ETV Bharat / state

વધઇના કલા મહાકુંભમાં કન્વીનરની મનમાની, કાર્યક્રમનો ફિયાસ્કો

author img

By

Published : Jan 18, 2020, 11:40 PM IST

ડાંગઃ જિલ્લાના વઘઇ તાલુકા મથકે યોજાયેલા કલા મહાકુંભના કાર્યક્રમમાં અન્ય જિલ્લાના શૈક્ષણિક સંઘના હોદ્દેદારોને આમંત્રિત કરાતા સ્થાનિક પ્રાથમિક શૈક્ષણિક સંઘનો ભારે વિરોધ કરાયો હતો. વઘઇ તાલુકાના કન્વીનર દ્વારા અંગત રાગ દ્વેષ રાખતા સ્થાનિક સંઘના હોદ્દેદારો કલા મહાકુંભ કાર્યક્રમથી દૂર રહ્યા હતા.

dang
વધઇના કલા મહાકુંભમાં કન્વીનરની મનમાની, કાર્યક્રમનો ફિયાસ્કો

વઘઇ તાલુકા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં તાલુકા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરેલું હતું. જેમાં વઘઇ તાલુકાના કન્વીનર દ્વારા અંગત રાગ દ્વેષ રાખી સ્થાનિક સંઘના હોદ્દેદારોને દૂર રાખવાની પેરવી કરી અન્ય જિલ્લાના શૈક્ષિક સંઘના હોદ્દેદારોને આમંત્રિત કરી પોતાની મનમાનીથી આયોજન કરેલું હતું. પરંતુ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વઘઇ દ્વારા શિક્ષકોને અપીલ કરતા આ સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષકોએ સ્વેચ્છાએ ભાગ લીધો નથી જેથી સંપૂર્ણ કાર્યક્રમમાં ફિયાસ્કો જેવું વાતાવરણ બન્યું હતું.

વધઇના કલા મહાકુંભમાં કન્વીનરની મનમાની, કાર્યક્રમનો ફિયાસ્કો

વઘઇ તાલુકા સંઘ ટૂંક સમયમાં પ્રાથમિક વિભાગનો આ કાર્યક્રમ ફરી યોજવાની માંગ કરી રહ્યા છે. આ કાર્યક્રમ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાર્યક્રમ અગાવ ફેરફાર માટે રમત-ગમ્મત અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. પરંતુ એમના દ્વારા પણ કન્વીનરની મનમાનીને સમર્થન આપ્યું હોય એમ લાગી રહ્યું હતું. કારણ કે, કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

આ કાર્યક્રમમાં કન્વીનર વઘઇ તાલુકાના બી.આર.સી કો.ઓ.ની મનમાનીથી કલાકારો વંચિત રહ્યાં હોય એમ લાગે છે. હવે પછી આગામી સમયમાં કોઈ પણ સરકારી કાર્યક્રમમાં આવા વિવાદાસ્પદ અને અંગત અદાવતને મહત્વ આપનાર વ્યક્તિને કન્વીનર ન બનાવે એવું વઘઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું હતું. જ્યારે આ બાબતે શિક્ષક સમાજમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

Intro:વઘઇ તાલુકા મથકે યોજાયેલ કલા મહાકુંભના કાર્યક્રમ માં અન્ય જિલ્લાના શૈક્ષણિક સંધના હોદ્દેદારો ને આમંત્રિત કરાતા સ્થાનિક પ્રાથમિક શૈક્ષણિક સંધ નો ભારે વિરોધ કરાયો હતો. વઘઇ તાલુકાના કન્વીનર દ્વારા અંગત રાગદ્વેષ રાખતા સ્થાનિક સંઘ ના હોદ્દેદારો કલા મહાકુંભ કાર્યક્રમ થી અળગા રહ્યા. Body:વઘઇ તાલુકા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ નું આયોજન કરેલ હતું. જેમાં વઘઇ તાલુકાના કન્વીનર દ્વારા અંગત રાગદ્વેષ  રાખી સ્થાનિક સંઘ ના હોદ્દેદારો ને અળગા રાખવા ની પેરવી કરી અન્ય જિલ્લાના શૈક્ષિક સંઘ ના હોદ્દેદારો ને આમંત્રિત કરી પોતાની મનમાની થી આયોજન કરેલ હતું. પરંતુ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વઘઇ દ્વારા શિક્ષકોને અપીલ કરતા આ સમગ્ર કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષકોએ સ્વેચ્છાએ ભાગ લીધેલ નથી જેથી સંપૂર્ણ કાર્યક્રમ માં ફિયાસ્કા જેવું વાતાવરણ હોય એમ જાણવા મળે છે. વધુ માં આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ ની પણ સૂચક ગેરહાજર રહી ડાંગના શિક્ષકો ના સંગઠનને મજબૂત બનાવવા માટે સહયોગ આપેલ જણાય છે. તાલુકા સંઘ વઘઇ દ્વારા ટુંક સમય માં પ્રાથમિક વિભાગ નો આ કાર્યક્રમ ફરી યોજવાની માંગ કરે છે. આ કાર્યક્રમ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાર્યક્રમ અગાવ ફેરફાર માટે રમત ગમ્મત અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી ને રજુઆત કરેલ પરંતુ એમના દ્વારા પણ કન્વીનર ની મનમાની ને સમર્થન આપ્યું હોય એમ જણાય છે, કારણકે કાર્યક્રમ માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલ ન હતો આ કાર્યક્રમમાં કન્વીનર વઘઇ તાલુકાના બી.આર.સી કો.ઓ.ની મનમાની થી કલાકારો વંચિત રહ્યાં હોય એમ લાગે છે. હવે પછી આગામી સમયમાં કોઈ પણ સરકારી કાર્યક્રમ માં આવા  વિવાદાસ્પદ અને અંગત અદાવત ને મહત્વ આપનાર વ્યક્તિને કન્વીનર ન બનાવે એવું વઘઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે જણાવ્યું હતું જ્યારે આ બાબતે શિક્ષક સમાજ માં ચર્ચાએ જોર પકડયું છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.