ETV Bharat / state

અખિલ ભારતીય કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ, કુંવરજી બાવળીયા રહ્યાં હાજર

author img

By

Published : Nov 21, 2020, 2:15 PM IST

દિવાળીના નવા વર્ષ બાદ બોટાદમાં રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો સહિતના લોકો સ્નેહમિલન કાર્યક્રમ યોજી રહ્યાં છે. બોટાદ તાલુકાના બોડી ગામે અખિલ ભારતીય કોળી સમાજનો તાલુકા કક્ષાનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાન એવા પ્રધાન કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

અખિલ ભારતીય કોળીસમાજનો સ્નેહમિલન કાર્યક્રમ, કુંવરજી બાવળીયા રહ્યાં હાજર
અખિલ ભારતીય કોળીસમાજનો સ્નેહમિલન કાર્યક્રમ, કુંવરજી બાવળીયા રહ્યાં હાજર

  • બોટાદમાં કોળી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ
  • કુંવરજી બાવળીયા રહ્યાં ઉપસ્થિત
  • કોરોનાને લઇને આવા કાર્યક્રમ સ્થગિત કરવા અપીલ કરી


બોટાદઃ કોળી સમાજના તાલુકાકક્ષાના આ કાર્યક્રમમમાં અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયા ખાસ હાજર રહ્યાં હતાં. મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો પણ હાજર રહ્યાં હતાં. જ્યાં કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી શરુઆત કરવામાં આવી હતી.

કોરોના ગાઈડ લાઈન્સનું પાલન કરાવાયું

કોળી સમાજના આગેવાનો દ્વારા કુંવરજી બાવળિયાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા તમામે કોરોનાને લઈ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે જોવા મળ્યાં હતાં. પોતાના સંબોધનમાં કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે બોડી ગામે અખિલ ભારતીય કોળીસમાજનું જે સગઠન ચાલી રહ્યું છે. તેના સગઠનના મુખ્ય આગેવાનો સાથે સ્નેહમિલન યોજાયું હતું . કોરોનાને લઈ સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોનાને લઇને આવા કાર્યક્રમ સ્થગિત કરવા અપીલ કરી

બાવળીયાએ સમાજના લોકોને કોરોનાને લઇને વિશેષ સચેત કરીને ગાઈડલાઈન્સનું પાલન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, કોળી સમાજના સંગઠને લોકડાઉનમાં સારી કામગીરી કરી છે અને આગામી દિવસોમાં પણ કામ કરશે. ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ કોરોનાને કન્ટ્રોલમાં લાવવા પ્રયાસો કર્યા છે અને સફળ રહ્યાં છીએ, ત્યારે દિવાળીના તહેવારો બાદ લોકોની ભીડ વધતાં ફરી પાછાં કેસો વધ્યાં છે અને આગામી દિવસોમાં થોડા સમય માટે સામાજિક કાર્યક્રમો મયાદિત લોકો સાથે કરવા જોઇએ અથવા તો બંધ રાખવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.