ETV Bharat / state

ખેડાથી રણુજા દર્શન કરવા જતા પરિવારને નડ્યો અકસ્માત, 1નું મોત, 7 ઈજાગ્રસ્ત

author img

By

Published : Nov 5, 2022, 10:51 AM IST

ડીસા પાટણ રોડ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો (Truck Accident at Deesa Patan Highway) હતો. તેના કારણે રણુજા દર્શન કરવા જતા (ranuja temple rajasthan) એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં (Deesa Government Hospital) ખસેડવામાં આવ્યા હતા.

ખેડાથી રણુજા દર્શન કરવા જતા પરિવારને નડ્યો અકસ્માત, 1નું મોત, 7 ઈજાગ્રસ્ત
ખેડાથી રણુજા દર્શન કરવા જતા પરિવારને નડ્યો અકસ્માત, 1નું મોત, 7 ઈજાગ્રસ્ત

બનાસકાંઠા ડીસા પાટણ રોડ પર આજે (Truck Accident at Deesa Patan Highway) વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રેક્ટરની પાછળથી ટ્રકચાલકે જોરદાર ટક્કર મારી હતી. તેના કારણે રણુજા દર્શન (ranuja temple rajasthan)માટે જઈ રહેલા એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 7 ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડવામાં (Deesa Government Hospital) આવ્યા હતા.

જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો બનાસકાંઠા જિલ્લામાં એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે. તો બીજી તરફ ચૂંટણીના માહોલ વચ્ચે માર્ગ અકસ્માતના બનાવવામાં પણ સતત વધારો થઈ (Accident in Banaskantha) રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ અનેક નાનામોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. ખાસ કરીને મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો

પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માગ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર વારંવાર અકસ્માતો સર્જાઇ (Truck Accident at Deesa Patan Highway) રહ્યા છે. ત્યારે અકસ્માતમાં વધુ લોકોના ભોગ ન લેવાય તે માટે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે (Banaskantha Police Patrolling) અને પૂરપાટ ઝડપે વાહન હંકાળતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.

રણુજા જતા પરિવારને અકસ્માત નડ્યો ખેડાથી રાજસ્થાનના રણુજા દર્શન (ranuja temple rajasthan)માટે જઈ રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો. દર્શન માટે નીકળેલા લોકો ટ્રેક્ટરની ટોલીમાં બેસીને ડીસાના ખરડોસણ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવી ટ્રકચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેક્ટર સાથે ટ્રોલી પણ ઊંધી વળતા તેમાં બેઠેલા લોકો ટ્રોલી અને માલસામાન નીચે દબાઈ ગયા હતા. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કુબેરભાઈ નામના વૃદ્ધનું ઘટના મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય સાત જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

ઈજાગ્રસ્તોનો હોસ્પિટલ ખસેડાયા આ ઘટનાને પગલે આજૂબાજૂના લોકોએ આવી જાણ કરતા 108 એમ્બુલન્સ વાનની ટીમ પણ અકસ્માત સ્થળે આવી પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ (Disa Taluka Police) પણ અકસ્માત સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.