ETV Bharat / state

અંબાજીમાં યાત્રાળુઓનો ધસારો, પોલીસ દ્વારા સઘન ચેકિંગ

author img

By

Published : Sep 15, 2021, 5:14 PM IST

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો મુલતવી રાખ્યા બાદ પણ પગપાળા આવી રહેલા ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ ધસારાને પગલે કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે અંબાજીમાં 5 હજારથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

અંબાજીમાં યાત્રાળુઓનો ધસારો, પોલીસ દ્વારા સઘન ચેકિંગ
અંબાજીમાં યાત્રાળુઓનો ધસારો, પોલીસ દ્વારા સઘન ચેકિંગ

  • મેળો બંધ હોવા છતાં શ્રદ્ધાળુઓનો ધસારો
  • અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત
  • બોમ્બ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા મંદિરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું

અંબાજી: હાલમાં અંબાજી ખાતે હજારોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. તેવામાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે 5 હજાર ઉપરાંત સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા છે અને મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓમાં કોઈ અસામાજિક તત્વો ગેરકૃત્ય ન કરી જાય તેની સતર્કતા માટે આજે અંબાજી મંદિરમાં બૉમ્બ ડિસ્પોઝલ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સતત દોઢથી બે કલાક સુધી તમામ વિસ્તારની તપાસણી કરવામાં આવી હતી.

અંબાજીમાં યાત્રાળુઓનો ધસારો, પોલીસ દ્વારા સઘન ચેકિંગ

દર્શન માટે 6 દિવસ સમય વધારાયો

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો મુલતવી રાખ્યા બાદ પણ પગપાળા આવતા યાત્રિકો માટે અંબાજી મંદિરના દ્વાર ખુલ્લા રખાયા છે. મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને પૂરતો દર્શનનો લાભ મળી રહે તે માટે ભાદરવી પૂનમ 20 સપ્ટેમ્બર સુધી 6 દિવસ માટે દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે.

પોલીસ કાફલો
SP01
ASP02
DYSP09
PI49
PSI94
પોલીસ કોન્સ્ટેબલ1705
ટ્રાફીક પોલીસ82
લેડી પોલીસ કોન્ટેબલ165
SRP4 કંપનીઓ
GRD જવાનો500
હોમગાર્ડ2500

કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળી આવી

સતત દોઢથી બે કલાક સુધી તમામ વિસ્તારની તપાસણી કરવામાં આવી હતી. જોકે, આ સમગ્ર તાપસ કામગીરી માં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજ વસ્તુ મળી ન હતી. અને ક્યાંક બેગ જેવી વસ્તુઓ બિનવારસી પડેલી જોવા મળતા તે પણ મૂળ માલિકને સોંપીને પોતાનો માલ સમાન જ્યાં ત્યાં ન મૂકવા માટે સૂચન કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.