ETV Bharat / state

આ જિલ્લામાં રખડતા ઢોર બન્યા માથાનો દુખાવો, હવે તંત્ર શું કોઈકના મોતની રાહ જોઈ રહ્યું છે....

author img

By

Published : May 23, 2022, 9:01 AM IST

Updated : May 23, 2022, 9:12 AM IST

આણંદ જિલ્લામાં રખડતા ઢોરનો આતંક ખૂબ જ વધી (Cattle Roaming Terror in Anand) ગયો છે. તાજેતરમાં જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તેમાં એક ગાયે એક વૃદ્ધ મહિલા પર હુમલો (Cow attack on elderly woman) કર્યો હતો. જોકે, આસપાસના લોકોએ આ મહિલાનો જીવ બચાવ્યો હતો.

આ જિલ્લામાં રખડતા ઢોર બન્યા માથાનો દુખાવો, હવે તંત્ર શું કોઈકના મોતની રાહ જોઈ રહ્યું છે....
આ જિલ્લામાં રખડતા ઢોર બન્યા માથાનો દુખાવો, હવે તંત્ર શું કોઈકના મોતની રાહ જોઈ રહ્યું છે....

આણંદઃ જિલ્લામાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો (Cattle Roaming Terror in Anand) છે. તેવામાં ફરી એક વાર એક ગાયે વૃદ્ધ મહિલાને અડફેટે લઈ તેમની પર હુમલો કર્યો હતો. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ (Anand Cow viral video) થઈ રહ્યો છે. તેમાં દેખાઈ રહ્યું છે કે, એક ગાય વૃદ્ધ મહિલા પર હુમલો (Cow attack on elderly woman) કરી રહી છે. તેમ જ વૃદ્ધ મહિલા મદદ માટે બૂમો પાડી રહી છે. જોકે, આસપાસના સ્થાનિકોએ વૃદ્ધાનો જીવ બચાવ્યો હતો. અગાઉ પણ શહેરમાં એક વ્યક્તિનું ગાયના હુમલાના કારણે જ મૃત્યુ થયું હતું.

આણંદમાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે

અગાઉ એક વૃદ્ધનું થયું હતું મોત - આણંદમાં રખડતા ઢોરોની સમસ્યા (Cattle Roaming Terror in Anand) દિવસેને દિવસે ઘાતક બનતી જાય છે. થોડા દિવસો અગાઉ એક વૃદ્ધ પર રખડતા ઢોર દ્વારા કરવામાં આવેલા હુમલામાં મોત નીપજ્યું હતું. જ્યારે ફરી એક વાર વાઈરલ થયેલા એક વીડિયોમાં (Anand Cow viral video) ગાય દ્વારા એક વૃદ્ધ મહિલા પર હુમલો કરવાની ઘટના બની હતી. આ અંગે તાપસ કરતા માલુમ પડ્યું હતું કે, ઘટનામાં ભોગ બનેલ મહિલા પેટલાદના રહેવાસી હરખાબેન હતા.

આ પણ વાંચો- High Court on cattle control : રખડતાં ઢોર મુદ્દે પક્ષકાર બનાવવા ઢોરમાલિકોએ કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી

ગાયે અચાનક કર્યો હુમલો - ભોગ બનનારા હરખાબેન રવિવારે સવારે તેમની 2 પુત્રવધૂઓ સાથે પોતાના સંબંધીને ઘરે કલ્પના ટોકીઝ પાસે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક વિફરેલી ગાયે તેમની પર હુમલો (Cow attack on elderly woman) કર્યો હતો. એટલે તેઓ જમીન પર પટકાયા હતા. જોકે, તેઓ કંઈ સમજે તે પહેલાં ગાયે તેમને પાડી દઈને તેમને બચકા ભરવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ આસપાસના સ્થાનિકોએ તેમનો જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો- Narendra Modi visit Gujarat 2022: વડાપ્રધાનના ગુજરાત આગમન સમયે માલધારી પંચાયત દ્વારા કરવામાં આવશે ઉગ્ર દેખાવો

આ વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક યથાવત્ - તપાસમાં જણવા મળ્યું હતું કે, આણંદના આ વિસ્તારમાં આવી ઘટનાઓ (Cattle Roaming Terror in Anand) અનેક વખત બની ચૂકી છે. વિસ્તારના સ્થાનિકો રખડતા ઢોરોના ડર વચ્ચે જીવી રહ્યા છે. તેવામાં થોડા સમય અગાઉ એક ગર્ભવતી મહિલા પર આ જ વિસ્તારમાં એક ગાય દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. તેમાં મહિલાને ગભીર ઈજાઓ પહોંચી હતી. સદનસીબે મહિલાનો જીવ બચી ગયો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, એક મહિલા પર આ જ વિસ્તારમાં રખડતા ઢોર દ્વારા કરવામાં આવેલા હુમલામાં (Cow attack on elderly woman) તેના કપડાં ફાટી ગયા હતા, જે બાદ સ્થાનિકો દ્વારા તેને ઢોરના ચંગુલમાંથી છોડાવીને એક સ્થાનિક રહીશ દ્વારા તેને કપડાં આપી મદદ કરવામાં આવી હતી.

સ્થાનિકો ભોગ બની રહ્યા છે પણ તંંત્ર મોજમાં - સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અવારનવાર આવી ઘટના બનતી જ રહે છે, જેમાં સ્થાનિકો ભોગ બની રહ્યા છે. તેમ છતાં તંત્રને આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં કોઈ રસ નથી તેવું લાગી રહ્યું છે. જોકે, આણંદ નગરપાલિકાના પ્રમુખે ભોગ બનનારા મહિલાની મુલાકાત લીધી હતી. સાથે જ કાયમી સમાધાન માટેની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું..

Last Updated :May 23, 2022, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.