંચોઃ મોરબીમાંથી પણ ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, આતંકવાદીઓ સાથે જોડાયેલા છે તાર : DGP
આ પણ વાંચોઃ World Diabetes Day 2021: ડાયાબિટીસથી કઈ રીતે બચવું તે અંગે નિષ્ણાત ડોક્ટરે શું કહ્યું? જુઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.