ETV Bharat / state

ચંદનગઠ અને ગામડીના ખેડૂતોની ગેનીબેન ઠાકોરે કરી મુલાકાત, સોલારનું કામ બંધ કરાવ્યું

author img

By

Published : Oct 11, 2020, 10:54 AM IST

રાધાનેસડા સોલર પાર્કથી ખિમાણા વાસ સ્ટેશન સુધીનું વિજલાઈનનું કામ ચાલુ કરવામાં આવતા કંપનીએ ખેડૂતો પાસેથી સંમતિ વગર કામગીરી ચાલુ કરતા ખેડૂતો દ્વારા થરાદ પ્રાંતને આવેદનપત્ર નુકસાનીના વડતરની માગ કરી હતી. આ ઉપરાંત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને તે સ્થેળે મુલાકાત કરવી કામ બંધ કરવા જણાવ્યું હતું.

ચંદનગઠ અને ગામડીના ખેડૂતોની ગેનીબેન ઠાકોરે કરી મુલાકાત, સોલારનું કામ બંધ કરાવ્યું
ચંદનગઠ અને ગામડીના ખેડૂતોની ગેનીબેન ઠાકોરે કરી મુલાકાત, સોલારનું કામ બંધ કરાવ્યું

બનાસકાંઠાઃ રાધાનેસડા સોલર પાર્કથી ખિમાણા વાસ સ્ટેશન સુધીનું વિજલાઈનનું કામ ચાલુ કરતાં ખેતરોના માલિકને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ સાથે થરાદ પ્રાંતને આવેદનપત્ર આપી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સોલારનું કામ બંધ કરાવ્યું હતું.રાધાનેસડા સોલર પાર્કથી ખિમાણા વાસ સ્ટેશન સુધીનું વિજલાઈનનું કામ ચાલુ છે. જેમાં ખેડૂતો દ્વારા જેટકો કંપનીને કોઈ સંમતિ આપેલી ના હોવા છતાં કંપનીના સાધનો કામગીરી ચાલુ કરી છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન આવે તેમ છે, ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમારા ખેતરમાં વિજલાઇનના થાંભલા નાખશે એવી અમને કોઈ નોટીસ પણ આપવામાં આવી નથી અને અમારી જમીન સંપાદન પણ કરવામાં આવેલી નથી.

ચંદનગઠ અને ગામડીના ખેડૂતોની ગેનીબેન ઠાકોરે કરી મુલાકાત, સોલારનું કામ બંધ કરાવ્યું
ચંદનગઠ અને ગામડીના ખેડૂતોની ગેનીબેન ઠાકોરે કરી મુલાકાત, સોલારનું કામ બંધ કરાવ્યું

વીજળીના થાંભલા જમીનમાં નાખી ખોદકામ કરવાથી જમીનની માટી ઉલટ સુલટ થવાથી તેની ફળદ્રુપતા નાશ પામે છે. તેથી જમીનમાં ઉત્પાદન લઇ શકાતું નથી આથી જે કામ વિજલાઈનનું ચાલે છે તેનું તાત્કાલિક ધોરણે આ વિજલાઈનનું વાળતર ન મળે ત્યાં સુધી કામકાજ બંધ કરાવી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ સાથે થરાદ પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું.

ચંદનગઠ અને ગામડીના ખેડૂતોની ગેનીબેન ઠાકોરે કરી મુલાકાત, સોલારનું કામ બંધ કરાવ્યું
ચંદનગઠ અને ગામડીના ખેડૂતોની ગેનીબેન ઠાકોરે કરી મુલાકાત, સોલારનું કામ બંધ કરાવ્યું

જ્યારે બીજી બાજુ આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પણ આ તમામ ખેડૂતોએ સ્થળની મુલાકાત કરાવી રજૂઆત કરી હતી અને જ્યાં સુધી ખેડૂતોને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતોએ આ કામ બંધ કરવાની રજૂઆત કરી હતી, ત્યારે ગેનીબેન ઠાકોર દ્વારા રાધાનેસડા સોલર પાર્કથી ખિમાણા વાસ સ્ટેશન સુધીનું વિજલાઈનનું કામ ચાલુ છે, ત્યાં પહોંચી અને ખેડૂતોની વાતને ધ્યાનમાં રાખી કામ બંધ કરાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.