ETV Bharat / state

Anand News : સ્પોર્ટસ એકેડેમી બાકરોલમાં રઘુવંશી રમતોત્સવ 2023 યોજાયો, મૂળમાં હતી સંગઠનની ભાવના

author img

By

Published : Jun 17, 2023, 5:32 PM IST

Anand News : સ્પોર્ટસ એકેડેમી બાકરોલમાં રઘુવંશી રમતોત્સવ 2023 યોજાયો, મૂળમાં હતી સંગઠનની ભાવના
Anand News : સ્પોર્ટસ એકેડેમી બાકરોલમાં રઘુવંશી રમતોત્સવ 2023 યોજાયો, મૂળમાં હતી સંગઠનની ભાવના

આણંદમાં વોહાણા સમાજ દ્વારા સમાજના ભાઈૂબહેનો વચ્ચે સંગઠનની ભાવના વિકસે તે હેતુથી ખેલ સ્પર્ધા યોજાઇ ગઇ. મધ્ય ગુજરાતમાં વસતાં રઘુવંશીઓ માટે યોજાયેલ રઘુવંશી રમતોત્સવ 2023માં 6 વર્ષી લઇ 72 વર્ષ સુધીના ભાઇબહેનોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.

આણંદ : મધ્ય ગુજરાતમાં વસતા સૌ રઘુવંશીઓ એકબીજાથી પરિચિત થાય તેવા હેતુ સાથે આણંદ લોહાણા સમાજ દ્વારા ખેલ સ્પર્ધા યોજાઇ હતી. મધ્ય ગુજરાત કક્ષાના ખેલ સ્પર્ધાને રઘુવંશી રમતોત્સવ 2023 તરીકે આયોજિત કરવામાં આવી હતી. આણંદ લોહાણા મહાજન આયોજિત રઘુવંશી રમતોત્સવ 2023 આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના રઘુવંશી ભાઇબહેનો માટે 6 વર્ષથી લઇને 72 વર્ષના જ્ઞાતિ ભાઈબહેનો વચ્ચે સમાજના જાણીતા બિઝનેસ ગ્રુપના સહકારથી રઘુવંશી રમતોત્સવ 2023 સ્પોર્ટ્સ એકેડેમી બાકરોલ વલ્લભવિદ્યાનગર ખાતે સફળતાપૂર્ણ સંપન્ન થયો હતો.

કઇ કઇ રમતો યોજાઇ રઘુવંશી રમતોત્સવ 2023માં ચેસ,કેરમ,ટેબલટેનિસ,ટેનિસ,સ્વીમિંગ,બેડમિન્ટન,બોક્સ ક્રિકેટ,વોલીબોલ અને ફિલ્ડ ક્રિકેટ જેવી નવ જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મધ્ય ગુજરાતમાંથી 130 કરતા પણ વધુ જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો. દરેક રમતમાં ઉંમર પ્રમાણેના જુદા જુદા વિભાગ (મહિલા વિભાગ સહિત) અનુક્રમે સેકન્ડ રનરઅપ,રનરઅપ તેમજ વિજેતા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.

વિજેતાઓનું બહુમાન વિજેતાઓને ઠક્કરવાડી ખાતે યોજાયેલ ઇનામ વિતરણ સમારોહમાં દરેક રમતના સૌજન્ય દાતાઓના હસ્તે ટ્રોફી,મેડલ તેમજ સર્ટિફિકેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.ઠક્કરવાડીમાં ઇનામ વિતરણ સમારોહમાં દરેક રમતના સૌજન્ય દાતા અંતર્ગત ટાઇટલ સ્પોન્સરો દ્વારા વિજેતાઓનું ટ્રોફી,મેડલ તેમજ સર્ટિફિકેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં ચેતન રાયકુંડલીયા, રાજેન્દ્ર એન મજીઠીયા સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતાં.

લોહાણા સમાજની ખાસિયત રઘુવંશી સમાજની વિવિધ જિલ્લા શાખાઓ દ્વારા સમાજ સંગઠનની ભાવનાનો વિકાસ કરવા માટે અવારનવાર સમાજના અગ્રણીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ સમયાંતરે હાથ ધરવામાં આવતી હોય છે. લોહાણા સમાજ મોટેભાગે વેપારી સમાજ હોવાથી અને દેશવિદેશમાં પણ વલતો હોવાથી સમાજના બાળકોમાં સામાજિક ભાવના કેળવાય તે માટે આ પ્રકારના આયોજનો કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં સમાજના અગ્રણીઓ દ્વારા દરેક ઇવેન્ટ સ્પોન્સર કરવામાં આવતી હોય છે ત્યારે લોહાણા પરિવારો એકબીજા સાથે પ્રગાઢ સંબંધો સાથે એકબીજાની મદદની ભાવના પણ વિકસાવે છે.

  1. " રઘુવંશી એકતા પોરબંદર" દ્વારા રામનવમીના શુભ અવસર પર સોશિયલ મીડિયા થકી રંગોળી સ્પર્ધા યોજાઈ
  2. Veraval Doctor Suicide: ડો. ચગ આત્મહત્યા કેસમાં પોલીસની કામગીરીથી લોહાણા સમાજ નારાજ, કલેક્ટરને આપ્યું આવેદન
  3. ગોંડલ લોહાણા સમાજના પ્રમુખ આદર્શ લગ્નમાં જમણવાર અને નાસ્તાનો ખર્ચ ઉઠાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.