ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા

author img

By

Published : May 12, 2021, 7:41 AM IST

કોરોના મહામારીના કારણે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. તેવામાં કોરોનાના દર્દીઓને સહેલાઈથી ઓક્સિજન મળી રહે તે માટે ભણસાલી ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 110 ઓક્સિજન મશીનની ભેટ આપવામાં આવી છે.

ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા
ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા

  • સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની પડે
  • બનાસકાંઠા જિલ્લામાં અનેક દાતાઓએ સહયોગ આપ્યો
  • ધારાસભ્ય દ્વારા ફંડ એકત્રિત કરી ઓક્સિજનની બોટલ આપવામાં આવી
    ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા

બનાસકાંઠા : જિલ્લામાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક નીવડી રહી છે. સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે અત્યારે કોરોના દર્દીઓને સારવાર માટે સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની પડતી હોય છે, ત્યારે આવા સમયે વારંવાર ઓક્સિજનની અછતના કારણે અત્યાર સુધી અનેક કોરોના દર્દીઓના મોત થયા છે. ત્યારે ફરી ઓક્સિજનની અછતના કારણે કોઈ દર્દીઓના મોત ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લામાં અનેક દાતાઓએ સહયોગ આપ્યો છે.

ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા
ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા

ડીસાના બિલ્ડરે ઓક્સિજન મશીન અને ઓક્સિજનની બોટલ આપી

ડીસાના બિલ્ડરે ઓક્સિજન મશીન અને ઓક્સિજનની બોટલ આપી હતી. જ્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સ્વખર્ચે અને સમાજના આગેવાનોને સહયોગથી ફંડ એકત્રિત કરી ઓક્સિજનની બોટલ લાવવામાં આવી હતી. આ સિવાય પણ બનાસકાંઠા જિલ્લાના વતની અને વિવિધ ધંધા સાથે અન્ય રાજ્યોમાં સંકળાયેલા દાતાઓએ પણ ઓક્સિજન માટે સહયોગ આપ્યો છે. આમ, બનાસકાંઠા જિલ્લામાં જ્યારે પણ કોઈ આફત આવી છે ત્યારે દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવે છે.

ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા
ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા
આ પણ વાંચો : પાલનપુરમાં બનાસડેરી સંચાલિત કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન મશીન લગાવાયુંઓક્સિજન મળી રહે તે માટે 110 જેટલા ઓક્સિજન મશીનની સહાયકોરોના મહામારીના બીજા તબક્કામાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. કેટલીય જગ્યાએ ઓક્સિજન ન મળવાના કારણે દર્દીઓ છે. તેવામાં ભણસાલી ટ્રસ્ટ ડીસા દ્વારા દર્દીઓને સહેલાઈથી ઓક્સિજન મળી રહે તે માટે 110 જેટલા ઓક્સિજન મશીનની સહાય આપવામાં આવી છે.
ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા
ભણસાલી ટ્રસ્ટ દ્વારા 45 ઓક્સિજન મશીન અપાયા

આ પણ વાંચો : હવે ઓક્સિજન સિલિન્ડર શોધવાની ઝંઝટ થશે ખતમ, આ મશીન ઘરે બેઠા આપશે ઓક્સિજન

બનાસકાંઠા જિલ્લા માટે 55 મશીનની સહાય આપવામાં આવી

બનાસકાંઠા જિલ્લા માટે 55 મશીન, પાટણ જિલ્લા માટે 38 સાબરકાંઠા અને રાજસ્થાન માટે પણ 35 ઓક્સિજન મશીનની સહાય આપવામાં આવી છે. આજે ડીસા ભણસાલી હોસ્પિટલના તબીબો દ્વારા ઓક્સિજન મશીન ડીસાના નાયબ કલેક્ટર એચ. એમ. પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જીગ્નેશ હરિયાણીને અર્પણ કર્યા હતા. જે ઓક્સિજન મશીન દ્વારા ઇમર્જન્સીમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ તેનો લાભ લઈ શકશે અને કોરોના મહામારીમાં લોકોની જાનહાનિ અટકાવી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.