ETV Bharat / state

Biparjoy Cyclone Effect: બરેલી-ભુજ ટ્રેનમાં અટવાયેલા મુસાફરોને પ્રભારી પ્રધાને ગંતવ્ય સ્થાન પર જવાની વ્યવસ્થા કરી

author img

By

Published : Jun 17, 2023, 9:40 PM IST

બિપરજોય વાવાઝોડાની અસરને લીધે રદ થયેલી ટ્રેનોના મુસાફરો અટવાયા હતા. બનાસકાંઠાના પ્રભારી પ્રધાનને આ વાતની જાણ થતા તેઓ પહોંચ્યા હતા મુસાફરોને તેમના ગંતવ્ય સાથને પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. લગભગ 300 જેટલા મુસાફરો ટ્રેન રદ્દ થવાને કારણે અટવાયા હતા.

passengers-of-bareilly-bhuj-train-due-to-storm-made-arrangements-to-reach-their-destination-minister-balwant-singh-rajput
passengers-of-bareilly-bhuj-train-due-to-storm-made-arrangements-to-reach-their-destination-minister-balwant-singh-rajput

મુસાફરોને પ્રભારી પ્રધાને ગંતવ્ય સ્થાન પર જવાની વ્યવસ્થા કરી

બનાસકાંઠા: જિલ્લાના પ્રભારી પ્રધાન બલવંતસિંહ રાજપુતે પાલનપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમને બરેલી- ભૂજ ટ્રેનના મુસાફરોને રૂબરૂ મળીને તેમના ભોજન તથા આગળના ગંતવ્ય સ્થાન પર જવાની વ્યવસ્થા કરવા માટે વહીવટી તંત્રના અધિકારીઓને સુચના આપી હતી. બસ મારફત આ મુસાફરોને ગાંધીધામ અને ભૂજ મોકલવામાં આવશે.

અનેક ટ્રેન કરાઈ રદ: વામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેના પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તો અનેક લોકોના ઘરોના પતરા અને નળીયા ઉડ્યા હતા.જિલ્લામાં પશુઓના મોત પણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી જન જીવન પર માઠી અસર જોવા મળી રહી છે વરસાદ અને વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે તો અનેક બસો પણ બંધ કરી દેવામાં આવી છે.

તંત્રની કામગીરી: બરેલીથી ભૂજ જતી ટ્રેન કચ્છમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડા અને ભારે વરસાદના કારણે પાલનપુર રેલવે સ્ટેશન પર અટકાવવી પડી હતી. સૂસવાટા મારતું વાવાઝોડું અને ભારે વરસાદના કારણે આ ટ્રેન આગળ વધી શકે એમ નહોતી એટલે 300 જેટલાં પેસેન્જરો સાથેની આ ટ્રેન ગઇકાલથી પાલનપુર રેલવે સ્ટેશન પર અટકેલી ઉભી છે. આ ટ્રેનમાં જતા મુસાફરો માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફૂડ પેકેટ અને ચા- પાણી, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પાલનપુર પ્રાંત અધિકારી, પાલનપુર રેલવે સ્ટેશનના મેનેજર તથા રેલવે પોલીસના અધિકારીઓ સાથે ચર્ચા કરીને યાત્રિઓની સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

મુસાફરોને ગંતવ્ય સ્થાન પર મોકલાયા: આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલાક મુસાફરો અટવાયા છે જેવી અમને ખબર પડી ત્યારે અમે રેલ્વે સ્ટેશન દોડી આવ્યા. જે મુસાફરો અટવાયા છે જે મુસાફરો બિહારથી આવ્યા છે જેમને ભુજ અને ગાંધીધામ જવાનું છે તેવા મુસાફરોને તેમના માટે જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. તે મુસાફરોને સરકાર પોતાના ખર્ચે 250થી વધુ લોકોને ગાંધીધામ અને ભુજ જવા માટે બે કલાકમાં બસની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

  1. Biparjoy Cyclone: ગૃહપ્રધાને વાવઝોડાથી થયેલા નુકસાનનો મેળવ્યો તાગ, કહ્યું- બિપરજોય વાવાઝોડામાં એકપણ મોત ના થવું એ મોટી વાત
  2. Biparjoy Cyclone Effect : કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.