ETV Bharat / state

Amreli Crime News : નકલી નોટો માર્કેટમાં લાવે તે પહેલા પોલીસે 3ને ઝડપ્યા, સોશિયલ મીડિયા પર રચ્યું કાવતરું

author img

By

Published : Mar 10, 2023, 6:14 PM IST

સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હવે નકલી ચલણી નોટના કારોબારનું સેન્ટર બનતું જોવા મળી રહ્યું છે. મામલો છે અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામનો. અહીંના 2 યુવાનો અને એક કિશોરે સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી ભારતીય નકલી ચલણ ઝારખંડથી મગાવીને અર્થતંત્રને નુકસાન કરવા પહોંચાડવાની તૈયારીમાં હતા. આ દરમિયાન પોલીસે ત્રણેય આરોપીને નકલી ચલણી નોટ સાથે પકડી પાડીને સમગ્ર મામલાને ઉજાગર કર્યો છે.

Amreli Crime: નકલી નોટો માર્કેટમાં લાવે તે પહેલા પોલીસે 3ને ઝડપ્યા, સોશિયલ મીડિયા પર રચ્યું કાવતરું
Amreli Crime: નકલી નોટો માર્કેટમાં લાવે તે પહેલા પોલીસે 3ને ઝડપ્યા, સોશિયલ મીડિયા પર રચ્યું કાવતરું

સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હવે નકલી ચલણી નોટના કારોબારનું સેન્ટર બનતું જોવા મળી રહ્યું છે

અમરેલીઃ વર્તમાન સમયને સોશિયલ મીડિયાના સમય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે કેટલાક લોકો આ પ્લેટફોર્મનો દૂરુપયોગ કરી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે અમરેલીમાં. જિલ્લાના નાના ભંડારીયા ગામની અહીંના 3 યુવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી નકલી નોટોની રિલ્સ પર સંપર્ક કરીને બનાવટી ભારતીય ચલણી નોટ મગાવી હતી. ત્યારબાદ તેને બજારમાં ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, આ પહેલા જ પોલીસે ભંડારીયા ગામના 2 યુવાન અને 1 કિશોરની નકલી ચલણી નોટો સાથે અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ Fake Currency Notes : સુરતમાં નકલી નોટ છાપી બજારમાં ફરતી કરનાર શખ્સ ઝડપાયો

અમરેલી SOGએ પાર પાડ્યું ઑપરેશનઃ અમરેલીની બજારમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાનું કારસ્તાન થઈ રહ્યું છે. તેવી બાતમીના આધારે અમરેલી એસોજી પી. આઈ.. એસ. જી. દેસાઈની આગેવાનીમાં પોલીસની ટીમે સમગ્ર મામલાને ઉજાગર કરવા તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામના અમિત માધડ, ધર્મેશ રાઠોડ અને અન્ય એક કિશોર આરોપી નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડી તેમની અટકાયત કરવામાં આવી હતી.

આ આરોપીઓની અટકાયતઃ મુખ્ય આરોપી અમિત માધડ નાના ભંડારીયા ગામનો છે. તો ધર્મેશ રાઠોડ મૂળ ખંભા તાલુકાના સાળવા ગામનો છે જે હાલ સુરતમાં હીરા ઘસવાનું કામ કરી રહ્યો હતો. તો અન્ય એક કિશોર આરોપી પણ ઝડપાયો છે. તે પણ નાના ભંડારીયા ગામનો હોવાનો સામે આવ્યું છે.

સોશિયલ મીડિયા પર મગાવી નકલી નોટઃ ત્રણેય યુવાનો સોશિયલ મીડિયામાં ખૂબ જ રચ્યાપચ્યા રહેતા હતા. ત્યારે વગર મહેનતે પૈસાદાર બનવા સોશિયલ મીડિયા પર નકલી નોટોની રિલ્સ પર સંપર્ક કરી 200ના દરની 83 500ના દરની 197 મળીને કુલ 280 જેટલી નકલી ચલણી નોટો મગાવી હતી, જેની બજાર કિંમત 1,15,100 રૂપિયા જેટલી થવા જાય છે. તો નકલી ચલણી નોટો ઝારખંડથી કુરિયર મારફતે કેશ ઑન ડિલીવરી થકી મગાવવામાં આવી હતી. આ નોટો આવ્યા બાદ તેને રોકડ 50,000 રૂપિયા આપીને છોડાવવામાં આવી હતી, પરંતુ આ નકલી નોટો બજારમાં પહોંચે અને ભારતીય અર્થતંત્રને નબળું પડે તે પહેલાં જ અમરેલી એસઓજી શાખાએ નકલી નોટોના કારસ્તાનને ખૂલ્લું પાડ્યું છે.

આ પણ વાંચોઃ Rajkot Crime News : રાજકોટમાં નકલી નોટો આંગડિયા મારફતે વટાવવાનું કૌભાંડ, આ 5 પકડાયાં

પોલીસે સમગ્ર કારસ્તાન પર હાથ ધરી તપાસઃ અમરેલી પોલીસની ટીમ હવે સમગ્ર મામલાને લઈને વધુ તપાસ કરી રહી છે. જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરીને નકલી ચલણી નોટો મગાવવામાં આવી છે. તે રેકેટ કેટલું દૂર સુધી પહોંચેલું છે. હાલ તો પ્રાથમિક તપાસમાં આ નકલી ચલણી નોટ ભારતના ઝારખંડ રાજ્યમાંથી આવી છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ એકાઉન્ટ કોણ અને કેવી રીતે ચલાવી રહ્યા છે. તે પણ ખૂબ ગંભીર તપાસનો વિષય છે. તેના પર પણ અમરેલી પોલીસ આગામી દિવસોમાં વધુ તપાસ કરી શકે તેમ છે.

અમરેલીનો આવો પ્રથમ કિસ્સોઃ શક્ય છે કે, આ એકાઉન્ટ પરથી અત્યાર સુધી કેટલા અને કેવા પ્રકારે નકલી ચલણી નોટો ઘૂસાડવામાં આવી છે આ અમરેલી જિલ્લાનો પ્રથમ કિસ્સો છે કે, અગાઉ આ એકાઉન્ટ પરથી અન્ય જગ્યા પર પણ નકલી ચલણી નોટો પહોંચતી કરવામાં આવી છે. આ સમગ્ર વિગતોને લઈને પણ અમરેલી પોલીસ તપાસના ચક્ર ગતિમાન કરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.