ETV Bharat / state

આણંદ પોલીસ દ્વારા રાત્રી કરફ્યૂનોકડક અમલ

author img

By

Published : Apr 8, 2021, 2:59 PM IST

Updated : Apr 8, 2021, 5:17 PM IST

રાજ્યમાં વધતા જતા કેસોને લઈને સરકારે રાત્રી કરફ્યૂનો નિર્ણય લીધો છે. રાત્રી કરફ્યૂનો આણંદ પોલીસ દ્વારા કડક રીતે પાલન કરાવવામાં આવ્યું હતુ.

corona
આણંદ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુનો કડક અમલ

  • આણંદ શહેરમાં લાગુ કરાયો રાત્રી કરફ્યુ
  • આણંદ શહેરમાં રાત્રી 8 વાગ્યાથી સવારના 6 સુધી રહશે કરફ્યુ
  • પોલીસે રાત્રી કરફ્યુની કરાવી અમલવારી

આણંદ: રાજ્યમાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઇ હાઈકોર્ટે સરકારના નિર્દેશ બાદ રાજ્ય સરકાર દ્વારા બેઠક બોલાવી રાજ્યના 20 જેટલા શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા 20 શહેરોની યાદીમાં આણંદ શહેરને પણ સમાવેશ કરવામાં આવ્યું હતું ત્યારે કરફ્યૂના પહેલા દિવસે શહેર પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી કરફ્યૂની અમલવારી કરાવવામાં આવી હતી.

corona
આણંદ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુનો કડક અમલ

આ પણ વાંચો : રાત્રી કરફ્યૂ પહેલા આણંદ પોલીસે માસ્ક ન પહેરનારા લોકોને ફટકાર્યો દંડ

શહેરના બજારમાં પોલીસના જવાનોએ ફુટ પેટ્રોલિંગ કર્યું

આણંદના DYSP બી.ડી જાડેજાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે "આણંદ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કરફ્યૂના પાલન માટે શહેર વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને સાથે જ જે લોકોને મેડિકલ ઇમરજન્સી હોય તેવા નાગરિકોને પોલીસ સહકાર પણ આપી રહી છે" સાથે જ બી.ડી.જાડેજાએ સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતુંકે "જે પ્રમાણે કોરોનાની બીમારી માથું ઉચકી રહી છે, તેવામાં કોરોનાને ફેલાતો અટકાવવા માટેનો આ રાત્રી કરફ્યૂનો નિર્ણયએ સરકાર નો એક સારો પ્રયત્ન છે જેથી દરેક નાગરિક આમા સહકાર આપે જેથી સંક્રમણ વધે નહીં અને તેનાથી અમૂલ્ય માનવ જિંદગી બચાવી શકાય અને સંક્રમણ ને ફેલાતું રોકી શકાય."

આણંદ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુનો કડક અમલ
આ પણ વાંચો : આણંદ જિલ્લા કલેક્ટરે કરી જાહેર જનતાજોગ અપીલ
Last Updated : Apr 8, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.