ETV Bharat / state

દાદરાનગર હવેલી અને દમણ-દીવનું એકીકરણ, પ્રશાસક પ્રફુલ પટેલે કહ્યું- આજની સવાર ઐતિહાસિક સવાર

author img

By

Published : Jan 26, 2020, 4:22 PM IST

દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સંઘપ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોતાના પ્રવચનમાં પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, આજની સવાર ઐતિહાસિક સવાર છે. આજથી સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ એકબીજામાં વિલીનીકરણ પામ્યા છે. હવેથી આ પ્રદેશ એક સંઘપ્રદેશ તરીકે ઓળખાશે. જેનું નામ દાદરા નગર અને હવેલી અને દમણ-દીવ રહેશે.

etv bharat
etv bharat

દમણ : સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દીવ એક કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે આજથી વિધિવત નવી ઓળખાણ પામ્યો છે. આ પ્રસંગને ધ્યાનમાં રાખી સંઘપ્રદેશ દમણ ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે ધ્વજ વંદન કરી પોલીસ જવાનો, કોસ્ટગાર્ડના જવાનો, શાળાના બાળકોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તિરંગાને સલામી આપી પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, જે રીતે સરદારે નવા ભારતનું નિર્માણ કર્યું હતું તે જ રીતે આજથી આ પ્રદેશમાં નવી વ્યવસ્થા સાથેનું નિર્માણ થયું છે.

દાદરાનગર હવેલી અને દમણ-દીવનું એકીકરણ

પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. નવી આશા, અરમાન અને અપેક્ષા લઈને આવેલી આજના દિવસની સવાર આ પ્રદેશના લોકો માટે ખૂબ જ મહત્વની સવાર બની છે. આજથી આ સંઘપ્રદેશના વિલિનીકરણ થયું છે. અને તેમાં મોટા વિસ્તાર તરીકે દાદરા નગર હવેલીનો પ્રભાવ યથાવત રહે તે માટે સંઘપ્રદેશના નામ ની શરૂઆત દાદરા નગરના નામથી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં આ પ્રદેશ કદાચ 3Dના નામે વધુ ઓળખશે.

પ્રશાસક પ્રફુલ પટેલે આ સંઘપ્રદેશમાં કરવામાં આવેલા વિકાસના કામોની ગાથા વર્ણવી હતી અને ઉપસ્થિત તમામ લોકોને પ્રજાસત્તાક પર્વના અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 2 સંઘપ્રદેશનું એક જ સંઘપ્રદેશમાં વિલિનીકરણ થયા બાદ પ્રથમ વખત પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજનમાં સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ, દાદરા નગર હવેલી ભાજપના માજી સાંસદ, ભાજપ પક્ષના કાર્યકરો, સરકારી અધિકારીઓ જિલ્લા પંચાયત નગર પાલિકાના અધિકારીઓ સદસ્યો, દમણ-દીવના અધિકારીઓ ભાજપના આગેવાનો દમણ-દીવના સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે તમામનો આ એકીકરણમાં સહકાર આપવા બદલ પ્રશાસક પ્રફુલ પટેલે જાહેર મંચ પરથી આભાર માન્યો હતો.

Intro:location :- દમણ

દમણ :- દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સંઘપ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે ત્રિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે આજની સવાર ઐતિહાસિક સવાર છે. આજથી સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ એકબીજામાં વિલીનીકરણ પામ્યા છે. હવેથી આ પ્રદેશ એક સંઘપ્રદેશ તરીકે ઓળખાશે. જેનું નામ દાદરા નગર અને હવેલી અને દમણ-દીવ રહેશે. આજના દિવસની સવાર આ પ્રદેશની જનતા માટે અનેક આશા, અરમાન અને અપેક્ષાઓ લઈને આવેલી સવાર છે.


Body:સંઘપ્રદેશ દાદરા નગર અને હવેલી અને દમણ-દીવ એક કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે આજથી વિધિવત નવી ઓળખાણ પામ્યો છે. આ પ્રસંગને ધ્યાનમાં રાખી સંઘપ્રદેશ દમણ ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે ધ્વજ વંદન કરી પોલીસ જવાનો, કોસ્ટગાર્ડના જવાનો, શાળાના બાળકોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તિરંગાને સલામી આપી પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે જે રીતે સરદારે નવા ભારતનું નિર્માણ કર્યું હતું તે જ રીતે આજથી આ પ્રદેશમાં નવી વ્યવસ્થા સાથે નું નિર્માણ થયું છે.

આજનો દિવસ ઐતિહાસીક દિવસ છે. નવી આશા, અરમાન અને અપેક્ષા લઈને આવેલી આજના દિવસની સવાર આ પ્રદેશના લોકો માટે ખૂબ જ મહત્વની સવાર બની છે. આજથી આ સંઘપ્રદેશના વિલિનીકરણ થયું છે. અને તેમાં મોટા વિસ્તાર તરીકે દાદરા નગર હવેલીનો પ્રભાવ યથાવત રહે તે માટે સંઘપ્રદેશના નામ ની શરૂઆત દાદરા નગરના નામથી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં આ પ્રદેશ કદાચ 3D ના નામે વધુ ઓળખશે.

પ્રશાસક પ્રફુલ પટેલે આ પ્રસંગે આ સંઘપ્રદેશમાં કરવામાં આવેલા વિકાસના કામોની ગાથા વર્ણવી હતી અને ઉપસ્થિત તમામ લોકોને પ્રજાસત્તાક પર્વના અભિનંદન પાઠવ્યા હતા.


Conclusion:ઉલ્લેખનીય છે કે 2 સંઘપ્રદેશનું એક જ સંઘપ્રદેશમાં વિલીનીકરણ થયા બાદ પ્રથમ વખત પ્રજાસત્તાક પર્વની ઉજવણી ના આયોજનમાં સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ, દાદરા નગર હવેલી ભાજપના માજી સાંસદ, ભાજપ પક્ષના કાર્યકરો, સરકારી અધિકારીઓ જિલ્લા પંચાયત નગર પાલિકાના અધિકારીઓ સદસ્યો, દમણ-દીવના અધિકારીઓ ભાજપના આગેવાનો દમણ-દીવના સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે તમામનો આ એકીકરણ માં સહકાર આપવા બદલ પ્રશાસક પ્રફુલ પટેલે જાહેર મંચ પરથી આભાર માન્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.