ETV Bharat / state

કોરોના ઈફેક્ટ: આણંદમાં તિબેટીયન માર્કેટ બંધ, તીબેટથી આવેલા 150 જેટલા વેપારીઓ હાલત કફોડી

author img

By

Published : Nov 27, 2020, 6:57 PM IST

આણંદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી નોટિસ આપી 45 વર્ષથી ગરમ કપડાંનો વેપારી કરવા આવતા તિબેટીયન માર્કેટને અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે 150 જેટલા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

Tibetan market
Tibetan market

  • આણંદમાં 45 વર્ષથી ગરમ કપડાંનો વેપારી કરવા આવતા તિબેટીયન માર્કેટ બંધ
  • ગરમ કપડાંનું વેચાણ કરી મેળવે છે આજીવિકા
  • કોરોના સંક્રમણને પગલે માર્કેટ બંધ કરવાનો લેવાયો નિર્ણય


આણંદ: શિયાળાની મોસમ આવે અને ગરમ કપડાંની ખરીદીનો રંગ જામતો હોય છે. સામાન્ય રીતે આ કપડાંના વેચાણ માટે હિમાચલ પ્રદેશ અને તિબેટના રેફ્યુજી વેપારીઓ ખૂબ જાણીતા છે. આણંદ શહેરમાં પણ છેલ્લા 45 વર્ષથી ગરમ કપડાનો વેપાર કરવા તિબેટીયન માર્કેટ ખૂબ પ્રચલિત છે.


આણંદમાં 45 વર્ષથી આવે છે તિબેટના વેપારી


દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટીયન માર્કેટ વિદ્યાનગર રોડ પર આવેલા વૃંદાવન ગ્રાઉન્ડમાં શરૂ થવાનું હતું. પરંતુ કોરોનાને કારણે નવ દિવસમાં જ આ માર્કેટને બંધ કરી દેવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે.

ગરમ કપડાંનું વેચાણ કરી મેળવે છે આજીવિકા

સામાન્ય રીતે આ વેપારીઓ શિયાળાની મોસમમાં આણંદમાં ત્રણ ચાર મહિના માટે તિબેટન રેફ્યુજી માર્કેટ ખોલતા હોય છે. આ માર્કેટમાં ગરમ કપડા, સ્વેટર, જેકેટ ટોપી, મફલર, સાલ વગેરેનું વેચાણ કરી આજીવિકા મેળવતા હોય છે. પરંતુ કોરોનાની વર્તમાન સ્થિતિને કારણે તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયે આ વેપારીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

આણંદમાં તિબેટીયન માર્કેટ બંધ

તંત્ર સહયોગ કરશે તોવી આશા


વેપારીઓનું માનીએતો આ માર્કેટમાં તેમના દ્વારા તમામ સરકારી નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવતું હતું. સાથે જ અતિ વૃદ્ધ તથા નાના બાળકોને માર્કેટમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. તેમ છતાં તંત્રના આ નિર્ણયે વેપારીઓ માટે આર્થિક સંકડામણનું જોખમ ઉભુ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આણંદમાં આ માર્કેટ સિવાયના અન્ય બજારો સંપૂર્ણપણે ખુલ્લા છે ત્યારે કોરોના મહામારી સામે વેપારની આશાએ આણંદમાં આવેલા 150 જેટલા રેફ્યુજી વેપારીઓએ છેલ્લા ઘણા સમયથી તંત્ર સામે આશાની નજરે જોઈ રહ્યા છે.

નિયમોનું પાલન કરવા અને કરાવવા તૈયાર: વેપારી

ઈટીવી ભારત દ્વારા આ વેપારીઓ માટે અવાજ ઉઠાવવાનું કામ કરવમાં આવી રહ્યું છે. એક તરફ લોકડાઉન અને કરફ્યુના કારણે પહેલેથીજ વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી જણાય રહી છે. ત્યારે આણંદ આવેલા 150 જેટલા વિદેશી વેપારીઓ તમામ સરકારી નિયમોનું પાલન કરી માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ, સેનેટાઈઝરનો ઉપયોગ કરી અને કરાવીને વેપાર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. તેમ છતાં બીજી તરફ સત્તાધીશો કામગીરી બતાવવા આવા નિર્ણયો લે છે.

આ અંગે નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી છે, પરંતુ આ વિદેશી વેપારીઓ માટે સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તે આર્થિક સંકડામણનો ભોગ બનશે અને તેની માટે જવાબદાર કોણ? કોરોના કે પછી તંત્ર તે એક સવાલ ઉભો થઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.