ETV Bharat / state

દાદરા નગર હવેલી અને દમણમાં 7 દિવસમાં શરૂ કરાઈ વાઇરસ ટેસ્ટિંગ લેબોરેટરી

author img

By

Published : Apr 9, 2020, 7:21 PM IST

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવમાં કોરોના વાઇરસના સેમ્પલને ચેક કરવા માટે અત્યાધુનિક લેબની શરૂઆત કરવામાં આવી છે. ICMRની માન્યતા પ્રાપ્ત આ લેબોરેટરી માત્ર 7 દિવસમાં જ કાર્યરત કરી દેવામાં આવી છે.

વાઇરસ ટેસ્ટિંગ લેબોરેટરી
વાઇરસ ટેસ્ટિંગ લેબોરેટરી

સેલવાસ : દેશમાં ફેલાયેલા કોરોના સંક્રમણના ટેસ્ટ અંગે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવમાં જે તે દર્દીના સેમ્પલ પુના અને મુંબઈ મોકલવામાં આવતા હતા. જેમાં ક્યારેક 5-5 દિવસનો સમય લાગી જતો હતો અને તેના કારણે સંક્રમણને રોકવામાં ખૂબ મોડું થતું હતું. જોકે હવે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવની સયુંક્ત વાયરોલોજી લેબ સેલવાસમાં કાર્યરત કરી દેવામાં આવી છે. જેથી દરેક કોરોના સંક્રમણના સેમ્પલને હવે ઘર આંગણે જ ચકાસી શકાશે.

આ અંગે આરોગ્ય વિભાગના ડાયરેક્ટર વી. કે. દાસે વિગતો આપી હતી. દાદરા નગર હવેલી દમણ અને દિવમાં આ ફેસિલિટી ન હોતી જોકે હવે તે મળી ગઇ છે. આ લેબની ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) માન્યતા પ્રાપ્ત થયા બાદ માત્ર 7 જ દિવસમાં માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યરત કરવામાં આવી છે. આ લેબ માટે સંઘપ્રદેશની અલકેમ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સહયોગ આપી તેમના CSR ફંડમાંથી આ લેબોરેટરી ઉભી કરવામાં આવી છે.

લેબમાં દરરોજ 60 સેમ્પલ ટેસ્ટ થશે જ્યારે મહત્તમ 120 સેમ્પલ ટેસ્ટ કરવાની સગવડ છે. આ લેબ કાર્યરત કરવા માટે આરોગ્ય વિભાગે પ્રશાસનનો પણ આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.