ETV Bharat / state

સરકારના શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો BTPએ વિરોધ કર્યો

author img

By

Published : Dec 9, 2019, 9:03 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકારના શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTB) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સોમવારે ગાંધીનગરમાં રેલીની જાહેરાતના પગલે ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાની ગાંધીનગર પોલીસે કરી અટકાયત કરી હતી.

રાજ્ય સરકારના શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા વિરોધ
રાજ્ય સરકારના શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા વિરોધ

ગાંધીનગરમાં રેલીની જાહેરાતના પગલે ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાની ગાંધીનગર પોલીસે કરી અટકાયત કરી હતી. જ્યારે 60થી વધુ કાર્યકરોને ભરૂચ પોલીસ દ્વારા જિલ્લામાં જ નજર કેદ કરાયા હતા.

રાજ્ય સરકારના શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા વિરોધ

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ વિવિધ સરકારી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોમવારના રોજ બીટીપી દ્વારા ગાંધીનગરમાં રેલીની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે રેલી પૂર્વે જ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને ડેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશ વસાવાની અટકાયત કરી લીધી હતી. આ તરફ ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર, ઝઘડીયા વાલિયા અને નેત્રંગ પંથકમાંથી બીટીપીના 60થી વધુ કાર્યકરોને ગાંધીનગર જતા અટકાવવા જિલ્લામાં જ નજર કેદ કરાયા હતા.

ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, સરકારના આ નિર્ણયમાં કારણે ટ્રાયબલ વિસ્તારમાં આવેલ 4 હજાર શાળાઓ મર્જ થશે. જેના કારણે આદિવાસીઓનાં બાળકોને શિક્ષણ માટે વલખા મારવા પડશે. સરકાર આ નિર્ણય થકી આદિવાસીઓના બાળકોને શિક્ષણથી વંચિત રાખવા માગતી હોવાના પણ આક્ષેપ કરાયા છે.

Intro:-રાજ્ય સરકારના શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા વિરોધ
-ગાંધીનગરમાં રેલીની જાહેરાતના પગલે ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાની ગાંધીનગર પોલીસે કરી અટકાયત
-તો ૬૦થી વધુ કાર્યકરોનને ભરૂચ પોલીસ દ્વારા જીલ્લામાં જ નજર કેદ કરાયા
Body:રાજ્ય સરકારના શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ગાંધીનગરમાં રેલીની જાહેરાતના પગલે ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાની ગાંધીનગર પોલીસે કરી અટકાયત કરી હતી Conclusion:રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ વિવિધ સરકારી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ બીટીપી દ્વારા ગાંધીનગરમાં રેલીની જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે પોલીસે રેલી પૂર્વે જ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને ડેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશ વસાવાની અટકાયત કરી લીધી હતી.આ તરફ ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર,ઝઘડીયા વાલિયા અને નેત્રંગ પંથકમાંથી બીટીપીનાં ૬૦થી વધુ કાર્યકરોને ગાંધીનગર જતા અટકાવવા જીલ્લામાં જ નજર કેદ કરાયા હતા.ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે સરકારના આ નિર્ણયમાં કારણે ટ્રાયબલ વિસ્તારમાં આવેલ ૪ હજાર શાળાઓ મર્જ થશે જેના કારણે આદિવાસીઓનાં બાળકોને શિક્ષણ માટે વલખા મારવા પડશે.સરકાર આ નિર્ણય થકી આદિવાસીઓના બાળકોને શિક્ષણથી વંચિત રાખવા માંગતી હોવાના પણ આક્ષેપ કરાયા છે
બાઈટ
શશી વસાવા-આગેવાન ભારતીય ટ્રાયબલ પાર્ટી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.