ETV Bharat / state

PM Modi 73rd Birthday : PM મોદીના જન્મદિવસની આગોતરી શુભેચ્છાઓ પાઠવતું યોગ બોર્ડ, ભાવેણાંવાસીઓ વહેલી સવારે જોડાયાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 5:12 PM IST

પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિંમિત્તે યોજાતાં કાર્યક્રમોની શૃખંલામાં યોગ શિબિરનો સમાવેશ પણ થયો છે. ભાવનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે લોકો જોડાયાં હતાં અને પીએમ મોદીને 73માં જન્મદિવસની આગોતરી શુભેચ્છા પાઠવી છે.

PM Modi 73rd Birthday : પીએમ મોદીના જન્મદિવસની આગોતરી શુભેચ્છાઓ પાઠવતું યોગ બોર્ડ, ભાવેણાંવાસીઓ વહેલી સવારે જોડાયાં
PM Modi 73rd Birthday : પીએમ મોદીના જન્મદિવસની આગોતરી શુભેચ્છાઓ પાઠવતું યોગ બોર્ડ, ભાવેણાંવાસીઓ વહેલી સવારે જોડાયાં

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં વડાપ્રધાનને જન્મ દિવસની શુભેચ્છાઓ યોગ મારફત આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલી બે દિવસીય શિબિરોમાં શહેરના લોકો જોડાયા હતાં. ભાવનગર શહેર અને જિલ્લામાં યોગ શિબિરોનું બે દિવસ આયોજન કરાયું છે. 17 તારીખે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં યોગ શિબિરો યોજાશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાવનગર શહેર અને જિલ્લામાં 16 તારીખથી 17 તારીખ એમ બે દિવસ યોગ શિબિરો યોજાઈ છે. જેમાં લોકો સ્વયંભૂ યોગ શિબિરોમાં જોડાયા છે. શહેર અને જિલ્લામાં ત્રણ સ્થળો ઉપર કાર્યક્રમો પહેલા દિવસે સફળ રહ્યો હતો. જન્મ દિવસની શુભેચ્છા પ્રથમ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાઠવવામાં આવી છે.

જરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન
જરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન

શહેરમાં બે સ્થળો પર યોગ શિબિરો : ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ નક્કી કરેલા સ્થળો ખાતે યોગ શિબિર 16 તારીખના રોજ યોજવામાં આવી હતી. દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શુભેચ્છા પાઠવવા સૌ કોઈ યાદ કરે તેવા હેતુથી સમગ્ર રાજ્યમાં બે દિવસ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં શામળદાસ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ, ક્રેસન્ટમાં આલ્ફ્રેડ સ્કૂલના ગ્રાઉન્ડમાં તેમજ જિલ્લામાં પાલીતાણા હાઈસ્કૂલ તળેટી ખાતે યોગ શિબિરો યોજાઈ જેમાં સ્વયંભૂ યોગસાધક લોકો હાજર રહ્યાં હતાં.

સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસને “ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરાયેલી છે. આમ યોગ શિબિરો ફક્ત યોગ દિવસ નિમિત્તે નહીં, વડાપ્રધાનના જન્મદિવસે યોજીને યોગ બોર્ડ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી આયોજન કર્યું હતું. વડાપ્રધાનના જન્મ દિવસે તેવું આયોજન કરાયું જેમાં લોકકલ્યાણ કાર્યો થઈ શકે... જીજ્ઞેશ પટેલ ( યોગ કોર્ડિંનેટર )

વડાપ્રધાનને શુભેચ્છા આપવા લોકો જોડાયાં : ભાવનગર શહેર અને જિલ્લામાં યોજાયેલી યોગ શિબિરમાં યોગ ખેલાડીઓ,યોગ ટ્રેનરો, અધિકારીઓ સહિત યોગથી પ્રભાવિત થયેલા લોકોએ હાજરી આપી હતી. યોગ શિબિરોમાં જોડાઈને દરેક લોકોએ વડાપ્રધાનને યોગ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે નાના-મોટા સૌ કોઈ યોગ શિબિરમાં નજરે પડતા હતા. વહેલી સવારે છ કલાકથી લઈને આઠ કલાક સુધી બે કલાકની યોગ શિબિરનું આયોજન પ્રથમ દિવસે કરાયું હતું, ત્યારે આવતીકાલે 17 સપ્ટેમ્બરમાં રોજ પણ સવારમાં યોગ શિબિરો યોજાશે અને વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવશે.

  1. Ayushman Bhav Campaign : PM મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ થશે આયુષ્યમાન ભવ અભિયાન
  2. PM Modi 73rd Birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસની ઉજવણી એએમસી દ્વારા એક સપ્તાહ સુધી કરાશે
  3. PM Modi Birthday : પાટણથી 150 ટન માટી મંગાવી ગાંધીનગરમાં પીએમ મોદીનું રેત શિલ્પ બનાવડાવ્યું, કોણે કર્યો આ ઉદ્યમ જાણો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.