ETV Bharat / state

લોકડાઉનના ચોથા ચરણમાં અર્થતંત્રને વેગવંતુ કરવા આણંદ મેદાનમાં

author img

By

Published : May 21, 2020, 1:46 PM IST

Updated : May 21, 2020, 4:27 PM IST

દેશમાં લોકડાઉનનું ચોથું ચરણ ચાલુ થયું છે. જેમાં કોરોના સંક્રમણને રોકવા સાથે અર્થતંત્રને પણ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર દ્વારા નવા નીતિનિયમો સાથે આગળ વધવા અપીલ કરવામાં આવી છે. ત્યારે આણંદ જિલ્લામાં નોન કન્ટેનમેન્ટ વિસ્તારોમાં બજારો પુનઃ ધમધમતા થયાં છે.

anand
આણંદ

આણંદ : જિલ્લામાં 21 મે સુધીમાં કુલ 89 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે ત્યારે કોરોનાના કારણે કુલ 9 લોકો મૃત્યુ પામ્યા છે, અને નોન કોવિડ દર્દીઓમાં કુલ 2 લોકોના મોત થયાં છે. અન્ય લોકો સ્વસ્થ થઈ કોરોનાને માત આપવામાં સફળ બન્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના ચોથા ચરણમાં રોજગારીને ધ્યાને લઇ જે નિર્ણય લીધો છે. તેમ આણંદ જિલ્લો પણ પોતાનું યોગદાન આપી રહ્યો છે. આણંદ જિલ્લામાં ખંભાત શહેર કોરોના હોસ્ટપોટ બનવા પામ્યું છે. જિલ્લામાં મહત્તમ કોરોના કેસ ખંભાતમાં સામે આવ્યા છે. ત્યારે સરકારના નવા વર્ગીકરણ અનુસાર ખંભાત શહેરના ત્રણ વોર્ડ કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. તે સિવાય જિલ્લામાં અન્ય તમામ વિસ્તારો નોન કન્ટેનમેંન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યા છે. જેથી લોકડાઉન 4 ના નિયમો અનુસાર નોન કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ધંધા રોજગાર ચાલુ કરવામાં આવ્યા છે. જે રાજ્યના અર્થતંત્રને પુનઃવેગવાન બનાવવા મદદરૂપ બની રહેશે.

લોકડાઉનના ચોથા ચરણમાં અર્થતંત્રને વેગવંતુ કરવા આણંદ મેદાનના
આણંદ શહેરમાં જે પ્રમાણે સરકારે ગાઈડલાઈન આપી છે. તે મુજબ દુકાનોને એકી બેકી નંબર આપવામાં આવ્યા છે. જેથી સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થઈ શકે અને કોરોના સંક્રમણને રોકી શકાય. આ સાથે જ યાતયાતના વિકલ્પો જેવા કે, રિક્ષા, ટેક્ષી અને બસ પણ રસ્તા પર દોડતા થયા છે. જેથી નાગરિકો સરળતાથી ખરીદી માટે અને રોજગારી માટે આવવામાં સરળતા ઊભી થઈ શકે.આમ, આણંદ જિલ્લો કોરોના સંક્રમણની ચેનને તોડવામાં સફળ બન્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં જિલ્લો કોરોના મુક્ત બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
Last Updated : May 21, 2020, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.