ETV Bharat / state

ભાદરવી પૂનમ: અંબાજીમાં હૈયે હૈયુ દળાશે, સર્વત્ર ગુંજશે જય અંબે જય અંબે

author img

By

Published : Sep 4, 2022, 10:43 PM IST

યાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ યોજાનાર ભાદરવી પૂનમનોમેળો આવતીકાલ 5 સપ્ટેમ્બર થી શરુ, હવામાન વિભાગે વરસાદની આગાહી વચ્ચે તંત્રની જોરદાર તૈયારી.Ambaji Temple, Ambaji Temple Bhadarvi poonam, Ambaji Padyatra,

ભાદરવી પૂનમ: અંબાજીમાં હૈયે હૈયુ દળાશે, સર્વત્ર ગુંજશે જય અંબે જય અંબે
ભાદરવી પૂનમ: અંબાજીમાં હૈયે હૈયુ દળાશે, સર્વત્ર ગુંજશે જય અંબે જય અંબે

અંબાજી:બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ, યોજાનાર ભાદરવી પૂનમનોમેળો આવતીકાલ 5 સપ્ટેમ્બર થી શરુ થઇ રહ્યો છે. મેળામાં લાખો પદયાત્રીઓની સુખ સુવિધા માટે કરાયેલી વ્યવસ્થા અંગે આજે અંબાજી મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લાના પત્રકારો સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોંફ્રેન્સ યોજી પત્રકારોને માહિતગાર કર્યા હતા. જોકે આ વખતે મેળા દરમિયાન મોટી સંખ્યા માં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદ ની આગાહી કરી છે.

વોટરપ્રુફ ડોમ:યાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ યોજાનાર ભાદરવી પૂનમનોમેળો આવતીકાલે 5 સપ્ટેમ્બર થી શરુ થતા મેળા દરમિયાન મોટી સંખ્યા માં ભક્તો આવનાર હોઈ સાથે હવામાન વિભાગે જે રીતે વરસાદ ની આગાહી કરી યાત્રિકોને તકલીફ ન પડે તે માટે 5 વિશાળ વોટરપ્રુફ ડોમ બનાવવામાં આવ્યો છે. જયારે મંદિરમાં દર્શન માટે પણ સિનિયર સીટીઝનને દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે, વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકે તે માટે મંદિરમાં દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

લાઈવ પ્રસારણ:મીડિયા માટે અલાયદો કંટ્રોલ રૂમ પણ શરુ કરાશે તથા અંબાજી મંદિરના દર્શન સોશ્યિલ મીડિયા દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. ખાસ કરીને આરોગ્ય 24 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે, જેમાં 6 સ્પેશ્યલ ડોક્ટરો ની પણ નિયુક્તિ આપવામાં આવી છે, જયારે 256 જેટલા આરોગ્ય કર્મી પોતાની ફરજ બજાવશે, સાથે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પાણી ની પૂરતી વ્યવસ્થા મળી રહે ને, પાર્કિંગ ની પૂરતી વ્યવસ્થા મળે તે માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ઈમરજન્સી સુવિધા: વખતે ઓનલાઇન રજીસ્ટ્રેશન પદ્ધતિ માં સંઘો ને વાહન પાસ આપવામાં આવ્યા છે, જયારે મેળા માં કાયદો ને વ્યવસ્થા જળવાય તે માટે 5000 ઉપરાંત પોલીસ કર્મીઓ સાથે 325 CCTV કેમેરા ,10 PTZ કેમેરા તેમજ 48 બોડીવોન કેમેરા સાથે 35 ખાનગી કેમેંટ ,મેળા દરમિયાન કાર્યરત થશે ઉપરાંત ખાસ કરીને લોકો ને ઇમર્જન્સી માં 100 નંબર ડાયલ કરવા થી સ્થાનિક માં જ તાકીદ નો પોલીસ સંપર્ક થઇ શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.