ETV Bharat / state

ચૂંટણી પુરી થતાં વેરાનો બોજ, ધારાસભ્ય એ આપ્યું પ્રજાને સમર્થન

author img

By

Published : Dec 29, 2022, 4:07 PM IST

બગસરા શહેરના નગરજનો પર વેરાનો બોજ પાલિકા દ્વારા (Citizens protest taxes in Bagasara) નાખવાનો દાવો સામે આવી રહ્યો છે. ત્યારે આ વેરા વધારાને લઈને નગરજનો અને વેપારીઓએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત ધારાસભ્યએ પણ નગરજનોને સમર્થન આપતા જોવા મળી રહ્યા હતા. (bagasara municipality Tax)

ચૂંટણી પુરી થતાં વેરાનો બોજ, નગરજનો વિરોધ કરતા ધારાસભ્ય એ આપ્યું સમર્થન
ચૂંટણી પુરી થતાં વેરાનો બોજ, નગરજનો વિરોધ કરતા ધારાસભ્ય એ આપ્યું સમર્થન

ચુંટણી બાદ વેરો વધતાં ના બોજાથી બગસરા નગરજનોમાં રોષ

અમરેલી : કોરોના મહામારીનો તાંડવ સમગ્ર દેશમાં તોળાઈ રહ્યો છે, તેવા સમયે વડાપ્રધાને પણ ગરીબ પરિવારોને ફ્રી માં અનાજ આપવા જાહેરાતો કરી છે ત્યારે અમરેલી જિલ્લાના બગસરા શહેરના નગરજનો (bagasara municipality Tax) પર વેરાનો બોજ પાલિકા દ્વારા વધુ જીકતાના દાવા સાથે નગરજનો અને વેપારીઓએ વિરોધ કર્યો છે. ધારાસભ્યએ પણ નગરજનોની મિટિંગમાં સમર્થન આપ્યું છે. (bagasara MLA jv kakadiya) જોકે, આ મામલે હજુ સુધી નગરપાલિકાના ચીફ ઓફિસરનું વલણ જાણવા મળ્યું નથી. ચૂંટણી પૂરી થતા તંત્રના અસલી રંગ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને હજુ બજેટની ચર્ચા વિચારણા ચાલી રહી છે. એવા માહોલમાં ટેક્સનો બોજો નાંખવા માટે જાણે તંત્રએ તૈયારીઓ કરી લીધી હોય એવું ચિત્ર અમરેલીમાંથી સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો નાગરિકો સાથે ઘર્ષણ ટાળવા હવે AMC પ્રોપર્ટી કે અન્ય ટેક્સનું નો ડ્યૂ સર્ટિફિકેટ આપશે

ધારાસભ્યનું સમર્થન નગરજનોને બગસરા શહેર 50 હજારથી ઉપરની વસ્તી ધરાવતું શહેર છે, ત્યારે આ શહેરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે પાલિકાએ ઠરાવ પસાર કર્યો છે. પાણીનો હાલ વેરો 600 રૂપિયાની જગ્યાએ 2000 અને સફાઈના 25 રૂપિયાની જગ્યાએ 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજ રીતે ભૂગર્ભ ગટર સહિતના વેરામાં વધારો કરાયો છે, ત્યારે અહીંના નગરજનો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય સહિત આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા દ્વારા વેપારીઓ અને નગરજનોને સમર્થન આપવામાં આવ્યું હતું.(Citizens protest taxes in Bagasara) લોકોના વિરોધ વચ્ચે હવે સરકાર કોનું માન રાખે છે અંગે ચર્ચા ઊઠી છે.

આ પણ વાંચો મંદિરના પુજારી સિક્કા સાથે લઈ આવ્યા વેરો ભરવા, થયું પછી કંઈક આવું

પાલિકાનો બચાવ શહેરમાં નગરજનો દ્વારા વિરોધ થતાં પાલિકાના પ્રમુખે પાલિકાનો લુલો બચાવ કરવા જણાવ્યું છે કે, અમોએ કોઈ વેરામાં હાલ વધારો કર્યો નથી માત્ર સૂચિત કર્યું છે. જેમાં કોઈ વેરાનો વધારો કર્યો નથી અને જે નિર્ણય લેવામાં આવશે એ નગરજનોના હિતમાં લેવામાં આવશે. આ સમગ્ર ઘટના મુદ્દે બગસરા શહેરમાં નોટિસ બોર્ડ લગાવી વિરોધ પણ કરાયો હતો. (Traders protest taxes in Bagasara)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.