ETV Bharat / city

World Diabetes Day 2021: ડાયાબિટીસથી કઈ રીતે બચવું તે અંગે નિષ્ણાત ડોક્ટરે શું કહ્યું? જુઓ

author img

By

Published : Nov 15, 2021, 11:51 AM IST

World Diabetes Day 2021: ડાયાબિટીસથી કઈ રીતે બચવું તે અંગે નિષ્ણાત ડોક્ટરે શું કહ્યું? જુઓ
World Diabetes Day 2021: ડાયાબિટીસથી કઈ રીતે બચવું તે અંગે નિષ્ણાત ડોક્ટરે શું કહ્યું? જુઓ

સમગ્ર વિશ્વમાં 14 નવેમ્બરને વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diabetes Day 2021) તરીકે મનાવવામાં આવે છે. ત્યારે વર્તમાન ભાગમભાગવાળી જીવનશૈલીના કારણે ડાયાબિટીસના દર્દીઓમાં (Patients with diabetes) વધારો થઈ રહ્યો છે. તેવામાં ડાયાબિટીસ (diabetes) કેવા પ્રકારની બીમારી છે, કોને થઈ શકે અને ડાયાબિટીસથી (diabetes) બચવા શું કરવું જોઈએ તે અંગે ETV Bharatએ એક વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ ડો. એસ. જે. મેતલિયાએ (Diabetes specialist Dr. S. J. Matalia) ડાયાબિટીસ (diabetes) અંગે પોતાના અનુભવ શેર કર્યા છે.

  • વિશ્વમાં 14 નવેમ્બરે ઉજવાય છે વિશ્વ ડાયાબીટીસ દિવસ (World Diabetes Day 2021)
  • ડાયાબિટીસ અંગે માહિતી મેળવવા ETV Bharatએ નિષ્ણાત ડોક્ટર એસ. જે. મેતલિયા સાથે કરી વાતચીત
  • ડાયાબિટીસને કાબૂમાં રાખવું એ જીવનમાં ખૂબ જ અગત્યનં છેઃ ડોક્ટર
  • રોજ ચાલવાથી અને વ્યાયામ કરવાથી ડાયાબિટીસને આપી શકાય છે મ્હાતઃ ડોક્ટર
  • તમામ રોગોનું મૂળ કારણ ડાયાબિટીસ છેઃ ડોક્ટર
  • જીવનશૈલીમાં ફેરફાર કરી ડાયાબિટીસને મ્હાત આપોઃ ડોક્ટર

ગાંધીનગરઃ વર્તમાનમાં લોકોની જીવનશૈલીમાં ફેરફાર થતા લોકોએ અનેક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં અત્યારે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ETV Bharatએ ડાયાબિટીસના નિષ્ણાત ડોક્ટર એસ. જે. મેતલિયા (Diabetes specialist Dr. S. J. Matalia) સાથે વાતચીત કરી હતી.

રોજ ચાલવાથી અને વ્યાયામ કરવાથી ડાયાબિટીસને આપી શકાય છે મ્હાતઃ ડોક્ટર

ડાયાબિટીસ જ્યારે માનવ શરીરમાં પ્રવેશે ત્યારે જાણ થતી નથીઃ ડોક્ટર

ડોક્ટરે જણાવ્યું હતું કે, ડાયાબિટીસ (diabetes) એક એવો રોગ છે, જે જન્મેલા બાળકથી લઈને મોટી ઉંમરના વ્યક્તિને પણ થાય છે. જ્યારે આ રોગ ક્યારે માનવ શરીરમાં પ્રવેશે છે તેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ જ્યારે અન્ય બીમારીઓ માથું ઉંચકે છે ત્યારે ડાયાબિટીસ (diabetes)હોવાનું સામે આવે છે. આથી તેમણે લોકોને એક સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે, જીવન જીવવાની શૈલીમાં (Lifestyle) ફેરફાર કરવો જોઈએ. આ ઉપરાંત વર્તમાન સમયમાં જે સફેદ ઝેર તરીકે ગણાય છે. તેવું મીઠું અને ખાંડનો સીધો ઉપયોગ કરવો ન જોઈએ.

