ETV Bharat / state

Sanskrit Learning in Bhavnagar : યુવરાજને લખતા વાંચતા નથી આવડતું પરંતુ સંસ્કૃતમાં શ્લોક બોલે છે કડકડાટ

author img

By

Published : Mar 6, 2023, 8:04 PM IST

આજે સંસ્કૃત માત્ર અભ્યાસમાં અને ગણ્યાગાંઠ્યા બ્રાહ્મણોના મુખે સાંભળવા મળતી હોય છે. અમે તમને એવા ટેણીયાને મેળવશું કે ઘડીક એમ થાય કેે આપણી ભાષા આપણે નથી બોલી શકતા પણ એક નાનો ટેણીયો બોલી રહ્યો છે.

Sanskrit Learning in Bhavnagar : યુવરાજને લખતાંવાંચતા નથી આવડતું પણ સંસ્કૃતમાં શ્લોક કેવા બોલે જૂઓ
Sanskrit Learning in Bhavnagar : યુવરાજને લખતાંવાંચતા નથી આવડતું પણ સંસ્કૃતમાં શ્લોક કેવા બોલે જૂઓ

ઘડીક એમ થાય કેે આપણી ભાષા આપણે નથી બોલી શકતા પણ એક નાનો ટેણીયો બોલી રહ્યો છે

ભાવનગર : ભાવનગર શહેરમાં સંસ્કૃત પાઠશાળાઓ ખાનગી રીતે ચલાવાઈ રહી છે. પરંતુ શહેરમાં એક એવા ટેણીયાની મુલાકાત અમે તમને કરાવશું કે જે સંસ્કૃત ભાષા બોલે છે. સંસ્કૃત શ્લોકમાં ફફડાતી બોલાવે છે. નવીન વાત એ છે કે તેને લખતા વાંચતા નથી આવડતું. હજુ ચાર વર્ષનો યુવરાજ નર્સરીમાં જાય છે અને કક્કો બારાખડીથી દૂર છે પણ કંઠસ્થ સંસ્કૃતમાં બધું છે. જુઓ ETV BHARATનો આ અહેવાલ જેમાં ચાર વર્ષનો યુવરાજ સંસ્કૃતમાં ફફડાટી બોલાવે છે.

પરિવારની હૂંફમાં યુવરાજ
પરિવારની હૂંફમાં યુવરાજ

પહેલાં સંસ્કૃત કેમ વિસરાઈ તે સમજો : ભાવનગર શહેરમાં એક સમયે સંસ્કૃત પાઠશાળાઓ ચાલતી હતી. નાના બાળકો શાળાઓની સાથે પાઠશાળાઓમાં જઈને સંસ્કૃત શીખતા હતા. આ પાઠશાળાઓમાં ગીતાના શ્લોક, હનુમંત શ્લોક શિવસ્તોત્ર વગેરે ધાર્મિક શાસ્ત્રનું પઠન કરીને વિદ્યાર્થીઓમાં સંસ્કૃતને સિંચવામાં આવતી હતી. પરંતુ છેલ્લા 40 વર્ષમાં ભાવનગરમાં રહેલી કેટલીક પાઠશાળાઓનું પતન થઈ ગયું. આ પાઠશાળો સરકાર હસ્તક હતી. પરંતુ કોઈ પ્રોત્સાહન ન મળવાને પગલે પાઠશાળાઓ બંધ થઈ. જો કે શહેરમાં હાલ કેટલાક લોકો ખાનગી રીતે એકથી બે પાઠશાળાઓ ચલાવી રહ્યા છે. પરંતુ તેનો લાભ સમગ્ર શહેરને મળતો નથી. આમ સંસ્કૃત ભાષા નવી પેઢીમાં વિસરાતી જાય છે.

આ પણ વાંચો Rajkot News : રાજકોટમાં અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, સંસ્કૃતમાં કોમેન્ટ્રી ને ખેલાડીઓએ પહેર્યા ધોતી ઝભ્ભા

યુવરાજ લખતા કે વાંચતા નથી શીખ્યો પણ સંસ્કૃત બોલે : ભાવનગર શહેરના વાઘાવાડી વિસ્તારમાં રહેતા મૌલિકભાઈ જોશીનો પુત્ર યુવરાજ ચાર વર્ષનો છે. યુવરાજ દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં હાલ શિક્ષણ મેળવવા નર્સરીમાં જાય છે. યુવરાજની માતા અંકિતાબેને જણાવ્યું હતું કે યુવરાજ ચાર વર્ષનો છે અને દક્ષિણા મૂર્તિ બાલમંદિરમાં જાય છે. તેને લખતા કે વાંચતા નથી આવડતું. પરંતુ નાનપણથી તેને સંસ્કૃત પ્રત્યે લગાવ હોવાથી તે હનુમાન ચાલીસા, ગીતાના અધ્યાયના શ્લોકો, હનુમંત સ્તોત્ર સહિત પોતાનો પરિચય સંસ્કૃત ભાષામાં આપે છે. તેની નાનપણમાં કંઠસ્થ કરવાની કળાને પગલે માતા પિતા પણ હર્ષની લાગણી અનુભવે છે.

આ પણ વાંચો સંસ્કૃતને ફરી વ્યવહારૂ ભાષા બનાવવા 1 લાખ સંસ્કૃતં વદતુ પુસ્તકનું વિતરણ

યુવરાજના પિતાએ સમાજને સંસ્કૃત શીખવા અનુરોધ કર્યો : યુવરાજના પિતા મૌલિકભાઈ જોષી પીજીવીસીએલમાં ફરજ બજાવે છે. મૌલિકભાઈને એકમાત્ર પુત્ર યુવરાજ છે. ત્યારે નાની ચાર વર્ષની ઉંમરે યુવરાજની સિદ્ધિ જોઈને તેના પિતા પણ ખૂબ જ ખુશ છે. ત્યારે યુવરાજના પિતા મૌલિકભાઈ જણાવ્યું હતું કે યુવરાજ નાનપણથી કોઈ પણ શ્લોક એક વખત વાંચે એટલે તેને કંઠસ્થ થઈ જાય છે. તેને ભાવનગરમાં અનેક સંસ્કૃત સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને પ્રથમ આવીને ટ્રોફી મેડલો પણ મેળવ્યા છે. આજના સમાજમાં પાશ્ચાત્ય સંસ્કૃતિને મહત્વ આપવામાં આવે છે અને લોકો અંગ્રેજી તરફ દોડતા હોય છે. ત્યારે આપણી મૂળ ભાષા સંસ્કૃતમાં તો દરેક બાળકોને નાનપણથી માતાપિતા રસ લઈને શીખવે તો સંસ્કૃત ભાષાને જાળવી શકાય તેમ છે.આપણે મૂળ ભાષાને ભૂલવી ન જોઈ અને તેના તરફ આગળ વધવું જોઈએ અને કોશિશ કરવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.