ETV Bharat / state

બનાસકાંઠાથી ઝડપાઇ 43 લાખની ડુપ્લીકેટ ચલણી નોટ

author img

By

Published : Apr 14, 2019, 8:22 PM IST

બનાસકાંઠા : જિલ્લા પોલીસે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડુપ્લીકેટ ચલણી નોટની હેરાફેરી કરતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં 43 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટ સાથે એક શખ્સની ધરપકડ કરાઇ છે. આ નકલી ચલણી નોટો ક્યા ઉપયોગમાં લેવાની હતી, તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઇ છે.

પકડાયેલી ચલણી નોટ

બનાસકાંઠા જિલ્લો આંતરરાજકીય અને આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે સંકળાયેલો છે. જેને પગલે અહીંથી અવાર-નવાર પાકિસ્તાની શખ્સો તો ક્યારેક ડુપ્લીકેટ નેટવર્ક જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે.

પકડાયેલી ચલણી નોટ

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વાહનોનું સઘન તપાસ કરવામાં આવે છે.

આ ચેકિંગ દરમિયાન રાજસ્થાનમાંથી અમીરગઢ બોર્ડર પસાર કરી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને પાલનપુર પાસે થોભાવી તપાસ કરતા સ્લીપર કોચમાં સુતેલા શખ્સ પાસે રહેલા થેલાની પણ તપાસ કરવામાં આવી હતી. તે થેલામાંથી ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે રાજસ્થાનના બિકાનેરનો પુનમચંદ ઓમપ્રકાશ શર્મા હોવાનું કબુલ્યું હતું. તેના થેલામાં રહેલી 43.30 લાખ રૂપિયાની 2000ની 2,165 નોટો ડુપ્લીકેટ હોવાનું જણાવ્યું હતું. તો આ સાથે જ આ નોટો બિકાનેરથી અજાણ્યા શખ્સે આપી હોવાનું જણાવ્યું હતું. જે સુરતમાં નરેન્દ્ર કૈલાશચંદ ગુરાવા નામના વ્યક્તિને આપવાની હતી. પ્રાથમિક તાપસમાં આ નોટોની સિરિયલ અંગે તપાસ કરતા પ્રિટિંગ અથવા ઝેરોક્સ કરેલી હોવાનું માલુમ પડ્યું હતું. જો કે, હાલમાં પોલીસ દ્વારા 43.30 લાખની ડુપ્લીકેટ નોટો સાથે પુનમચંદની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠામાં આટલી મોટી માત્રામાં ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવવાનો કદાચ આ પ્રથમ બનાવ છે. હાલના ચૂંટણીના માહોલમાં આ નેટવર્ક પકડાતા બનાસકાંઠા પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં પોલીસ આ ડુપ્લીકેટ ચલણી નોટો ક્યાં બનાવી, કોને આપવાની હતી, આ ગુનામાં કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા.14 04 2019

સ્લગ..........ડુપ્લીકેટ નોટો

એન્કર........બનાસકાંઠા પોલીસે રાજસ્થાન માંથી ગુજરાતમાં ડુપ્લીકેટ નોટ ગુસાડવાના નેટવર્ક નો પર્દાફાશ કર્યો છે જેમાં 43 લાખ રૂપિયાની ની ડુપ્લીકેટ નોટ સાથે એક શખ્સ ની ધરપકડ કરી છે અને શું આ નોટો ચૂંટણી માં કે સટ્ટા ના ઉપયોગ માં લેવાની હતી કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે .......

વી ઓ .......બનાસકાંઠા જિલ્લો એ આંતર રાજ્ય અને આંતરરાષ્ટ્રીય બોર્ડર  સાથે સંકળાયેલો છે અને એટલે જ અહીં થઈ અવાર નવાર પાકિસ્તાની શખ્સો તો ક્યારેક ડુપ્લીકેટ નેટવર્ક જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે ત્યારે હાલમાં લોકસભાની ચૂંટણી ને અનુલક્ષીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેમાં અન્ય રાજ્યો માંથી આવતા તમામ વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે તેવામાં રાજસ્થાન માંથી અમીરગઢ બોર્ડર  પસાર કરી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ ની લક્ઝરી બસ ને પાલનપુર પાસે થોભાવી તલાશી લેતા તેમાં સ્લીપર કોચમાં સુતેલા શખ્સ પાસે રહેલા થેલાની તલાસી  તેમાંથી ડુપ્લીકેટ નોટો  મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી , જ્યારે પોલીસે તરત તેની અટકાયત કરી પૂછપરછ કરતા તે રાજસ્થાન ના બિકાનેર નો પુનમચંદ ઓમપ્રકાશ શર્મા  હોવાનું કબુલ્યું હતું અને આ થેલામાં રહેલી 43.30 ની બે બે હજાર ની 2165 નોટો ડુપ્લીકેટ હોવાનું જણાવ્યું હતું .....સાથે જ આ નોટો બિકાનેર થી અજાણ્યા શક્શે આપી હતી અને સુરત માં નરેન્દ્ર કૈલાશચંદ ગુરાવા નામના વ્યક્તિ ને આપવા જણાવ્યું હતું પ્યારે પ્રાથમિક તાપસ માં આ નોટો ની સિરિયલ અંગે તપાસ કરતા પ્રિટિંગ અથવા ઝેરોક્સ કરેલી હોવાનું માલુમ પડ્યું હતું જો કે હાલમાં પોલીસે 43.30 લાખની ડુપ્લીકેટ નોટો સાથે પુનમચંદ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ......

બાઈટ.......પ્રદીપ સેજૂળ, જિલ્લા પોલોસ વડા, બનાસકાંઠા

( રાજસ્થાન થી આવી રહેલી લક્ઝરી બસ માંથી 43.30 લાખની ડુપ્લીકેટ નોટો પકડાઈ છે, આ નોટો બિકાનેર થી સુરત ડિલિવરી કરવાની હતી, પુનમચંદ નામના આરોપી ની અટકાયત,  )

વી ઓ ........બનાસકાંઠા માં આટલી મોટી માત્રામાં ડુપ્લીકેટ નોટો જડપાવાનો કદાચ આ પ્રથમ બનાવ છે અને તે પણ અત્યાર ના 
ચૂંટણી ના માહોલમાં આ નેટવર્ક પકડાતા બનાસકાંઠા પોલીસ ને મોટી સફળતા હાથ લાગી છે જેમાં પોલીસ આ ડુપ્લીકેટ નોટો ક્યાં બનાવી, કોને આપવાની હતી, આ ગુન્હામાં કેટલા લોકો સંડોવાયેલા અને શું આ ચૂંટણી અથવા સટ્ટા ના ઉપયોગમાં લેવાના હતા કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે ... ....

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.