ETV Bharat / state

Child Vaccination In Gujarat: બનાસકાંઠામાં કિશોરો માટે રસીકરણ શરૂ, રસી લીધા બાદ સામે આવી વિદ્યાર્થિનીઓની પ્રતિક્રિયા

author img

By

Published : Jan 3, 2022, 10:35 PM IST

બનાસકાંઠા જિલ્લાના 759 સબસેન્ટરો અને 125 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (Child Vaccination In Banaskantha) પર 15થી 18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન (Child Vaccination In Gujarat) શરૂ થઈ ગયું છે. અંબાજીની કન્યા વિદ્યાલય (Arasuri kanya vidhyalay ambaji)માં પણ આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓને રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Child Vaccination In Gujarat: બનાસકાંઠામાં કિશોરો માટે રસીકરણ શરૂ, રસી લીધા બાદ સામે આવી વિદ્યાર્થિનીઓની પ્રતિક્રિયા
Child Vaccination In Gujarat: બનાસકાંઠામાં કિશોરો માટે રસીકરણ શરૂ, રસી લીધા બાદ સામે આવી વિદ્યાર્થિનીઓની પ્રતિક્રિયા

અંબાજી: ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા આજથી રાજ્યભરમાં 15થી 18 વર્ષના કિશોરોને કોરોના પ્રતિરોધક રસી (Child Vaccination In Gujarat) આપવાના નિર્ણયને લઈ બનાસકાંઠા (Child Vaccination In Banaskantha) જિલ્લાના 759 સબસેન્ટરો અને 125 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં ભણતા બાળકોને આજથી રસી આપવા માટે આયોજન હાથ ધરાયું છે.

રસીકરણ પહેલા સંમતિપત્રો પર સહી કરાવવામાં આવી

જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં ભણતા બાળકોને (Child vaccination in schools in banaskantha) આજથી રસી આપવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે અંબાજીની કન્યા વિદ્યાલય (Arasuri kanya vidhyalay ambaji)માં પણ આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓને રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. રસીકરણ પૂર્વે વિદ્યાર્થીઓના વાલીઓને સંમતિપત્રો ઉપર પણ સહી કરવામાં આવી હતી અને ત્યારબાદ રસીકરણ (Vaccination in Ambaji) હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Child Vaccination In Gujarat: રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ, પહેલા જ દિવસે આટલા બાળકોએ લીધી રસી

રસીકરણ પહેલા કિશોરીઓને સમજાવવા માટે કેમ્પેઇન હાથ ધરાયું હતું

રસીને લઈને ફેલાયેલી ખોટી અફવાઓને વિદ્યાર્થિનીઓએ ફગાવીને લોકોને વેક્સિન લેવા અપીલ કરી.

અંબાજીની કન્યા શાળામાં છેલ્લા 3 દિવસથી રસીકરણ માટે સમજાવટનું કેમ્પઇનિંગ (Persuasive campaigns for covid-19 vaccination) હાથ ધરાયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓને રસીકરણ વિશે સમજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ આજથી કિશોરીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ રસીકરણને લઈને ફેલાયેલી ખોટી અફવાઓ (corona vaccine rumors in India)નું પણ વિદ્યાર્થિનીઓએ ખંડન કર્યું હતું. કોરોના પ્રતિરોધક રસી (corona vaccine resistant)ને સંપૂર્ણ સલામત અને સુરક્ષિત ગણવામાં આવી રહી છે. આ રસીકરણ બાદ વિદ્યાર્થીઓમાં કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નહોતી અને વિદ્યાર્થીઓ પણ રસીને સુરક્ષિત ગણી અન્ય લોકોને રસીકરણ કરાવા અપીલ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Corona Vaccination for Children:આજથી 15થી 18 વર્ષનાં બાળકોને રસી આપવાની શરૂ, આણંદ 15થી 18 વર્ષનાં બાળકોને આપવમાં આવી રસી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.