ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં ખેતીપાકને થયેલા નુકસાનના વળતર માટે સર્વે હાથ ધરાયો

author img

By

Published : Nov 8, 2019, 1:49 AM IST

દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે પ્રશાસન દ્વારા આ અંગે સર્વે હાથ ધરાયો હતો. જેમાં વિવિધ વિસ્તારમાં પંચાયતની ટીમ દ્વારા ખેતીની જમીન અને પાકના આધાર પુરાવા સાથે સર્વેની કામગીરી શરૂ કરાઇ હતી. જે બાદ તેઓને પાકના નુક્સાનનું વળતર ચુકવવામાં આવશે.

etv bharat

આદિવાસી ખેડુતો જેઓનો એક માત્ર આધાર ખેતી જ છે. હાલમાં પડેલ વરસાદને કારણે ખેડુતોને વ્યાપક નુકસાન થયેલ છે. ત્યારે પ્રદેશમાં 10 હજારથી વધુ ખેડુતો છે. જેઓ મુખ્ય ડાંગર અને શાકભાજીની ખેતી પર નભે છે. ત્યારે દિવાળીના દિવસોમાં પડેલા ભારે કમોસમી વરસાદને કારણે 13 હજાર હેકટરમાં તૈયાર થયેલ ડાંગરના પાકને નુકસાન થતા ખેડુતો માટે વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે.

જેના માટે પ્રશાસન દ્વારા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સહયોગ દ્વારા ખેડુતોના પાક નુકસાની માટે સર્વે કરવાનુ કાર્ય હાથ ધરવામા આવ્યુ હતું. સેલવાસના બાલદેવી વિસ્તારમાં શાળા પરિસરમાં ખેતીવાડી વિભાગના કર્મચારીઓ, ગામના ગામસેવક દ્વારા ખેડુતોના જરૂરી પુરાવાઓ લઇ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ખેતરોમા જઈ સર્વે કરવામાં આવશે.

દાદરા નગર હવેલીમા ખેતીપાકને થયેલા નુકસાનના વળતર માટે સર્વે હાથ ધરાયો

આ ખેડૂતોને જે નુકસાન થયું છે તે અંગે વર્તમાન સાંસદે પણ પ્રશાસનને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એના માટેની માગ કરી હતી. આ સર્વે કામગીરી દરમિયાન સેલવાસ પાલિકાના સભ્ય સુમનભાઈ પટેલ, ગ્રામ સેવક ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

એક અંદાજ મુજબ આ સર્વે કેમ્પમાં 600થી વધુ ખેડૂતોના ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ખેડૂતો પાસેથી પ્રશાસન દ્વારા ખેતીની જમીનનો સર્વે નંબર, બેન્કખાતા નંબર, આધાર કાર્ડ નંબર, રહેઠાણનો પુરાવો, મોબાઈલ નંબર અને કેટલા ગુંઠા જમીનમાં નુકસાન થયું છે. તેની વિગતો એકઠી કરવામાં આવી હતી.

Intro:Location :- સેલવાસ


સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમા પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલા ડાંગરના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યુ છે. ત્યારે પ્રશાસન દ્વારા આ અંગે સર્વે હાથ ધરાયો છે. જેમાં વિવિધ વિસ્તારમાં પંચાયતની ટીમ દ્વારા ખેતીની જમીન અને પાકના આધાર પુરાવા સાથે સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. જે બાદ તેઓને પાકના નુક્સાનનું વળતર ચુકવવામાં આવશે.

Body:પ્રદેશના આદિવાસી ખેડુતો જેઓનો એક માત્ર આધાર ખેતી જ છે. હાલમા પડેલ વરસાદને કારણે ખેડુતોને વ્યાપક નુકસાન થયેલ છે. પ્રદેશમા 10 હજારથી વધુ ખેડુતો છે. જેઓ મુખ્ય ડાંગર અને શાકભાજીની ખેતી પર નભે છે. ત્યારે દિવાળીના દિવસોમા પડેલા ભારે કમોસમી વરસાદને કારણે 13 હજાર હેકટરમા તૈયાર થયેલ ડાંગરના પાકને નેસ્ત નાબુદ કરી નાખતા ખેડુતો માટે વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે.


જેના માટે પ્રસાશન દ્વારા જીલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સહયોગ દ્વારા ખેડુતોના પાક નુકસાની માટે સર્વે કરવાનુ કાર્ય હાથ ધરવામા આવ્યુ છે. સેલવાસના બાલદેવી વિસ્તારમા શાળા પરિસરમા ખેતીવાડીવાડી વિભાગના કર્મચારીઓ, ગામના ગામસેવક દ્વારા ખેડુતોના જરૂરી પુરાવાઓ લઇ ફોર્મ ભરવામા આવી રહ્યા છે. ત્યારબાદ ખેતરોમા જઈ સર્વે કરવામા આવશે. 


આ ખેડૂતોને જે નુકસાન થયુ છે તે અંગે વર્તમાન સાંસદે પણ પ્રસાશનને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એના માટેની માંગ કરી છે.આ સર્વે કામગીરી દરમ્યાન સેલવાસ પાલિકાના સભ્ય સુમનભાઈ પટેલ,ગ્રામ સેવક ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. એક અંદાજ મુજબ આ સર્વે કેમ્પમાં 600થી વધુ ખેડૂતો ના ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. 

Conclusion:નુકસાનીનું વળતર અંગેના ફોર્મ ભરવાના આ કાર્યક્રમમાં ખેડૂતો પાસેથી પ્રશાસન દ્વારા ખેતીની જમીનનો સર્વે નમ્બર, બેન્કખાતા નમ્બર, આધાર કાર્ડ નમ્બર, રહેઠાણનો પુરાવો, મોબાઈલ નંબર, અને કેટલા ગુંઠા જમીનમાં નુકસાન થયું છે. તેની વિગતો એકઠી કરવામાં આવી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.