ETV Bharat / state

ધાનેરામાં કોંગો ફીવરની બીમારીના કારણે આઠ વર્ષના બાળકનું મોત

author img

By

Published : Sep 19, 2019, 11:41 PM IST

બનાસકાંઠા: ડેન્ગ્યુ બાદ હવે કોંગો ફીવર નામનો રોગ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે આ કોંગો ફીવરના કારણે આઠ વર્ષીય બાળકનું મોત થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

etv bharat banas

બનાસકાંઠા જિલ્લાને છેલ્લા પંદર દિવસથી રોગચાળાએ ભરડામાં લીધો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ડેન્ગ્યુ અને વાયરલ ફીવર સહિતના રોગના કારણે બનાસકાંઠા જીલ્લાની હોસ્પિટલો ઉભરાઇ રહી છે. તેવામાં ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં કોંગો ફિવરના કારણે એક આઠ વર્ષીય બાળકનું કરૂણ મોત થયું હોવાની ઘટના સામે આવી હતી.

ધાનેરામાં કોંગો ફીવરની બીમારીના કારણે આઠ વર્ષના બાળકનું મોત

ફતેપુરા ગામમાં રહેતા આઠ વર્ષીય કપિલ પટેલ નામના બાળકને છેલ્લા એક અઠવાડિયાથી તાવ આવતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જો કે, તેનું કોંગો ફીવરના કારણે મોત થયું હોવાની જાણકારી મળતા આરોગ્ય વિભાગની ટીમ મૃતકના ઘરે પહોંચી હતી અને તેના બ્લડ સેમ્પલ લઇ તપાસ અર્થે પુના લેબમાં મોકલી આપ્યા હતા. જો કે, તેનો રિપોર્ટ ત્રણ દિવસ બાદ આવશે. ત્યારબાદ જ નકકી થશે કે, તે બાળકનું મોત કઇ રીતે થયું હતું. પરંતુ, આ બનાવના પગલે આરોગ્ય અને પશુપાલન વિભાગની ટીમે ગામમાં પહોંચી આ રોગ વધુ ન ફેલાઇ તે માટે દવાઓનો છંટકાવ કરી રોગચાળો ફેલાતો અટકાવવા માટે પ્રયાસો કર્યા હતાં.

Intro:એપ્રુવલ.. બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ધાનેરા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.19 09 2019

સ્લગ.... ધાનેરમાં ડેન્ગ્યુ બાદ હવે કોંગો ફીવરની બીમારીનો લોકોમાં ભય....


એન્કર...બનાસકાંઠામાં ડેન્ગ્યુ બાદ હવે કોન્ગો ફીવર નામનો રોગ હાહાકાર મચાવી રહ્યો છે અને આ કોંગો ફીવરના કારણે આઠ વર્ષીય બાળકનું મોત થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે

Body:વિઓ...બનાસકાંઠા જિલ્લાને છેલ્લા પંદર દિવસથી રોગચાળા એ ભરડમાં લીધો હોય તેમ લાગી રહ્યું છે. ડેન્ગ્યુ અને વાયરલ ફીવર સહિતના રોગના કારણે બનાસકાંઠા જીલ્લાની હોસ્પિટલો ઉભરાઇ રહી છે તેવામાં ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં કોંગો ફિવર ના કારણે એક આઠ વર્ષીય બાળકનું કરૂણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ફતેપુરા ગામમાં રહેતા આઠ વર્ષીય કપિલ પટેલ નામના બાળકને છેલ્લા એક અઠવાડિયાથી તાવ આવતા તેને સારવાર માટે ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.જો કે તેને કોંગો ફીવર રોગના કારણે મોત થયું હોવાની જાણકારી મળતા આરોગ્ય વિભાગની ટીમ મૃતક ના ઘરે પહોંચી હતી અને તેના બ્લડ સેમ્પલ લઇ તપાસ અર્થે પુના લેબમાં મોકલી આપ્યા છે જો કે તેનો રિપોર્ટ ત્રણ દિવસ બાદ આવ્યા બાદ જ કોંગો ફીવર ના કારણે મોત થયું છેકે કેમ તેની ચોક્કસ માહિતી મળશે. પરંતુ આ બનાવ ના પગલે આરોગ્ય અને પશુપાલન વિભાગની ટીમે ગામમાં પહોંચી આ રોગ વધુ ના ફેલાય તે માટે દવાઓનો છંટકાવ કરી રોગચાળો ફેલાતો અટકાવવા માટે પ્રયાસો કરી રહી છે...

બાઈટ... રમેશભાઈ પટેલ
( મૃતકના બાળકના પિતા )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.