ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં 22,034 મહિલાઓને ગંગાસ્વરૂપ વિધવા આર્થિક સહાય લાભ આપવામાં આવી

author img

By

Published : Jun 19, 2021, 9:41 AM IST

અરવલ્લી વહીવટી તંત્ર દ્વારા સપ્ટેમ્બર 2019 થી મે 2021 દરમ્યાન ગંગાસ્વરૂપ વિધવા આર્થિક સહાય વિષેશ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું , જેમાં 22034 મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવી હતી.

xx
અરવલ્લી જિલ્લામાં 22,034 મહિલાઓને ગંગાસ્વરૂપ વિધવા આર્થિક સહાય લાભ આપવામાં આવી

  • ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ વિધવા આર્થિક સહાય યોજના
  • યોજના હેઠળ 1,250ની સહાય આપવામાં આવે છે
  • અરવલ્લીમાં 22,034 મહિલાઓને આપવામાં આવી

અરવલ્લી: ગુજરાત સરકાર દ્રારા બે વર્ષ પહેલા વિધવા બહેનો માટે ગંગા સ્વરૂપ વિધવા આર્થિક સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના થકી વિધવા બહેનોને દર મહિને રાજ્ય સરકાર તરફથી ગુજરાન ચલાવવા માટે રુપિયા 1,250ની આર્થિક સહાય મળે છે. આ યોજનાનો જરૂરીયાતમંદ બહેનો સુધી લાભ પહોંચાડવા માટે અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓના રેવન્યુ તલાટી દ્વારા ઘરે ઘરે જઇને સહાય આપવા માટે વિષેશ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં 22034 મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવી છે.

આ પણ વાંચો : સાત પગલા ખેડૂત અંતર્ગત છત્રી સહાય યોજના ફેરિયાઓ માટે આશીર્વાદ રૂપ બની

મહિલાઓનુ સ્વમાનભેર જીવન

ગત બે વર્ષમાં વિશેષ ઝૂંબેશ અંતર્ગત મોડાસા તાલુકામાં 4083, ધનસુરામાં 3050, માલપુરમાં 2486, બાયડમાં 4330 અને મેઘરજમાં 3040 મળી કુલ 22,034 જેટલી વિધવા મહિલાઓને સરકારની આર્થિક સહાય પહોંચાડવામાં આવી છે. મહત્વ ની બાબત એ છે કે આ યોજનામાં વિધવા બહેનનો 21 વર્ષથી વધુનો ઉમંરનો પુત્ર હોય તો પણ તેમને લાભ મળવા પાત્ર છે જેથી તેઓ સ્વામાનભેર જીવન જીવી શકે.

અરવલ્લી જિલ્લામાં 22,034 મહિલાઓને ગંગાસ્વરૂપ વિધવા આર્થિક સહાય લાભ આપવામાં આવી

આ પણ વાંચો : પોરબંદરના 300 ખેડૂતો ખેતરમાં બનાવશે ગોડાઉન, રાજ્ય સરકાર આપશે સબસિડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.