ETV Bharat / state

અરવલ્લીમાં અઢી માસ બાદ RTO કચેરી પુનઃકાર્યરત

author img

By

Published : Jun 4, 2020, 4:53 PM IST

ભારત સરકારના આદેશ અને ગુજરાત સરકારના જાહેરનામાં અને પરિપત્ર અંતર્ગત અરવલ્લી RTO કચેરીનું 4 જૂન 2020થી કાર્યરત થઇ છે. અનલોક-1ના આરંભ સાથે લોકોની સલામતી જળવાય અને RTOની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવા વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

અરવલ્લીમાં અઢી માસ બાદ RTO કચેરી કાર્યરત
અરવલ્લીમાં અઢી માસ બાદ RTO કચેરી કાર્યરત

મોડાસાઃ અરવલ્લી જિલ્લા દ્વારા RTO કચેરીમાં વાહન અને લાઈસન્સ સંબધિત કામગીરી માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ પદ્ધતિ ફરજિયાત કરવામાં આવી છે. જેથી લાયસન્સ માટેની કામગીરી અંતર્ગત જે અરજદારોની 21 માર્ચથી 30 જૂન દરમિયાન અપોઈન્ટમેન્ટ આપવામાં હતી, તેઓએ ફરીથી ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. જેમના કાચા લાયસન્સની સમયમર્યાદા 21 માર્ચથી 31 જુલાઇના સમયગાળામાં પૂર્ણ થવાના હોય તેવા ડ્રાયવીંગ લાયસન્સ ટેસ્ટ આપી શકશે. જેના માટે કોઈ વધારાની ફી ભરવાની રહેશે નહી.

અરવલ્લીમાં અઢી માસ બાદ RTO કચેરી કાર્યરત

આ અંગે અરવલ્લી જિલ્લા RTO અધીકારીએ જણાવ્યું હતું કે, હાલ ફેસલેસ પદ્ધતિથી કેટલીક સેવાઓ મેળવવાનું અમલમાં છે. ત્યારે જે તે સેવા અરજદાર ઘરબેઠા મેળવે તે ઈચ્છનીય છે. આ સેવાઓ મેળવવા અરજદારોએ રૂબરૂ આવવું જરૂરી નથી. પરંતુ ખાસ કિસ્સામાં કચેરીએ રૂબરૂ જવાનો પ્રશ્ન થાય તો ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લઈને આવવાનું રહેશે. આંતરરાજય વાહન માલિકી તબદીલ, આર.સી. કેન્સલ, ડીએ, પરત થયેલા લાયસન્સ અને આર.સી. બુક પરત મેળવવા માટે ઓનલાઈન વિકલ્પ ઉપલબ્ધ ન હોવાથી એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે નહી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાને લેતાં અરજદારે RTO કચેરી પરિસરમાં એપોઇન્ટમેન્ટના 15 મિનિટ અગાઉ અને અપોઈન્ટમેન્ટ લેટર હાર્ડકોપીમાં કે સોફ્ટકોપીમાં રજૂ કરીને જ પ્રવેશ મેળવી શકશે. એપોઈમેન્ટ સમયના 15 મિનિટ અગાઉ જ પ્રવેશ મળશે.

અરજદારોની વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી RTO કક્ષાએથી એપ્રુવ થયા બાદ ઍમપરિવહન અને ડીજીલોકર એપમાં ડિજિટલ ડોક્યુમેન્ટ જનરેટ કરી શકશે. જે પોલીસ અને RTOની એન્ફોર્સમેન્ટની કામગીરી માટે માન્ય ગણાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.