ETV Bharat / state

Rajkot News : રાજકોટમાં અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, સંસ્કૃતમાં કોમેન્ટ્રી ને ખેલાડીઓએ પહેર્યા ધોતી ઝભ્ભા

author img

By

Published : Mar 3, 2023, 10:02 PM IST

જેન્ટલમેન ગેમ ક્રિકેટનો વાવર આપણે ત્યાં કેવો છે તે વિશે કહેવાપણું નથી. પણ રાજકોટની ક્રિકેટ ટુર્નામેન્ટમાં એવું જોવા મળ્યું જે આંખો ચાર કરી જાય. ક્રિકેટ મેચની સંસ્કૃત કોમેન્ટ્રી અને અસલનો ધોતીઝભ્ભાનો પહેરવેશ પ્રેક્ષકોમાં જબરું આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

Rajkot News :  રાજકોટમાં અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, સંસ્કૃતમાં કોમેન્ટ્રી ને ખેલાડીઓએ પહેર્યા ધોતી ઝભ્ભા
Rajkot News : રાજકોટમાં અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, સંસ્કૃતમાં કોમેન્ટ્રી ને ખેલાડીઓએ પહેર્યા ધોતી ઝભ્ભા

રાજકોટમાં પ્રથમ વખત આ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે

રાજકોટઃ દેશમાં પ્રથમ વખત કર્મકાંડી બ્રાહ્મણો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ સાહિત રાજ્યભરના કર્મકાંડી બ્રાહ્મણ ખેલાડીઓએ ભાગ લીધો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે તેમાં સંસ્કૃતમાં કોમેન્ટ્રી બોલવામાં આવી રહી છે. આ સાથે જ ચોક્કા અને છગ્ગા મારવા પર વૈદિક મંત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આ ક્રિકેટ ટુર્નામેન્ટ આકર્ષણનું કેન્દ્ર બની છે. ખાસ ધોતી અને ઝભ્ભા સાથે ખેલાડીઓ મેચ રમતા પણ જોવા મળી રહ્યા છે અને ચોક્કા છગ્ગા ઉપર વૈદિક મંત્રોચ્ચારનું ઉચ્ચારણ થઇ રહ્યું છે.

જે ટીમ જીતશે તે ટીમને વેદનારાયણ કપ આપવામાં આવશે
જે ટીમ જીતશે તે ટીમને વેદનારાયણ કપ આપવામાં આવશે

કર્મકાંડી બ્રાહ્મણ ક્રિકેટ ટુર્નામેન્ટ : રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા રુદ્ર શક્તિ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્યભરના કર્મકાંડી બ્રાહ્મણો માટે એક વિશેષ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ આઠ જેટલી ટીમો ભાગ લઈ રહી છે. જે આગામી ત્રણ દિવસ સુધી અલગ અલગ ટીમ સાથે મેચ રમશે. તેમજ જે ટીમ જીતશે તે ટીમને વેદનારાયણ કપ આપવામાં આવશે. જ્યારે આ ટીમના ખેલાડીઓનો ડ્રેસ કોડ પણ ઝભ્ભો ને ધોતિયું રાખવામાં આવ્યું છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જ્યારે રાજકોટમાં પ્રથમ વખત આ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. જેમાં કર્મકાંડી બ્રાહ્મણો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાંચ જુદી જુદી ભાષામાં કોમેન્ટ્રી, સંસ્કૃત ફર્સ્ટ

પારંપરિક વસ્ત્રો પહેરીને ખેલાડીઓ ગ્રાઉન્ડમાં ઉતર્યા : આ અંગે ટુર્નામેન્ટના આયોજન તેમજ ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજક ભૂદેવ સેવા સમિતિ સંસ્થા દ્વારા કરાયું છે. જેમાં માત્ર કર્મકાંડી બ્રાહ્મણો હોય તે જ ભાગ લઈ શકે છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ ખાતે આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓ પાઠશાળાની અંદર વેદપાઠી ભણેલા છે. આ યુવાનો પોતાની પાઠશાળામાં તો ક્રિકેટ રમતા જ હતા પરંતુ હવે પોતાના પરંપરિક વસ્ત્રો ઝભ્ભો અને ધોતી પહેરીને ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે.

ધોતીઝભ્ભો ધારણ કરીને  મેદાને ઊતરતી ક્રિકેટ ટીમ
ધોતીઝભ્ભો ધારણ કરીને મેદાને ઊતરતી ક્રિકેટ ટીમ

આ પણ વાંચો શું તમે ક્રિકેટ મેચમાં ક્યારેય સંસ્કૃત ભાષામાં લાઈવ કોમેન્ટ્રી અંગે વિચાર્યું છે? જાણો ભુજમાં ક્રિકેટ મેચ દરમિયાન શું બન્યું

સંસ્કાર ભાષાને જીવંત રાખવાનો પ્રયાસ : આયોજક તેમજ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવી રહી છે. આજે સંસ્કૃતએ વિશ્વની પ્રથમ ભાષા છે. જે ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે. જેને લઈને સંસ્કૃત ભાષાને જીવંત રાખવાનો આ એક અમારો અનોખો પ્રયાસ છે. જ્યારે ભૂદેવો ચોક્કા છગ્ગાની રમઝટ બોલાવે છે. ત્યારે પણ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ઉલ્લેખ છે કે રાજકોટમાં આ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટ હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે અને ચર્ચાનો વિષય પણ બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.