ETV Bharat / state

વાવ તાલુકાના બોર્ડર પર આવેલા લોદ્રાણી ગામે પાણી ન મળતા લોકોએ ઢોલ વગાડી પ્રદર્શન કર્યું

author img

By

Published : Feb 2, 2021, 5:37 PM IST

બનાસકાંઠાના સરહદી પંથકના વાવના લોદ્રાણી ગામમાં રવિ સિઝનમાં નર્મદાનું સિંચાઇ માટે પાણી ન મળતાં ઘણી વાર રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆત કરવા છતાં પાણી ન મળતા સૂકી ભટ કેનાલ પર આજે સો જેટલા ખેડૂતોએ ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો હતો.

વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતો
વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતો

  • ખેડૂતોએ કેનાલ પર ઢોલ વગાડી વિરોદ્ધ પ્રદર્શન કર્યો
  • છેલ્લા એક મહિનાથી પાણી ન મળતા ખેડૂતોમાં રોષ
  • લેખિત તેમજ મૌખિક રજૂઆત છતાં પાણી મળતું નથી
    સૂકાઇ ગયેલી કેનાલ
    સૂકાઇ ગયેલી કેનાલ

બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારમાં રવિ સીઝન માટે ખેડૂતોએ જીરું, એરંડા, રાયડા જેવા પાકનો નર્મદા નિગમ દ્વારા પાણી મળશે તેવી આશાએ વાવેતર કર્યું હતુ. જો કે, સરહદી ગામડાઓના એવા કેટલા ગામડાઓ છે. જ્યાં રવિ સીઝનના ત્રણ માસ થવા આવ્યા છતાં હજુ પૂરતા પ્રમાણમાં પાણી મળ્યું નથી. જોકે, આજે વાવના લોદ્રાણી ગામમાં સિંચાઇનું પાણી ના મળતા તેમજ વારંવાર નર્મદા વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં કેનાલ સૂકી ભટ છે. જ્યારે 100 જેટલા ખેડૂતો લોદ્રાણી માઇનોર એક પર ભેગા થઈ ઢોલ વગાડી વિરોદ્ધ દર્શાવ્યો હતો.

વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતો
વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતો

છેલ્લા એક મહિનાથી પાણી નહિ

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં શિયાળુ સિઝન માટે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર લાવીને વાવેતર કર્યું છે. જોકે, ખેડૂતોને આશા હતી કે નર્મદા કેનાલનું પાણી મળશે. જેની આશાથી ખેડૂતોએ દર-દાગીના વેચી વ્યાજે રૂપિયા લાવી શિયાળું સિઝનમાં વાવેતર કર્યું છે. પણ ખેડૂતોને નર્મદાનું પાણીના મળતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો તૈયાર કરેલો પાક નષ્ટ થવાની તૈયારીમાં છે. જ્યારે 30 દિવસથી પાણી ના આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સૂકાઇ ગયેલા ખેડૂતો
સૂકાઇ ગયેલા ખેડૂતો
બે દિવસમાં પાણી નહિ મળે તો પાક વેડફાઇ જશે

બનાસકાંઠાની સરહદને અડીને આવેલા વાવ તાલુકાના લોદ્રાણી ગામે છેલ્લા એક મહિનાથી પાણી ના મળતા ખેડૂતોનો મહામૂલો પાક વેડફાઇ જવાની તૈયારી માં હોય તેવું દેખાઈ રહ્યું છે. જો કે, લોદ્રાણી ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, આમાં નર્મદા વિભાગના અધિકારીઓને કેટલીવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં અમારી વાત કોઈ સાંભળતું નથી. જો અમને બે દિવસમાં લોદ્રાણી માઇનોર એકમાં પાણી નહીં મળે તો અમારો પાક મુરઝાઇ જશે.

પાણી ના મળ્યું તો ખેડૂતોને નુકસાન ભોગવવું પડશે

વાવના સરહદી લોદ્રાણી ગામના ખેડૂતોએ બહેરામુંગા તંત્રને જગાડવા કોરી કાગળ જેવી કેનાલમાં બેસી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો હતો. અવારનવાર કેનાલમાં પાણી માટે લોદ્રાણી ગામના ખેડૂતે મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં પાણી મળ્યુ નથી. જો ટૂંક સમયમાં કેનાલનું લોદ્રાણીના ખેડૂતોને પાણી નહિ મળે તો મસમોટું ખેડૂતોને નુક્સાન ભોગવવાનો વારો આવે એમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.