ETV Bharat / state

સંસ્કૃતને ફરી વ્યવહારૂ ભાષા બનાવવા 1 લાખ સંસ્કૃતં વદતુ પુસ્તકનું વિતરણ

author img

By

Published : Dec 22, 2022, 4:21 PM IST

સંસ્કૃત ભારતી કચ્છ (Sanskrit Bharti Kutch ) દ્વારા હે કચ્છ વદતુ સંસ્કૃતમ્ અભિયાન અંતર્ગત એક લાખ સંસ્કૃતં વદતુ પુસ્તક (He Kutch Vadtu Sanskritam Book ) ના વિતરણનું પ્રારંભ કરવામાં આવશે. જેથી કરીને લોકો સરળતાથી સંસ્કૃત ભાષા બોલી (Sanskrit Speaking Course ) શકે અને વાર્તાલાપ કરી શકે.

સંસ્કૃતને પુનઃ વ્યવહાર ભાષા બનાવવા 1 લાખ સંસ્કૃતં વદતુ પુસ્તકનું વિતરણ, ક્યાં અને કોણે કર્યું જૂઓ
સંસ્કૃતને પુનઃ વ્યવહાર ભાષા બનાવવા 1 લાખ સંસ્કૃતં વદતુ પુસ્તકનું વિતરણ, ક્યાં અને કોણે કર્યું જૂઓ

સંસ્કૃતભાષી લોકો તથા સંસ્કૃત પ્રવૃત્તિઓ કરતી સંસ્થા માટે અત્યંત આનંદના સમાચાર

કચ્છ સંસ્કૃત ભાષાને શીખવા માટે એક ઉત્તમ માર્ગ છે સંસ્કૃતમાં બોલવું. આથી સંસ્કૃતમાં કેવી રીતે બોલવું જોઈએ (Sanskrit Speaking Course ) એની થોડી કલ્પના આપવા માટે સંસ્કૃત ભારતી કચ્છ (Sanskrit Bharti Kutch ) દ્વારા સંસ્કૃતં વદતુ પુસ્તક (He Kutch Vadtu Sanskritam Campaign ) બહાર પાડવામાં આવી રહ્યું છે. આ પુસ્તકમાં થોડા વાક્યો અને શબ્દો આપેલા છે. પરંતુ આ તો ઘણું ઓછું છે. આ વાક્યો તેમ જ શબ્દો વડે તમે કલ્પના માત્ર કરી શકશો, પરંતુ તમારી અંદર પણ સંસ્કૃત છે. સંસ્કૃતને પુનઃ વ્યવહાર ભાષા બનાવી અને સંસ્કૃતના વિકાસ માટે સર્વ પ્રકારે પ્રયત્નકરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર સંસ્કૃત સપ્તાહ મહોત્સવમાં સંસ્કૃત પ્રત્યેનો પ્રેમ ઝળહળ્યો

સંસ્કૃત ભાષા શીખવા સંસ્કૃતં વદતુ પુસ્તક જિલ્લામાં વસતા સંસ્કૃતભાષી લોકો તથા સંસ્કૃત પ્રવૃત્તિઓ કરતી સંસ્થા માટે અત્યંત આનંદના સમાચાર છે. સંસ્કૃત ભાષા એ મધુર ભાષા છે, શ્રેષ્ઠ ભાષા છે, દિવ્ય ભાષા છે, પ્રાચીન ભાષા છે એમ કહીને લોકો સંસ્કૃતની પ્રશંસા કરે છે. પરંતુ સંસ્કૃતની પ્રશંસા કરવાથી તેનો વિકાસ નહીં થાય. જો તમે સંસ્કૃત બોલશો(Sanskrit Speaking Course ) અને દૈનિક જીવનમાં ઉપયોગ કરશો તો જ સંસ્કૃતનો વિકાસ થશે. સંસ્કૃત ભાષાનો અભ્યાસ સાંભળી-સાંભળીને અને બોલી-બોલીને જ થાય છે. પુસ્તક વાંચ્યા વિના. વ્યાકરણના નિયમો જાણ્યા વિના મૌખિક અભ્યાસથી જ સંસ્કૃત ભાષાને શીખી શકાય છે. આથી સંસ્કૃતમાં જ બોલવું જાઈએ.

આ પણ વાંચો સંસ્કૃત ભાષા સાત સમંદર પાર પહોંચી, ઈરાન-થાઈલેન્ડથી અભ્યાસ હેતું આવ્યા વિદ્યાર્થીઓ

પ્રથમ પુસ્તક શ્યામજી કૃષ્ણવર્માના ચરણોમાં અર્પિત ETV Bharat સાથે વાતચીત કરતાં સંસ્કૃત ભારતી પશ્ચિમ કચ્છ સંયોજક અમિતભાઈ ગોરે જણાવ્યું હતું કે, સંસ્કૃતભાષા તો એકવાર આપણી બોલચાલની ભાષા (Sanskrit Speaking Course ) હતી. એક રાષ્ટ્રનાં રૂપમાં બોલચાલની ભાષા રહી છે. એકવાર ફરી સંસ્કૃત ભાષાને બોલચાલની ભાષા બનાવવા માટે કેવળ ઇચ્છાશક્તિની આવશ્યકતા (He Kutch Vadtu Sanskritam Campaign )છે. ત્યારે કચ્છ જિલ્લામાં સંસ્કૃત ભાષાના જતન માટે સંસ્કૃતભારતી કચ્છ (Sanskrit Bharti Kutch )દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આ પુસ્તક (He Kutch Vadtu Sanskritam Book ) બહાર પાડવામાં આવશે.જેનો પ્રારંભ 25મી ડિસેમ્બરે માંડવી ખાતેના ક્રાન્તિતીર્થમાં ક્રાન્તિગુરુ પં. શ્યામજી કૃષ્ણવર્માના ચરણોમાં પ્રથમ પુસ્તકનું અર્પણ કરીને થશે.

કચ્છના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ધારાસભ્યએ સંસ્કૃતમાં શપથ લીધા વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના નવનિર્વાચિત ધારાસભ્ય તરીકેની શપથ (oath in sanskrit ) લીધા હતા. જેમાં કચ્છ જિલ્લાના માંડવી-મુન્દ્રા મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ( MLA Aniruddh Dave ) એ સંસ્કૃત ભાષામાં શપથ લીધેલ. કચ્છના સંસ્કૃત જગતના ઇતિહાસમાં આ પહેલીવાર બનેલી ઘટના એક સીમાચિહ્ન રુપ બની ગઇ છે. કચ્છ ગુજરાત સહિત સમસ્ત સંસ્કૃત જગતના કાર્યકર્તાઓ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.