ETV Bharat / state

Health Tips: બેવડી ઋતુમાં શું ભોજન લેવાય એ અંગે નિષ્ણાંતે આપ્યો અભિપ્રાય

author img

By

Published : Feb 10, 2023, 10:18 AM IST

Updated : Feb 10, 2023, 11:44 AM IST

ગ્લોબલ વોર્મિંગની અસરમાં બદલાયેલા વાતાવરણમાં જો ખાવા પીવામાં ધ્યાન નહિ રાખો તો રોગના શિકાર થઈ શકો છો. આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે ચાલતી ઋતુને બદલે વાતાવરણ અલગ માનવામાં આવે છે. ત્યારે જાણો શું રાખવી કાળજી.

Bhavnagar News : ખાણીપીણીમાં રાખો કાળજી, બેવડી ઋતુમાં શું ભોજન લેવાય જાણો
Bhavnagar News : ખાણીપીણીમાં રાખો કાળજી, બેવડી ઋતુમાં શું ભોજન લેવાય જાણો

ઋતુ પ્રમાણે શું ભોજન લેવાય જાણો

ભાવનગર : કુદરત પણ માનવી સાથે ખેલ કરી રહી છે. માનવીએ કરેલા કાર્યોને પગલે ખુદ માનવી ભોગવી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં શરૂ થયેલી બે ઋતુઓ શારીરિક રીતે નુકસાનકારક બની શકે છે. ઋતુ ચક્ર પ્રમાણે હાલનું વાતાવરણ શિયાળાનું હોવુ જોઈએ પણ તેવું નથી. ગ્લોબલ વોર્મિંગની અસરમાં ઋતુ ચક્ર અને વાતાવરણ અલગ અલગ થયા છે. તેથી જો ધ્યાન રાખવામાં ના આવે તો રોગો સામાન્ય જોવા મળે છે. ચાલો જાણીએ શુ કાળજી જરૂરી.

હાલની ઋતુ અને વાતાવરણની અસર કેવી : સમગ્ર ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડીના અનુભવ બાદ અચાનક છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસે ગરમી લાગવાથી ઉનાળાનો અહેસાસ થાય છે અને રાત્રે ઠંડી હોવાથી શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં શિશિર ઋતુ ચાલી રહી છે એટલે ઠંડીની ઋતુ હોય છે જેનો હજુ પ્રારંભ થયો છે, પરંતુ વાતાવરણ શિશિર ઋતુ પૂર્ણ થતી હોય તેવું વાતાવરણ સર્જાયું છે જે શારીરિક રીતે નુકસાનકારક હોઈ શકે છે.

આ પણ વાંચો : મહિલાનું દેશી ભાણું ખાઈને તમે ફાસ્ટ ફૂડને પણ ભૂલી જશો

કેવા કેવા રોગ જન્મે : ભાવનગર શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં દિવસે ગરમીનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. ત્યારે ઉનાળો આવી ગયો તેવું લોકમુખે ચર્ચાઈ છે. બહાર ફરતા લોકો પોતાના કાર્ય દરમિયાન અને રાત્રે પણ ભોજન લેવામાં કાળજી રાખતા નથી. આથી શરદી, ઉધરસ, વાયુ અને કફ જેવી સામાન્ય તકલીફો થવાના કેસો વધુ જોવા મળતા હોય છે. ભાવનગરમાં છેલ્લા 15 દિવસમાં મહાનગરપાલિકાના હોસ્પિટલોમાં 629 કફ, શરદી અને તાવના કેસો નોંધાયા છે. જે દર્શાવે છે કે ઉનાળાનો પ્રારંભ થયો નથી.

આ પણ વાંચો : Food Poisoning In Katihar: કટિહારમાં શ્રાદ્ધનું ભોજન ખાધા બાદ 82થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

ક્યુ ભોજન અને પીણાથી બચવું જોઈએ : ગ્લોબલ વોર્મિંગના કારણે આજે દિવસે ગરમી અનુભવતા લોકો શરીરમાં ઠંડક કરવા માટે ઠંડાપીણા, આઈસ્ક્રીમ, દ્રાક્ષ, દહીં જેવી ઠંડી ચિઝો આરોગતા હોય છે, પરંતુ આ ચિઝો આરોગવાથી શરીરમાં કફ, શરદી અને વાયુ વધવાની શક્યતાઓ વધી જાય છે. માટે આ બધી ચીજોથી દૂર રહેવું જોઈએ. માર્ચ માસથી સાચો ઉનાળો એટલે કે વસંત ઋતુનો પ્રારંભ થયા બાદ ઉપરના ખોરાક કે પીણાં આરોગવા જોઈએ. હાલની સ્થિતિમાં શરદી, ઉધરસ કે કફ હોય તો રાત્રે સૂંઠ કે હળદર વાળું દૂધ પીવું જોઈએ તેમ આયુર્વેદ ડોકટર માધવી પટેલે જણાવ્યું હતું.

Last Updated :Feb 10, 2023, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.