ETV Bharat / state

ગુજરાત હાઈકોર્ટે ઈતિહાસમાં પ્રથમવાર નોટિસ વોટ્સએપ પર બજવવાની મંજૂરી આપી

author img

By

Published : Apr 25, 2020, 2:13 PM IST

કોરોના વાઈરસની મહામારીને લીધે જારી કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન વચ્ચે બહાર નીકળવું સહેલું ન હોવાના લીધે ગુજરાત હાઈકોર્ટે ઇતિહાસમાં પહેલીવાર અરજદારને કોર્ટની નોટિસ વોટ્સએપના માધ્યમ થકી બજવવાની છૂટ આપી છે.

Gujarat High Court
ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ: કોરોના વાઈરસની મહામારીને લીધે જારી કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન વચ્ચે બહાર નીકળવું સહેલું ન હોવાના લીધે ગુજરાત હાઈકોર્ટે ઇતિહાસમાં પહેલીવાર અરજદારને કોર્ટની નોટિસ વોટ્સએપના માધ્યમ થકી બજવવાની છૂટ આપી છે.

કોરોના વાઈરસ અને લોકડાઉને લીધે ગુજરાત હાઈકોર્ટમાં પાછલા ઘણા સમયથી ઈ-ફાઈલિંગ થકી પીટીશન અને સોગંદનામા દાખલ કરવામાં કરવામાં આવે છે. મોટાભાગના કેસની વિડીયો કોન્ફરન્સ મારફતે સુનાવણી હાથ ધરવામાં આવે છે. જ્યારે હેબિયસ કોર્પસ રિટમાં પણ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કોરપ્સને જજ સમક્ષ રજૂ કરવામાં આવે છે.

મોરબીની સિરામિક એકમમાં કામ કરતા આરોપી જયેશ બાવરાવા પર પુષ્કરના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે સંકળાયેલા હોવાથી આરોપી વિરૂદ્ધ એસસી એસટી એક્ટ અને આઈટી એકટ પ્રમાણે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.

બવારવાને નીચલી કોર્ટે જામીન ન આપતા જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં જસ્ટિસ કોગજે નોટિસ કાઢતા પ્રતિવાદીને વોટ્સએપ થકી નોટિસની બજવણી કરવાનો હુકમ કર્યો હતો. સામાન્ય રીતે પોલીસ દ્વારા નોટિસની બજવણી કરવામાં આવે છે, પરંતુ આ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પ્રતિવાદીના વકીલને કોર્ટની નોટિસની બજવણીની પરવાનગી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.