ETV Bharat / state

અંબાજીમાં ચૈત્રી પૂનમનો મેળો આ વખતે મોકૂફ રખાયો

author img

By

Published : Apr 26, 2021, 8:05 PM IST

કોરોના મહામારીએ સમગ્ર જનજીવનને ઢંઢોળી નાખ્યા છે. જયારે કોઈ મોટી મુસીબત કે આફત આવે તો લોકો દેવદર્શન જતા હોય છે અને બાધા-માનતા પણ રાખતા હોય છે. તેવામાં જોગાનુંજોગ લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોય છે પણ જયારે આવી કોરોના જેવી મહામારીમાં દેવ દર્શન જ બંધ થઇ જાય તો જવું ક્યાં....... એ આજનો સળગતો પ્રશ્ન બની ગયો છે.

27 એપ્રિલના મંગળવારે ચૈત્રી પૂનમ
27 એપ્રિલના મંગળવારે ચૈત્રી પૂનમ

  • 27 એપ્રિલના મંગળવારે ચૈત્રી પૂનમ
  • ચૈત્રી પૂનમએ બાધા-માનતા વાળાઓની ઈચ્છા પૂરતી માટેની પૂનમ
  • અંબાજીમાં ચૈત્રી પૂનમનો મેળો પણ આ વખતે મોકૂફ

બનાસકાંઠા: ચૈત્રી પૂનમે બાધા-માનતા વાળાઓની ઈચ્છા પૂરતી માટેની પૂનમ મનાય છે. તેવામાં પણ યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી પૂનમે લાખો શ્રદ્ધાળુ માઁ અંબેના મંદિરે પોતાની બાધા-માનતા પૂર્ણ કરવા અને દર્શને જતા હોય છે પણ હાલમાં કોરોનાના વકરી રહેલા સંક્રમણને લઈ અંબાજી મંદિર 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવેલા છે અને 27 એપ્રિલના મંગળવારે ચૈત્રી પૂનમ છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તેને લઈ આ વખતે ચૈત્રી પૂનમનો મેળો પણ મોકૂફ રાખવામાં આવેલો છે.

અંબાજીમાં ચૈત્રી પૂનમનો મેળો પણ આ વખતે મોકૂફ

આ પણ વાંચો: અંબાજીમાં પ્રવાસીઓ ન આવતા હોટલ, ગેસ્ટહાઉસ અને રેસ્ટોરન્ટના ધંધા પડી ભાંગ્યા

કોરોનાના વકરી રહેલા સંક્રમણને લઈ અંબાજી મંદિર 30 એપ્રિલ સુધી બંધ

ચૈત્રી પૂનમે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી માથે ગરબી લઈ પોતાની બાધા-માનતા પુરી કરવા આવતા હોય છે. આ ચૈત્રી પૂનમે અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી માથે ગરબી લઈ પોતાની બાધા-માનતા પુરી કરવા આવતા હોય છે. જેને લઈ આ ચૈત્રી પૂનમને બાધાની પૂનમ પણ માનવામાં આવે છે પણ આ વખતે શ્રદ્ધાળુઓ કોરોનાની મહામારીના કારણે ચૈત્રી પુનમે માઁ અંબેના દર્શને નહીં આવી શકે. અંબાજી મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજે પણ શ્રદ્ધાળુઓને હાલ ઘરે બેસીને જ માતાજીની આરાધના કરી લેવા સૂચન કરાયું છે.

આ પણ વાંચો: અંબાજી મંદિરને કોરોના ગ્રહણ, આજે મંગળવારથી આ તારીખ સુધી રહેશે બંધ

  • અંબાજી મંદિરમાં ફરી એક વાર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોના વાઇરસની મહામારીની પરિસ્થિતિને ધ્યાને રાખી અંબાજી મંદિરના દ્વાર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અંબાજી મંદિરને 13થી 30 એપ્રિલ સુધી એમ 17 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.