ETV Bharat / state

ભાવનગરની શાન ગંગાજળિયા તળાવમાં હવે ગંદકીનું સામ્રાજ્ય, સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું

author img

By

Published : Dec 16, 2022, 9:09 AM IST

ભાવનગરની શાન સમાન ગંગાજળિયા તળાવમાં આજે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આ તળાવની પાછળ મહાનગરપાલિકાએ (bhavnagar municipal corporation) 10 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા પણ સ્થિતિ ત્યાંને ત્યાં જ છે. એક સમયે હરવા ફરવાનું ઉત્તમ સ્થળ ગણાતું આ તળાવ સામે હવે લોકો જોતા પણ નથી. તેના કારણે મહાનગરપાલિકાની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ (corporation fail to maintain gangajaliya talav) આવે છે. તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું.

ભાવનગરની શાન ગંગાજળિયા તળાવમાં હવે ગંદકીનું સામ્રાજ્ય, સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું
ભાવનગરની શાન ગંગાજળિયા તળાવમાં હવે ગંદકીનું સામ્રાજ્ય, સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું

શાસકે બચાવમાં દોષનો ટોપલો મૂંગા પક્ષીઓ પર નાખ્યો

ભાવનગર દેશમાં માત્ર 2 એવા શહેરો છે. જ્યાં શહેરની વચ્ચે તળાવો આવ્યા હોય અને યાયાવર પક્ષીઓ વસવાટ કરતા હોય ત્યારે ભાવનગરનો સમાવેશ આ 2 શહેરોમાં થાય છે, પરંતુ શહેરની શાન સમાન ગંગાજળિયા તળાવ (corporation fail to maintain gangajaliya talav) લોકોની સુખકારીમાં કરોડોના ખર્ચે નવીન જરૂર બનાવ્યું પણ તેનો લાભ હાલમાં લઈ શકાતો નથી. જાણો કેમ.

વિપક્ષના પ્રહાર શહેરની વચ્ચે આવેલું ગંગાજળિયા તળાવ શહેરની આન બાન અને શાન (corporation fail to maintain gangajaliya talav) છે, પરંતુ કરોડોના ખર્ચે તૈયાર થયેલું તળાવ હાલમાં ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ રહ્યું છે. તળાવની પાળે બેસવા જવાનો વિચાર કરનારે (gangajaliya talav bhavnagar) વિચારવું પડે છે. શાસકો દોષનો ટોપલો મૂંગા પક્ષીઓ પર જીકી રહ્યા છે. વિપક્ષે પ્રહાર કર્યો અને ચાબખા માર્યા છે. શુ કહે છે સત્તાધીશો અને વિપક્ષ જાણીએ.

શહેરની શાન ગંગાજળિયા તળાવની ખરડાઈ રહી છે કેમ ભાવનગરની આન બાન અને શાન એટલે ગંગાજળિયા તળાવ (gangajaliya talav bhavnagar) કહેવામાં આવે છે. મહાનગરપાલિકાએ (bhavnagar municipal corporation) 10 કરોડ નાખીને પ્રજાની સુખાકારી માટે નવીનીકરણ (gangajaliya talav bhavnagar renovation) કર્યું, પરંતુ સ્વચ્છતાના પાઠ ક્યાંક ખુદ નહીં ભણનાર મહાનગરપાલિકાની બેદરકારીએ હાલમાં ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાયું છે. તળાવમાં કચરો,પ્લાસ્ટિક બોટલ, મૃત પક્ષી વગેરે પાણીમાં જોવા મળી રહ્યા છે તો પાણીમાં લીલી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે.

શાસકે બચાવમાં દોષનો ટોપલો મૂંગા પક્ષીઓ પર નાખ્યો ગંગાજળિયા તળાવમાં (gangajaliya talav bhavnagar) ગંદકી કચરો કરી રહી છે. તળાવની પાળે ગરીબ ઘર વિહોણા ઘરના સામાન સાથે વસવાટ કરી રહ્યા છે. તળાવના પાણીમાં પ્લાસ્ટિક બોટલ, પ્લાસ્ટિક ચિજોનો કચરો સહિત વનસ્પતિ અને મૃત પક્ષી જોવા મળતા હોવા છતાં શાસકોએ બચાવમાં આવતી દુર્ગંધ અને ગંદકી માટે મૂંગા આવતા પક્ષીઓને જવાબદાર ઠેરવ્યા છે. માની શકાય કે, મૂંગા પક્ષીઓના ચરકની દુર્ગંધ હોઈ પણ ગંદકી પાણીમાં થતી કોઈ પક્ષીઓ કરી શકતા નથી.

શિયાળામાં દુર્ગંધ વધુ આવે છે ભાવનગર મહાનગરપાલિકાએ (bhavnagar municipal corporation) ગંગાજળિયા તળાવને (gangajaliya talav bhavnagar) સુંદર બનાવવા 2 વર્ષ પહેલાં 10 કરોડનો ખર્ચ કર્યો છે અને તેની શોભામાં પણ વધારો થયો છે, પરંતુ શિયાળા દરમિયાન વિવિધ દેશમાંથી આવતા પક્ષીઓના ચરકની દુર્ગંધ ત્યાં આવતી હોય છે. આ માટે સૂચના આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં વનસ્પતિ કાઢવાનું વગેરે કામ હાથ પર લેવાશે.

વિપક્ષે કર્યો વાર મહાનગરપાલિકા બનાવી કમાવવાની સંસ્થા ગંગાજળિયા તળાવને નવીનીકરણ માટે 10 કરોડ (gangajaliya talav bhavnagar renovation) ખર્ચવામાં આવ્યા છે, જેમાં બિઝનેસ સેન્ટરની દિવાલ તરફ પાર્કિંગ કરવામાં આવ્યું છે. જ્યારે 3 તરફ રસ્તાની પાળ આવે છે. ત્યારે વિપક્ષના વિરોધ પક્ષના નેતા ભરત બુધેલીયા સાથે સંપર્ક થઈ શક્યો નહતો, પણ પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગંગાજળિયા તળાવ (gangajaliya talav bhavnagar renovation) ગંગાદેરી જેવી પૌરાણિક અને શહેરની શાન સમાનના છેડે આવેલી છે. તળાવને લઈ અગાઉ સામાન્ય સભામાં મુદ્દો (bhavnagar municipal corporation) ઉઠાવ્યો હતો અને અધિકારીએ બીજા દિવસથી કામ કરવાની ખાતરી આપી હતી, પરંતુ કશું થયું નહિ. પે પાર્કિંગ કરીને કમાવવાની સંસ્થા મહાનગરપાલિકા બનાવી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.