આ પણ વાંચોઃ મોરબી સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરોની કરાઇ નિમણુક

ડાયાબિટીસ થવાના કારણો

ડાયાબિટીસના નિષ્ણાંત ડોક્ટર એસ. જે. મેતલિયાએ (Diabetes specialist Dr. S. J. Matalia) જણાવ્યું હતું કે, ડાયાબિટીસ શા માટે થાય છે. તેમાં આપણા શરીરમાં જે ઈન્સ્યુલિન નામનો હોર્મોન હોય છે. એ આપણે જે રીતે ખોરાક લઈએ. તે પ્રમાણે એના લેવલમાં વધારો ઘટાડો કરતો હોય છે અને જો ઈન્સ્યુલિન વધુ પડે અથવા તો ઈન્સ્યુલિન શરીરમાં તમામ જગ્યાએ ફરતું હોય છે, જેથી ડાયાબિટીસ થવાની સંભાવના વધતી જાય છે. જ્યારે ડાયાબિટીસના કારણે શરીરના અનેક અંગોને નુકસાન થાય છે. આમ, નાની ઉંમરથી જ એટલે કે બાળપણથી સમય અંતરે તમામ લોકોએ ડાયાબિટીસનું ચેકિંગ (Checking for diabetes) કરવું જરૂરી છે. જ્યારે ડાયાબિટીસનો (diabetes) રોગ સૌથી વધુ જે લોકો બેઠાડું જીવન જીવતા હોય તેઓને વધુ થાય છે.

આ પણ વાંચોઃ કોરોના સામે મહત્તમ સુરક્ષા મેળવવા કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ જરૂરી, અમેરિકન ડોક્ટરનો દાવો

ડાયાબીટીસથી શરીરમાં કેવી અસર થાય છે?

ડાયાબિટીસથી (diabetes) શરીરમાં થતી અસર અંગે ડોક્ટરે જણાવ્યું હતું કે, ડાયાબિટીસના (diabetes) કારણે શરીરના બધા જ અંગોમાં તકલીફ થઈ શકતી હોય છે કે, જ્યારે મગજ અને કિડનીમાં તથા હાથને પગમાં ખાસ કરીને તકલીફનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે તમામ રોગના મૂળમાં ડાયાબિટીસ (diabetes) હોવાથી ડાયાબિટીસના કારણે અનેક રોગો થવાની સંભાવના પણ વધી જાય છે. એટલે તમામ લોકોએ આજની જીવનશૈલી પ્રમાણે શુગર કન્ટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. આમ, મેડીકલ ભાષા પ્રમાણે કસરત અને હેલ્ધી ડાયટ (Exercise and a healthy diet)એ ડાયાબિટીસને હરાવવા ખૂબ જ જરૂરી છે.

ડાયાબિટીસના કારણે અનેક મૃત્યુ થાય છે

વર્તમાન સમયમાં તમામ યુવાનો અને મોટી ઉંમરના વ્યક્તિઓ હાર્ટ એટેકથી વધારે પીડાતા હોય છે. ત્યારે ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ડાયાબિટીસના જે કોમ્પ્લિકેશન થાય છે એના લીધે ઘણા મૃત્યુ પણ થાય છે. જ્યારે ડાયાબિટીસના (diabetes) કારણે બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટએટેક (Brain stroke and heart attack0 આવવાની શક્યતા પણ વધુ થઈ જાય છે. જ્યારે ડાયાબિટીસ હોય એ બધામાં 70 ટકા લોકોને હાર્ટ એટેકની (heart attack) તકલીફ વધારે પડતી હોવાનું પણ રિસર્ચમાં સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.